Book Title: Kahavali Kartta Bhadreshwarsuri na Samay Vishe
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2
Catalog link: https://jainqq.org/explore/249359/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ કહાવલિ-કર્તા ભદ્રેશ્વરસૂરિના સમય વિશે અદ્યાવધિ અપ્રકાશિત, પ્રાકૃત-ભાષા નિબદ્ધ, કહાવલિ નામક કથા-ચરિત સંગ્રહ તેની બે સંપૂર્ણ પણ અન્યથા પરસ્પર પૂરક પ્રતોની ટૂંકી મધ્યાંતર-પુષ્પિકા અન્વયે ભદ્રેશ્વરસૂરિની કૃતિ હોવાનું લાંબા સમયથી જ્ઞાત છે. કલ્પિત જૈન પૌરાણિક પાત્રો અતિરિક્ત આર્ય વજ, કાલકાચાર્ય, પાદલિપ્તસૂરિ, સિદ્ધસેન દિવાકર, મલ્લવાદિ ક્ષમાશ્રમણ, જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ, યાકિનીસૂનુ હરિભદ્રસૂરિ, ઇત્યાદિ નિર્ચન્થ-શ્વેતાંબર દર્શનની અગ્રિમ વિભૂતિઓનાં ઐતિહાસિક ચરિત્ર-ચિત્રણ, અને સાથે જ વિપુલ પ્રમાણમાં સાંસ્કૃતિક, સાહિત્યિક, અને ભાષા સંબદ્ધ સામગ્રી ધરાવતા આ બહુમૂલ્ય ગ્રંથના કર્તાની સાચી પિછાન અને કૃતિના સમય વિશે સારો એવો મતભેદ પ્રવર્તે છે. કહાવલિના આજે ઉપલબ્ધ કેવળ પ્રથમ પરિચ્છેદ'થી અપેક્ષિત “દ્વિતીય પરિચ્છેદ'ના પ્રાંત ભાગે ગ્રંથકર્તાની પોતાના ગણ-ગચ્છ અને ગુરુકમને પ્રકટ કરતી પ્રશસ્તિ હશે, જે લભ્યમાન ન હોઈ એમના સમયાદિ અનુષંગે સ્વાભાવિક જ જુદી જુદી, અને એથી કેટલીકવાર પરસ્પર વિરોધી અટકળો થઈ છે. એ વિષયમાં જોઈએ તો દા) ઉમાકાંત શાહે કહાવલિની ભાષામાં આગમિક ચૂર્ણિઓમાં દેખાય છે તેવાં લક્ષણો, તેમ જ એકાદ અન્ય કારણસર તેને ઠીક ઠીક પ્રાચીન, અને કેમકે તેમાં છેલ્લું ચરિત્ર યાકિનીસૂનુ હરિભદ્રસૂરિ (સંભવત : ઈ. સ. ૭૦૦-૭૮૫) સંબદ્ધ છે એટલે તેમના પછી તુરતના કાળની કૃતિ માની છે. ઊલટ પક્ષે (સ્વ) પં. લાલચંદ્ર ગાંધીએ તે વિક્રમના ૧૨મા શતકના ઉત્તરાર્ધની, એટલે કે ઈસ્વીસની ૧૨મી શતાબ્દીના પૂર્વાર્ધની હોવાનો મત પ્રકટ કર્યો છે. તો બીજી બાજુ પંઅમૃતલાલ ભોજકના કથન અનુસાર તેમાં શીલાંકસૂરિશીલાચાર્યના ચઉપન્નમહાપુરિસચરિય(સં. ૯૨૫ ઈ. સ. ૮૬૯)ના કથા-સંદર્ભો તેમ જ તે કૃતિ અંતર્ગત જોવા મળતા વિબુધાનન્દ-નાટક'નો પણ સમાવેશ થયો હોઈ તેની રચના નવમા સૈકાથી પરવર્તી કાળમાં, મોટે ભાગે વિસં. ૧૦૫૦-૧૧૫૦(ઈ. સ. ૯૯૦૪૧૦૯૪)ના ગાળામાં, થઈ હોવી ઘટે. આ સિવાય પંઅંબાલાલ પ્રેમચંદ શાહે સૂચવ્યું છે કે વર્ધમાનસૂરિના ગણરત્નમહોદધિ(સં. ૧૧૯૭ | ઈ. સ. ૧૧૪૧)માં જે ભદ્રેશ્વરસૂરિના દીપવ્યાકરણમાંથી ઉતારો ટાંક્યો છે તે સૂરિ કહાવલિકાર ભદ્રેશ્વરસૂરિથી અભિન્ન હોઈ શકે. (આ વાત સાચી હોય તોયે તેટલાથી ભદ્રેશ્વરસૂરિનો સમય-વિનિશ્ચય થઈ શકતો નથી.) અને છેલ્લે પં. દલસુખ માલવણિયા કહાવલિના કર્તા રૂપે બૃહદ્રગચ્છીય વાદીન્દ્ર દેવસૂરિશિષ્ય ભદ્રેશ્વરસૂરિ હોવાની સંભાવના પ્રકટ કરે છે; તદનુસાર કહાવલિની રચના ૧૨મા શતકના ઉત્તરાર્ધમાં ક્યારેક થઈ હોવી ઘટે. Jairi Education International Page #2 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ નિન્જ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ આ અપૂર્ણ-લબ્ધ પણ ઉપયોગી એવા બૃહક્કાયલ કથા-ગ્રંથનું પ્રા. હરિવલ્લભ ભાયાણી તથા દાઢ રમણીક શાહ સંપાદન કરી રહ્યા છે. એમની વિદ્વત્તાપૂર્ણ, વિસ્તૃત, અને વિશદ પ્રસ્તાવનામાં થનાર કહાવલિના અનેકવિધ પાસાંઓની છણાવટમાં ભદ્રેશ્વરસૂરિના કાળ વિષયે પણ સવિસ્તાર ચર્ચા થશે. આથી હું તો અહીં કેવળ મૂલગત ઐતિહાસિક સમસ્યાઓ વિશે જે વાતો પ્રાથમિક દૃષ્ટિએ ધ્યાનમાં આવે છે તે, લભ્ય બની શક્યાં છે તે પ્રમાણોના આધારે, રજૂ કરીશ. | ઉપલબ્ધ ગ્રંથ-પ્રશસ્તિઓ અને પુષ્પિકાઓ તેમ જ અભિલેખો જોઈ વળતાં ત્યાં તો મધ્યકાળમાં થયેલા ભિન્ન ભિન્ન ગચ્છના અનેક ભદ્રેશ્વરસૂરિઓનાં નામ નજરે પડે છે એમાંથી કયા ભદ્રેશ્વરસૂરિએ કહાવલિ રચી હશે તે શોધવું આમ તો કપરું છે, પણ પ્રયત્ન કરી જોવામાં ખોટું નથી. અંતિમ નિર્ણય ભવિષ્ય પર છોડવો ઘટે. કહાવલિના આંતર-પરીક્ષણથી ફલિત થતા કોઈ કોઈ મુદ્દાઓ કેટલેક અંશે પ્રાથમિક કાળ-નિર્ણયમાં સહાયક બને છે ખરા. આ ચર્ચામાં ૧૨મા શતક પછી થઈ ગયેલા ભદ્રેશ્વર નામધારી સૂરિઓને છોડી દીધા છે, કેમકે કોઈ જ વિદ્વાનું કહાવલિને ૧૨મા શતક પછીની રચના હોવાનું માનતા નથી. સ્વયં કહાવલિ–એ મોડેની રચના હોઈ શકવાનો—-એની અંદરની વસ્તુ, ભાષા, તેમ જ શૈલી આદિનાં લક્ષણો અન્વયે અપવાદ કરે છે. અહીં એથી ૧૨મા શતકમાં, તેમ જ તેથી પહેલાં થઈ ગયેલા, “ભદ્રેશ્વર' નામક સૂરિઓની જ સૂચિ આપી ગવેષણાનો આરંભ કરીશું. ઈસ્વીસન્ના ૧૧મા-૧૨મા શતક દરમિયાન પ્રસ્તુત અભિધાનધારી આઠેક સૂરિઓ થઈ ગયા સંબંધે નોંધો મળે છે યથા : (૧) બૃહદ્રગચ્છીય વાદીન્દ્ર દેવસૂરિના શિષ્ય (આ૦ ઈ. સ૧૧૫-૧૨00); (૨) મંડલિમંડન મહાવીરદેવના પ્રતિષ્ઠાપક, ચંદ્રગથ્વીય દેવેન્દ્રસૂરિના શિષ્ય (ઈસ્વી. ૧૨માં શતકનો ઉત્તરાર્ધ); (૩) પૌર્ણમિક ધર્મઘોષસૂરિના શિષ્ય (આ. ઈ. સ. ૧૧૧૦-૧૧૫૦); (૪) રાજગચ્છીય ચંદ્રપ્રભસૂરિના વિનય (આત ઈ. સ. ૧૦૯૦-૧૧૩૦); (૫) ચંદ્રગથ્વીય દેવેન્દ્રસૂરિથી સાતમી પેઢીએ થઈ ગયેલા ભદ્રેશ્વરાચાર્ય (આ. ઈ. સ. ૧૦૭૦-૧૧૦૦); (૬) અજ્ઞાત (ચંદ્ર ?)ગચ્છીય પરમાનંદસૂરિથી ચોથી પેઢીએ થઈ ગયેલા પૂર્વાચાર્ય (આ૦ ઈ. સ. ૧૦૭૦-૧૧૦૦); Page #3 -------------------------------------------------------------------------- ________________ કાવલિનકર્તા ભદ્રેશ્વરસૂરિના સમય વિશે ૧૦૫ (૭) ચંદ્રગચ્છીય રત્નાકરસૂરિથી ગુરુક્રમમાં સાતમા પૂર્વજ (આ૦ ઈ. સ. ૧૦૫૦-૧૧00); અને (૮) ઉજ્જૈનના સં. ૧૩૩૨ ઈ. સ. ૧૨૭૬ના ગુરુમૂર્તિ-લેખના ૯ આચાર્યોમાં પ્રથમ (આ. ઈ. સ. ૧૦૦૦-૧૦૨૫?) આગળ અવગાહન કરતાં પહેલાં સાંપ્રત ચર્ચાને ઉપકારક એક વાતની નોંધ લેવી આવશ્યક છે. બૃહચ્છીય આપ્રદત્તસૂરિની આખ્યાનકમણિકોશ-વૃત્તિ(સં. ૧૧૮૯ { ઈ. સ. ૧૧૩૩)માં દીધેલ સિદ્ધસેન દિવાકરનું સંક્ષિપ્ત વૃત્તાંત કહાવલિકારના સમાંતર કથાનકને વસ્તુ અને વિગતની દૃષ્ટિએ ઘણું જ મળતું આવે છે, અને તેમાં અપાયેલ મલ્લવાદિની કથા તો કહાવલિમાં જોવા મળતા પ્રસ્તુત કથાનકની પરિષ્કૃત, સંમાજિત પણ અન્યથા બિંબ-પ્રતિબિંબ શી રજૂઆત માત્ર છે. આથી કહાવલિના કર્તા ન તો ઉપરના ક્રમાંક ૧ વાળા બૃહદ્ગચ્છીય ભદ્રેશ્વરસૂરિ, કે ન તો ક્રમાંક ૨ માં ઉલ્લિખિત ચંદ્રગચ્છીય ભદ્રેશ્વરસૂરિ હોઈ શકે, કેમકે તે બન્ને સૂરિવરોનો સમય વૃત્તિકાર આમ્રદત્તસૂરિ પછીનો છે. આ કારણસર બાકીના છ ભદ્રેશ્વર નામધારી સૂરિઓમાંથી કોઈ કહાવલિકાર હોવાની સંભાવના હોય તો તે તપાસવું ઘટે. આમાંથી ક્રમાંક ૩ વાળા (પૌર્ણમિક) ભદ્રેશ્વરસૂરિ તો આગ્રદત્તસૂરિના સમકાલિક હોઈ તેમને પણ છોડી દેવા પડશે. હવે જોઈએ ક્રમાંક ૪ વાળા રાજગચ્છીય ભદ્રેશ્વરસૂરિ. તેમના ઉપદેશથી સજ્જન દંડનાયકે ઉજ્જયંતતીર્થનો પુનરુદ્ધાર (સં. ૧૧૮૫ ઈ. સ. ૧૧૨૯) કરાવેલો તેવી પરોક્ષ અને સીધી નોંધો મળે છે. રાજગરચ્છના પ્રશસ્તિકારો પ્રસ્તુત ભદ્રેશ્વરસૂરિ “તપસ્વી” હોવાના તેમ જ તેમના સદોપદેશથી વટપદ્ર(વડોદરા)માં યાદગાર રથયાત્રાઓ સાર્મંત્રી તેમ જ (ઉપર કથિત) સજ્જન મંત્રીએ કાઢેલી તેવા પણ ઉલ્લેખ કરે છે. પં. લાલચંદ્ર ગાંધી જો કે આ ભદ્રેશ્વરસૂરિને કહાવલિના કર્તા માને છે, પણ પ્રશસ્તિકારોએ તો તેમણે આવી રચના કરી હોવાનો કોઈ જ નિર્દેશ દીધો નથી. વિશેષમાં આ સૂરિ પણ આશ્રદત્તસૂરિના સમકાલિક જ છે. કહાવલિ તો અનેક કારણોસર ૧૨મા શતકથી વિશેષ પુરાતન લાગતી હોઈ આ રાજગચ્છીય ભદ્રેશ્વરસૂરિ પણ તેના કર્તા હોવાનો સંભવ નથી. છેલ્લા કહ્યા તે બન્ને સૂરિવરોથી થોડા દાયકા અગાઉ થઈ ગયેલા, અને એથી ૧૧માં શતકના આખરી ચરણમાં મૂકી શકાય તેવા, બે ભદ્રેશ્વરસૂરિ થયેલા છે. એક તો જેમની પરિપાટીમાં દેવેન્દ્રસૂરિ (ઉપમિતિભવપ્રપંચાકથાસારોદ્ધારકાર) (સં. ૧૨૯૮ | ઈ. સ. ૧૨૪૨) થઈ ગયા તે (અહીં ક્રમાંક ૫); બીજા તે અજ્ઞાત (કદાચ ચંદ્રગથ્વીય) પરમાનંદસૂરિ(સં. ૧૨૨૧ ? ઈ. સ. ૧૧૬પ)ના ચોથા પૂર્વજ ભદ્રેશ્વર (અહીં ક્રમાંક ૬), પણ કહાવલિ આ બેમાંથી એકેયે રચી હોય તેવા સગડ એમના સંબંધમાં રચાયેલ પ્રશસ્તિઓમાંથી જડતા નથી વસ્તુતયા કહાવલિ તો તેમના સમયથી પણ પ્રાચીન હોવાનું ભાસે છે. નિ, ઐ, ભા. ૧-૧૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ હવે જોઈએ સાતમા ભદ્રેશ્વરસૂરિ વિશે. તેઓ આત્મગર્હાસ્તોત્ર અપરનામ રત્નાકરપંચવિશતિકા (પ્રસિદ્ધ રત્નાકર-પચ્ચીસી)ના કર્જા ચંદ્રગચ્છીય રત્નાકરસૂરિ(ઉપલબ્ધ મિતિઓ સં. ૧૨૮૭ / ઈ સ ૧૨૩૧ તથા સં. ૧૩૦૮ / ઈ સ ૧૨૫૨)થી સાતમા વિદ્યાપૂર્વજ હોઈ તેમનો સરાસરી સમય ઈસ્વીસન્ની ૧૧મી શતાબ્દીના ત્રીજા-ચોથા ચરણમાં સંભવી શકે. શું આ ભદ્રેશ્વરસૂરિ કહાવલિના કર્તા હશે ? એ સંબંધમાં વિશેષ વિચારતાં પહેલાં આઠમા ભદ્રેશ્વરસૂરિ વિશે જોઈ લેવું ઉપયુક્ત છે. ૧૦૬ આઠમા ભદ્રેશ્વરસૂરિની ભાળ ઉજ્જૈનના શાંતિનાથ જિનાલયમાં પૂજાતી, સં૰૧૩૩૨ / ઈ સ ૧૨૭૨ની એક વિશિષ્ટ ગુરુમૂર્તિના લેખમાંથી પ્રાપ્ત થાય છે”. પ્રતિમા ભરાવનાર પં. નરચંદ્ર ગણિ (ચૈત્યવાસી ?) છે અને પ્રતિષ્ઠાપક આચાર્ય રૂપે વર્ધમાનસૂરિનું નામ મળે છે. પ્રતિમા-ફલકમાં વચ્ચે એક મોટી આચાર્ય-મૂર્તિ અર્ધપર્યંકાસનમાં કંડારેલી છે, જ્યારે બન્ને બાજુ પરિકરમાં ચાર ચાર આચાર્યોની નાની નાની મૂર્તિઓ કોરી છે. નીચે આસનપટ્ટી પરના લેખ અનુસાર આ મૂર્તિઓના સંબંધમાં ભદ્રેશ્વરસૂરિ, જયસિંઘસૂરિ, હેમહર્ષસૂરિ, ભુવનચંદ્રસૂરિ, દેવચંદ્રસૂરિ, જિનેશ્વરસૂરિ, જિનદેવસૂરિ, જિનચંદ્રસૂરિ, અને શાંતિપ્રભસૂરિ એમ નવ નામો બતાવ્યાં છે, જે સૌ કારાપક એવં પ્રતિષ્ઠાપક સૂરિઓથી પૂર્વે થઈ ગયેલા આચાર્યોનાં સમજવાનાં છે; પણ લેખમાં કોઈનોય ગચ્છ દર્શાવ્યો નથી. સવાલ એ છે કે આ આચાર્યો ભદ્રેશ્વરસૂરિથી આરંભાતી કોઈ નિશ્ચિત મુનિ-પરંપરામાં ક્રમબદ્ધ પટ્ટધરો રૂપે થયા છે, વા એક ગચ્છ કે ગુરુની પરિપાટીના ‘સતીશ્ચે' છે, કે પછી અહીં મધ્યયુગમાં થઈ ગયેલા જુદા જુદા ગચ્છના પ્રસિદ્ધ પ્રસિદ્ધ આચાર્યો વિવક્ષિત છે ? જેમકે જિનેશ્વર અને જિનચંદ્ર પ્રાક્ખરતર-ગચ્છમાં, દેવચંદ્ર પૂર્ણતલ્લીય-ગચ્છમાં, ભુવનચંદ્ર ચૈત્રવાલ-ગચ્છમાં, ને જયસિંહસૂરિ નામક આચાર્ય તો ત્રણ ચાર પૃથક્ પૃથક્ ગચ્છોમાં મળી આવે છે. આમ આ લેખમાંથી નિષ્પન્ન થતું અર્થઘટન સંદિગ્ધ હોઈ, લેખ પ્રારંભે મળતા ભદ્રેશ્વરસૂરિના નામની ઉપયોગિતા ઘટી જાય છે. છતાં પરમ્પરા “ક્રમબદ્ધ' માનીને ચાલીએ તો પ્રસ્તુત ભદ્રેશ્વરસૂરિનો સમય ઈસ્વીસન્ની ૧૧મી સદીના પૂર્વાર્ધમાં સહેજે આવે. આ આઠમા, કે વિશેષ નિશ્ચયપૂર્વક સાતમા, ભદ્રેશ્વરસૂરિ પર કહાવલિના કર્તૃત્વનો કળશ ઢોળીએ તે પહેલાં કહાવલિની આંતરિક વસ્તુ તેમ જ તેની ભાષા અને શૈલીની અપેક્ષાએ શું સ્થિતિ છે તે ૫૨ વિચારીને જ નિર્ણય કરવો ઠીક રહેશે. પં માલવણિયાજીએ તારવ્યું છે તેમ કહાવલિકારે પાલિત્તસૂરિ (પ્રથમ)કૃત તરંગવઇકહા (ઈસ્વીસન્ની દ્વિતીય શતાબ્દીનો ઉત્તરાર્ધ વા અંત ભાગ), સંઘદાસ ગણ કારિત વસુદેવહિડી (છઠ્ઠો સૈકો મધ્યભાગ), તીર્થાવકાલિકપ્રકીર્ણક (ઈસ્વી છઠ્ઠી શતાબ્દી પૂર્વાર્ધ), આવશ્યકચૂર્ણિ (આ૰ ઈ. સ. ૬૦૦-૬૫૦), મહાનિશીથસૂત્ર (ઈસ્વી ૮મું શતક), ઇત્યાદિ પૂર્વ કૃતિઓનો ઉપયોગ કર્યો છે. તેમ તેમાં Page #5 -------------------------------------------------------------------------- ________________ કહાવલિ-કર્તા ભદ્રેશ્વરસૂરિના સમય વિશે પં. ભોજકે નિર્દેશ કર્યા અનુસાર, ચઉપન્નમહાપુરીસચરિય(ઈસ્વી ૯મા શતકનું ત્રીજું ચરણ)ના ‘‘વિબુધાનંદ નાટક”નો પણ પૂરી કૃતિ રૂપે સમાવેશ હોઈ તેનો પણ તેમાં પરિચય-પરામર્શ વરતાય છે. આથી એટલું તો ચોક્કસ કે ભદ્રેશ્વરસૂરિ ઈસ્વીસન્ ૮૭૫ પછી જ થયા છે. આ પ્રશ્ન ૫૨ સૂક્ષ્મતર વિચારણા હાથ ધરતાં પહેલાં ઉમાકાંત શાહ તથા પં૰ લાલચંદ્ર ગાંધી વચ્ચે કહાવલિના રચનાકાળ સંબંધમાં જે મતભેદ થયેલો તેના મુદ્દાઓ જોઈ લઈએ. પં. ગાંધી રાજગચ્છીય ભદ્રેશ્વરસૂરિ, જે સાન્દૂમંત્રી, સજ્જન દંડનાયક (અને એ કારણસર ચૌલુક્ય જયસિંહદેવ સિદ્ધરાજ)ના સમકાલીન છે, તેમને કહાવલિના કર્તા માને છે. આમ તેઓ તેને વિક્રમના ૧૨મા શતકના ઉત્તરાર્ધમાં (ઈસ્વી ૧૨મી શતાબ્દી પૂર્વાર્ધમાં) થયેલા માને છે૯. દા શાહે પ્રસ્તુત સમય હોવા સંબંધે સંદેહ પ્રકટ કરી ભદ્રેશ્વરસૂરિ એ કાળથી સારી રીતે વહેલા થઈ ગયા હોવા સંબંધમાં સાધાર ચર્ચા કરી છે॰. ખાસ કરીને જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણ માટે “સંપયં દેવલોયં ગઓ” [સામ્પ્રત રેવતો તો] એવો જે ચોક્કસ ઉલ્લેખ ભદ્રેશ્વરસૂરિએ કર્યો છે તે છે. એમનું એ સંદર્ભમાં ઠીક જ કહેવું છે કે “વિક્રમની અગિયારમી સદીના અંતમાં કે બારમી સદીના પૂર્વાર્ધમાં થયેલ ‘કહાવલિ’કાર એવો પ્રયોગ ન જ કરે એટલે ‘કહાવલિ’કાર બારમી સદી પહેલાં જ થઈ ગયા એ નિર્વિવાદ છે”૨૧. દા શાહના અનુરોધથી કેટલાંક અવતરણો તપાસી ડૉ. ભોગીલાલ સાંડેસરાએ પ્રસ્તુત કૃતિની પ્રાકૃત “વિક્રમના બારમા સૈકાથી ઘણી જૂની” હોવાનો અભિપ્રાય આપેલોર. તે પછી પં. ગાંધીએ વાળેલ ઉત્તરમાં દા ઉમાકાંત શાહની ચર્ચામાં ઉપસ્થિતિ થયેલ કેટલાક ગૌણ મુદ્દાઓનું તો ખંડન છે પણ ઉપર ટાંકેલ એમના બે મજબૂત મુદ્દાઓ સામે તેઓ કોઈ પ્રતીતિજનક વાંધાઓ રજૂ કરી શક્યા નથી. (દા. શાહે પોતાના પ્રત્યાવલોકનમાં પં ગાંધીનાં અવલોકનોમાં રહેલી આ નબળાઈઓ વિશે તે પછી સવિનય પણ દૃઢ ધ્વનિપૂર્વક ધ્યાન દોર્યું હતું.) १०७ દા શાહ તેમ જ દા૰ સાંડેસરાનાં અવલોકનો-અભિપ્રાયોને એમ સહેલાઈથી ઉવેખી નાખી શકાય નહીં. એને ધ્યાનપૂર્વક તેમ જ પૂરી સહાનુભૂતિથી નિરીક્ષવા ઘટે. તેમાં પહેલાં તો જિનભદ્રણવાળા મુદ્દા વિશે વિચારતાં તેનો ખુલાસો એ રીતે થઈ શકે કે ભદ્રેશ્વરસૂરિએ કોઈ સાતમા શતકના પ્રત્યક્ષ વા પરોક્ષ સ્રોતનો આધાર લીધો હશે. કેમકે તેઓ હરિભદ્રસૂરિ જ નહીં, શીલાંકદેવની પણ પાછળ થયા હોઈ તેઓ પોતે તો ‘સંપઈ દેવલોય ગઓ' એવા શબ્દો દેખીતી રીતે જ વાપરી શકે નહીં. આથી તાત્પર્ય એ જ નીકળે કે તેમણે પોતાની સામે રહેલ કોઈ પુરાણા સ્રોતનું વાક્ય યથાતથા ગ્રહણ કરેલું છે. બીજી બાજુ જોઈએ તો કહાવલિકારની પોતાની પ્રાકૃત, જે અનેક સ્થળે જોવા મળે છે, તે પ્રમાણમાં પ્રાચીન તો દેખાય જ છે, પણ તેને તો પ્રાચીન સ્રોતોના દીર્ઘકાલીન અને તીવ્રતર અનુશીલન-પરિશીલનને કારણે, પરંપરાગત બીબામાં ઢળાયેલી-ઘડાયેલી, અને જૂનવાણી રંગે તરબોળાયેલી પ્રૌઢી દર્શાવનાર Page #6 -------------------------------------------------------------------------- ________________ નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ માની શકાય. જ્યારે કેટલાંક વાક્યો, કંડિકાઓ આદિ જૂના સ્રોતોમાંથી સીધાં લઈ લીધાં હોય તો એને જ જોઈએ તો તેમની ભાષા પોતાની ભાષા જૂની હોવા સંભ્રમ થાય. હસ્તપ્રત જોતાં એટલું તો સ્પષ્ટ લાગે છે કે ભદ્રેશ્વરસૂરિની અભિવ્યક્તિમાં પરિષ્કાર અને વૈદગ્ધનો, કાવ્યત્વ અને આયોજનની સુશ્લિષ્ટતાનો, પ્રાયઃ અભાવ છે. પૂર્ણતલ્લગચ્છીંય ગુરુ-શિષ્ય દેવચંદ્રહેમચંદ્રસૂરિ કે બૃહદ્ગચ્છના નેમિચંદ્ર-આશ્રદતસૂરિ, ચંદ્રગચ્છના વર્ધમાનસૂરિ, અથવા ખરતરગચ્છીય જિનવલ્લભસૂરિ સરખા મધ્યકાલીન શ્વેતાંબર કર્તાઓની ઓજસ્વી ભાષા અને તેજસ્વી પરિસ્કૃત શૈલી સામે કહાવલિનાં પ્રાકૃત એવં શૈલ્યાદિને તુલવતાં એની જૂનવટ એકદમ આગળ તરી આવે છે. આથી દા૰ શાહ તથા દા. સાંડેસરાના કહાવલિની ભાષા સંબદ્ધ કથનો અમુકાંશે તથ્યપૂર્ણ જરૂર છે. પં૰ ગાંધીએ કહાવલિ ૧૨મા શતકની રચના હોવાનું કોઈ જ પ્રમાણ આપ્યું નથી. સમય સંબંધે એમની એ કેવળ ધારણા જ હતી અને તે અસિદ્ધ ઠરે છે. ૧૦૮ કહાવલિના સમયાંકનમાં નીચે રજૂ કરીશ તે મુદ્દાઓ એકદમ નિર્ણાયક નહીં તો યે ઠીક ઠીક સહાયક અને ઉપકારક જણાય છે. વિશેષ દૃઢતાપૂર્વકનો નિશ્ચય તો સમગ્ર કહાવલિનાં આકલન, પરીક્ષણ, અને વિશ્લેષણ દ્વારા પ્રાપ્ત થાય તે યુક્તિઓ દ્વારા જ થઈ શકે. (૧) ભદ્રેશ્વરસૂરિએ, ‘ક્ષમાશ્રમણ', ‘દિવાકર’, અને ‘વાચક' શબ્દને એકાર્યક માન્યા છેશ્ય : આમાં ‘ક્ષમાશ્રમણ’ અને ‘વાચક’ તો લાંબા સમયથી પ્રયોગમાં પર્યાયવાચી છે જ, પણ ‘દિવાકર’તો કેવળ બિરુદ જ છે, ઋષ્યંક નહીં; અને એ પણ સન્મતિપ્રકરણના કર્તા પ્રસિદ્ધ આચાર્ય સિદ્ધસેન(ઈસ્વીસનું પાંચમું શતક)ને છોડતાં બીજા કોઈ વાચક વા ક્ષમાશ્રમણ માટે ક્યાંયે અને ક્યારેય પ્રયુક્ત થયું નથી; એટલું જ નહીં, સિદ્ધસેન વિષયે આ બિરુદનો યાકિનીસૂનુ હરિભદ્રસૂરિ પૂર્વે કોઈએ ઉલ્લેખ વા પ્રયોગ કર્યો નથી, એ જ રીતે ‘વાદી’સાથે ‘વાચક’અને ‘ક્ષમાશ્રમણ' અભિધાનો એકાર્થક નથી. ‘વાચક’પ્રાયઃ આગમિક, અને ‘વાદી’ મુખ્યતયા તાર્કિક-દાર્શનિક, વિદ્વાન હોય છે. આથી ભદ્રેશ્વરસૂરિએ વાળેલ આ છબરડો તેમને બહુ પ્રાચીન આચાર્ય હોવા સંબંધમાં મોટો સંદેહ ઊભો કરે છે. (૨) કહાવલિ-કથિત ‘“પાદલિપ્તસૂરિકથા”માં ત્રણ, પણ જુદા જુદા સમયે થઈ ગયેલા, એકનામી સૂરીશ્વરોનાં ચરિત્રો ભેળવી દીધાં છે. આમાં પાદલિપ્તસૂરિ માનખેડ ગયાની જે વાત કહાવલિકારે નોંધી છે તે તો નિર્વાણલિકા તથા પુંડરીકપ્રકીર્ણકના કર્તા ત્રીજા પાદલિપ્તસૂરિને જ લાગુ પડી શકે. કેમકે માનખેડ (સંસ્કૃત માન્યખેટક, કન્નડ મળખેડ) રાષ્ટ્રકૂટ ગોવિંદ દ્વિતીયના સમયમાં બંધાવું શરૂ થયેલું અને અમોઘવર્ષ પ્રથમે ઈસ્વીસન્ ૮૧૫ બાદ (એલાપુર કે ઇલોરા અને જંબૂડ઼ેિથી) ત્યાં ગાદી ખસેડેલી; અને રાષ્ટ્રકૂટ કૃષ્ણ(તૃતીય)ને માનખેડમાં મળેલા ત્રીજા પાદલિપ્તસૂરિનો સમય ઈસ્વી ૯૨૫-૯૭૦ના ગાળામાં પડે છે. આથી સ્પષ્ટ છે કે ભદ્રેશ્વરસૂરિ તે સમયથી ઓછામાં ઓછું પચીસ-પચાસ વર્ષ બાદ જ થયા હોવા Page #7 -------------------------------------------------------------------------- ________________ કહાવલિક ભદ્રેશ્વરસૂરિના સમય વિશે ૧૦૯ જોઈએ. તેઓ ત્રીજા પાદલિપ્તસૂરિની તદ્દન સમીપવર્તી હોત તો તો આ ગોટાળાથી અમુકાશે મુક્ત રહી શક્યા હોત. આ જોતાં તો એમ લાગે છે કે તેઓ ઈ. સ. ૯૭૫-૧૦૨૫ના અરસામાં થઈ ગયા છે. એમના પોતાના લખાણના જૂના રંગઢંગ પણ આ સમયને પુષ્ટિકર છે. આ વાત સ્વીકારીએ તો ઉપર જે સાતમા (તથા આઠમા) ભદ્રેશ્વર વિશે કહી ગયા તેમનાથી કહાવલિકાર ત્રણ નહીં તોયે એકાદ બે પેઢી તો જયેષ્ઠ હોવાનો સંભવ છે. એમ જ હોય તો છેલ્લા કહ્યા તે બન્ને પ્રમાણમાં જૂના કાળના ભદ્રેશ્વરસૂરિઓથી પણ વધારે જૂના, કોઈ અન્ય, ભદ્રેશ્વર હોવા અંગે કંઈક સૂચન ક્યાંકથી પણ મળવું જરૂરી છે. વસ્તુત્યા આ પ્રાચીનતમ ભદ્રેશ્વર થયા હોવાનાં બે પ્રમાણ છે, જેના તરફ કહાવલિકાર વિશે વિચારનારા વિદ્વાનોનું ધ્યાન નથી ગયું. જેમકે ચંદ્રકુલના વર્ધમાનસૂરિના પ્રાકૃત ઋષભચરિત્રના કર્તા પોતાની ગુર્વાવલી ભદ્રેશ્વરસૂરિથી આરંભે છે. તેમાં પ્રસ્તુત સૂરિવર પછી મુનિચંદ્રસૂરિ, પછી કોઈ સૂરિ (જેમને લગતાં-પદ્ય-ચરણો ખંડિત છે, ત્યારબાદ “+ સૂરિ” (“નન્ન” હશે), તે પછી કોઈ-કવિ સૂરિ (જેમનું નામ ગયું છે, તે આવે છે. પ્રશસ્તિનો તે પછીનો ભાગ નષ્ટ થયો છે. સંભવ છે કે તેમાં રચના સંવત્ તથા કર્તાનું નામ (વઢમાણ ?) દીધાં હોય. જો તેમ હોય તો વર્ધમાનસૂરિથી (એકાદ વધુ નામ ઊડી ન ગયું હોય તો) પ્રસ્તુત ભદ્રેશ્વરસૂરિ ઓછામાં ઓછું પાંચમી પેઢીએ થાય : યથા : (૧) ભદ્રેશ્વરસૂરિ (૨) મુનિચંદ્રસૂરિ (૪) (ન)રસૂરિ (૫) (વર્ધમાનસૂરિ ?) પ્રશસ્તિની ભાષા અને શૈલી ૧૧મી સદીના આખરી ચરણ બાદનાં લાગતાં નથી. વસ્તુતયા એની રીતિ-પરિપાટી કહાવલિની પ્રાકૃત અને શૈલીની પરિપાટીનાં જ લક્ષણો ધરાવે છે. એ વાત ધ્યાનમાં લેતાં તો આ પરંપરામાં આરંભે આવતા ભદ્રેશ્વરસૂરિ કહાવલિકાર હોવાનો સંભવ છે. વર્ધમાનસૂરિથી તેઓ ઓછામાં ઓછું પાંચમી પેઢીએ થયા હોઈ તેમનો સરાસરી સમય ઈ. સ. ૯૭૫-૧૦૦૦ના અરસાનો ઘટી શકે. Page #8 -------------------------------------------------------------------------- ________________ નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ પ્રશસ્તિકાર વર્ધમાનસૂરિના સમયમાં એમની પરંપરાના મુનિઓ “ભદ્રેશ્વરગચ્છીય” ગણાતા હશે, કેમ કે ભદ્રેશ્વરસૂરિ-શિષ્ય મુનિચંદ્રસૂરિ માટે ‘એમના ગચ્છોદધિના વૃદ્ધિ કરનાર’ (Tોયટિપ્સ ડ્ડિરો) એવી વિશેષતા સૂચવી છે. પશ્ચિમ ભારતમાં રચાયેલી અનેક જૂની શ્વેતાંબર ગ્રંથ-પ્રશસ્તિઓ તેમ જ અભિલેખો જોઈ વળતાં તેમાં તો ભદ્રેશ્વરાચાર્યના નામથી શરૂ થયેલો કોઈ ગચ્છ નજરે પડતો નથી; પણ મથુરા, કે જ્યાંના સુવિશ્રુત જૈન સ્તૂપના દર્શને પશ્ચિમ ભારતના શ્વેતાંબર મુનિવરો મધ્યકાળ સુધી તો જતા આવતા અને પ્રતિમા-પ્રતિષ્ઠાઓ પણ કરાવતા, ત્યાંથી એક અતિ ખંડિત, પણ સદ્ભાગ્યે સાલ જાળવતા, પ્રતિમા-લેખમાં સં. ૧૬૦૪ શ્રી ભદ્રેશ્વરાવાર્થા મિહિત... એટલો, પણ મહત્ત્વપૂર્ણ, ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. આ લેખ પરથી સિદ્ધ થાય છે કે ઈ સ ૧૦૪૮માં ‘ભદ્રેશ્વરાચાર્યગચ્છ’ વિદ્યમાન હતો અને તે પ્રસ્તુત મિતિ પૂર્વે સ્થપાઈ ચૂકેલો. આ ‘ભદ્રેશ્વરાચાર્ય ગચ્છ ઉપરચર્ચિત વર્ધમાનસૂરિના પૂર્વજ ભદ્રેશ્વરસૂરિના નામથી નીકળ્યો હોવાનો સંભવ છે. ૧૧૦ સમગ્ર રીતે જોતાં જેના નામથી ગચ્છ નીકળ્યો છે તે જ ભદ્રેશ્વરસૂરિ કહાવલિના કર્તા હોવાનું સંભવિત જણાય છે. કહાવલિના આંતર-પરીક્ષણથી નિશ્ચિત બનતી ઈ. સ. ૯૭૫ની પૂર્વસીમા, અભિલેખથી નિર્ણીત થતી ભદ્રેશ્વરાચાર્યગચ્છની ઈ. સ. ૧૦૪૮ની ઉત્તરાધે, તેમ જ વર્ધમાનસૂરિની પ્રશસ્તિથી સૂચવાતો ભદ્રેશ્વરસૂરિનો સરાસરી ઈસ્વીસન્ ૯૭૫-૧૦૦૦ના અરસાનો સમય, અને એ કાળે અન્ય કોઈ ભદ્રેશ્વરસૂરિ અભિધાનક આચાર્યની અનુપસ્થિતિ, એ સૌ સંયોગોનો મેળ જોતાં તો લાગે છે કે સંદર્ભગત ભદ્રેશ્વરસૂરિની મુનિરૂપેણ કાલાવિધ ઈ સ ૯૦૫-૧૦૨૫ના ગાળામાં સીમિત થવી ઘટે અને એથી કહાવલિનો અંદાજે રચનાકાળ ઈ. સ. ૧૦૦૦ના અરસાનો હોય તેવું નિર્બાધ ફલિત થઈ શકે છે. લેખ સમાપનમાં એક નાનકડું અનુમાન ઉમેરણરૂપે રજૂ કરવું અયુક્ત નહીં જણાય. કહાવલિના વિનષ્ટ દ્વિતીય પરિચ્છેદમાં શું વિષય હશે તે અંગે વિચારતાં લાગે છે કે તેમાં જૈન દંતકથાગત પુરુષોનાં ચરિત્રો અતિરિક્ત હરિભદ્રસૂરિના સમયમાં થઈ ગયેલા (પણ તેમનાથી લઘુવયસ્ક) કૃષ્ણર્ષિ, ત્યારબાદ શીલસૂરિ (શીલાચાર્ય કિંવા શીલાંસૂરિ), અને સિદ્ધર્ષિનાં વૃત્તાંત હશે. કદાચ ભક્તામરસ્તોત્રકાર માનતુંગસૂરિ (અને વાયટગચ્છીય જીવદેવસૂરિ ?) વિશે પણ ચરિત્રચિત્રણ હોય. (પ્રભાવકચરિતમાં આ વિશેષ ચરિત્રો મળે છે.) કહાવલિ બૃહદ્કાય ગ્રંથ હોઈ, તેમ જ તેનાં ભાષા-શૈલી સાધારણ કોટીનાં એવં જૂનવાણી હોઈ, પ્રભાવકચરિત જેવા ગ્રંથો બની ગયા બાદ તેનું મૂલ્ય ઘટી જતાં તેની પછીથી ઝાઝી પ્રતિલિપિઓ બની જણાતી નથી. એથી જ તો આજે આ ગ્રંથની હસ્તપ્રતો દુષ્પ્રાપ્ય બની જણાય છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ કાલિકાં ભરેારસૂરિના સમય વિશે ટિપ્પણો : ૧. કહાવલિની પ્રથમ પરિચ્છેદના બે ખંડ ધરાવતી સં. ૧૪૯૭ / ઈ. સ. ૧૪૭૧ની પ્રત માટે જુઓ C.D.Dalal (& L.B.gandhià, A Descriptive Catalogue of Manuscripts in the Jaina Bhandars at Pattan, Gaekwad's Oriental Series No. LXXVI, Baroda 1937, P. 244. આ મૂળ અને અન્ય પ્રતો તેમ જ તેની નકલોની વિગતવાર નોંધ માટે જુઓ . દલસુખ માલવાળીયાના અભ્યસનીય લેખ “Ön Bhadreśvarasürl's Kahavali," Indologica Turinensica, vol. X1, Torino 1983, pp. 77-95. ૨. 'વિશેષાવશ્યકભાષ્યકાર શ્રી. જિનભદ્રગતિ માશ્રમના સ્વહસ્તે પ્રતિષ્ઠિત પ્રાચીન જૈન પ્રતિમાઓ," શ્રી જૈન સત્ય પ્રકાશ ૧૭.૪ (૧૫.૧.૫૨), પૃ. ૮૯-૯૧. ૧૧૧ ૩. જુઓ એમનો અન્ય લેખ સંદર્ભ "Jaina Iconography : A Brief Survey," મતીય પુરાતત્ત્વ (પુરાતત્ત્વાયાર્ક મુનિ જિનવિજય અભિનંદન ગ્રંથ, જયપુર ૧૯૭૧, પૃ ૨૦૩, ૪. “પ્રાયો વિશ્વનીય દ્વારા તાવા તરાર્ધે વિદ્યમાન કરેધસૂરિ પ્રાકૃતભાષામથ્થો વાવો ... ઇત્યાદિ. જુઓ દ્વાવારનવ=મ્ ગાયકવાડ પ્રાચ્ય ગ્રંથમાલા (ચં. ૧૧૬) વટપદ્ર ૧૯૫૨, ‘પ્રસ્તાવના’ પૃ- ૯. ૫. પ્રસ્તુત ગ્રંથની સંપાદકીય ‘પ્રસ્તાવના' પ્રાકૃત ગ્રંથ પરિષદ ગ્રંથાંક ૩, વારાણસી ૧૯૬૧, પૃ. ૪૧. ૬. ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, ગ્રંથ ૪, ‘સોલંકીકાલ “ભાષા અને સાહિત્ય", અમદાવાદ ૧૯૭૬, પૃ. ૨૯૮-૨૯૯. ૭. “On Bhadreswarasuris.," pp. 79-81 ૮. આમ તો આ ભદ્રેશ્વરસૂરિની ખાસ કોઈ રચના મળતી નથી. દેવસૂરિની હયાતીમાં તો તેઓ તેમના સહાયક રૂપે દેખા દે છે. દેવસૂરિની ઈસ્વીસન્ ૧૧૭૦માં થયેલ દેવતિ બાદ તેઓ આચાર્ય રૂપે આગળ આવેલા. ૯. ઉપલબ્ધ પ્રથમ પરિચ્છેદનું ગ્રંથમાન ૨૩૮૦૦ શ્લોકપ્રમાણ છે. બીજો પરિચ્છેદ લભ્યમાન હશે ત્યારે પૂરો ગ્રંથ તો બહુ જ મોટા કદનો હશે. ૧૦. અહીં તો હું આવશ્યક હશે, ચર્ચાને ઉપકારક હશે, તેટલામાં જ ઓત-સંદર્ભો યથાસ્થાને ટાંકીશ. ૧૧. મવાદી સંબદ્ધ કનક-ચરિત-પ્રબંધાદિમાંથી એકત્ર કરેલ પાઠો માટે જુઓ પંત લાલચંદ્ર ગાંધી, ‘પ્રસ્તાવના’ પૃ. ૧૧-૨૧, તથા મુનિ જંબૂવિજય, ચમ, ભાવનગર ૧૯૯૬, (સંસ્કૃત) ‘પ્રસ્તાવના', પૃ. ૧૧-૧૪, ૧૨. આખ્યાનકમણિકોશવૃત્તિ અંતર્ગત દીધેલા પાઠના મૂળસ્થાન માટે જુઓ પં. અમૃતલાલ ભોજક, પ્રાકૃત ગ્રંથ પરિષદ ગ્રંથાંક ૫, વારાણસી ૧૯૬૨, પૃ ૧૭૨-૧૭૩. તથા કહાવલિના પાઠ માટે જુઓ જંબૂવિજયજી, પૃ. ૧૧-૧૩. ૧૩. જુઓ Dalal, A Descriptive Catalogue., શ્રેયાંસનાથપરિત્ર of Devaprabhasüri, pp. 244 46. ૧૪. મોહનલાલ દલીચંદ દેશાઈ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૨, કંડિકા ૫૭૧, પૃ૰ ૩૯૭, Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ર નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ 94. Ed. Muni Punyavijaya, Catalogue of Palm leaf Manuscripts in the śāntinātha Jain Bhandara, Cambry (pt-1), Gos No. 135, Baroda 1961, રાધ્યયન સુવવધા વૃત્તિ-પ્રાપ્તિ p. 117-118. ચંદ્રગચ્છ નન્નસૂરિ વાદિસૂરિ સર્વદેવ પ્રદ્યુમ્ન ભદ્રેશ્વર દેવભદ્ર (પ્રથમ) સિદ્ધન યશોદેવ માનદેવ રત્નપ્રભ દેવભદ્ર (દ્વિતીય) રત્નાકરસૂરિ (પ્રશસ્તિ સં. ૧૩૦૮ ! ઈ. સ૧૨૫૨) ૧૭. અગરચંદ નાહટા, “નવ આચાર્યોની એક સંયુક્ત મૂર્તિ,” શ્રી જૈન સત્ય પ્રકાશ, વર્ષ ૧૯, ક્રમાંક ૨૧૮ ૨૧૯, અંક ૨-૩, ૧૫.૨ ૧૯૫૩, પૃ. ૩૧-૩૪ તથા Title page (2). 96. Malvaniya, "On Bhadreśvarasuri's., p. 81. ૧૯. “પ્રાચીન વટપદ્રના ઉલ્લેખો,” સુવાસ, સં ૧૯૯૪, વૈશાખ : (ઈ. સ. ૧૯૩૮, મે માસ). ૨૦. ઉમાકાંત પ્રેમચંદ શાહ, “વિશેષ આવશ્યક ભાષ્યકાર શ્રી જિનપ્રભગણિ ક્ષમાશ્રમણના સ્વહસ્તે પ્રતિષ્ઠિત - પ્રાચીન જૈન પ્રતિમાઓ,” શ્રી જૈન સત્યપ્રકાશ વર્ષ ૧૭, અંક ૪, ક્રમાંક ૧૯૬, ૧૫.૧.૫૨, પૃ. ૮૯-૯૧. ૨૧. એજન, પૃ. ૯૧. ૨૨. એજન, પૃ. ૯૦. Page #11 -------------------------------------------------------------------------- ________________ કહાવલિક ભદ્રેશ્વરસૂરિના સમય વિશે 113 23. “શ્રી ભદ્રેશ્વરસૂરિની કહાવલિ,” શ્રી જૈન સત્ય પ્રકાશ વર્ષ 17, અંક 5-6, ક્રમાંક 197-198, 15.3 પર, પૃ. 110-112. 24. “શ્રી ભદ્રેશ્વરસૂરિની કહાવલિ વિશે વધુ ખુલાસો,” શ્રી જૈન સત્ય પ્રકાશ, વર્ષ 17, અંક 8-9, ક્રમાંક 199-200, 15.6.52 Title page (3) તથા અનુસંધાન, પૃ 168. 25. वायग समाणस्था य समण्णउ वाई-खमासमण-दिवायरा, भणियं च वाइ खमासमणो दिवायरो वायगो त्ति एगउ / पुव्वगयं जस्सेसं तस्सिमे णामे // ર૬. પં. માલવણિયાજીએ કંઈક આ સંબંધમાં ક્યાંક ચર્ચા કરી હોવાનું સ્મરણ છે. પણ સ્રોત હવે સ્મરણમાં આવતું નથી. 29. Dalal, GOS No. LXXVI, pp. 169-170. 36. V.S. Agarawal, Mathura Museum Catalogue, pt. III, Varanasi 1963, p. 25. નિ, ઐ, ભા. 1-15