SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ નિન્જ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ આ અપૂર્ણ-લબ્ધ પણ ઉપયોગી એવા બૃહક્કાયલ કથા-ગ્રંથનું પ્રા. હરિવલ્લભ ભાયાણી તથા દાઢ રમણીક શાહ સંપાદન કરી રહ્યા છે. એમની વિદ્વત્તાપૂર્ણ, વિસ્તૃત, અને વિશદ પ્રસ્તાવનામાં થનાર કહાવલિના અનેકવિધ પાસાંઓની છણાવટમાં ભદ્રેશ્વરસૂરિના કાળ વિષયે પણ સવિસ્તાર ચર્ચા થશે. આથી હું તો અહીં કેવળ મૂલગત ઐતિહાસિક સમસ્યાઓ વિશે જે વાતો પ્રાથમિક દૃષ્ટિએ ધ્યાનમાં આવે છે તે, લભ્ય બની શક્યાં છે તે પ્રમાણોના આધારે, રજૂ કરીશ. | ઉપલબ્ધ ગ્રંથ-પ્રશસ્તિઓ અને પુષ્પિકાઓ તેમ જ અભિલેખો જોઈ વળતાં ત્યાં તો મધ્યકાળમાં થયેલા ભિન્ન ભિન્ન ગચ્છના અનેક ભદ્રેશ્વરસૂરિઓનાં નામ નજરે પડે છે એમાંથી કયા ભદ્રેશ્વરસૂરિએ કહાવલિ રચી હશે તે શોધવું આમ તો કપરું છે, પણ પ્રયત્ન કરી જોવામાં ખોટું નથી. અંતિમ નિર્ણય ભવિષ્ય પર છોડવો ઘટે. કહાવલિના આંતર-પરીક્ષણથી ફલિત થતા કોઈ કોઈ મુદ્દાઓ કેટલેક અંશે પ્રાથમિક કાળ-નિર્ણયમાં સહાયક બને છે ખરા. આ ચર્ચામાં ૧૨મા શતક પછી થઈ ગયેલા ભદ્રેશ્વર નામધારી સૂરિઓને છોડી દીધા છે, કેમકે કોઈ જ વિદ્વાનું કહાવલિને ૧૨મા શતક પછીની રચના હોવાનું માનતા નથી. સ્વયં કહાવલિ–એ મોડેની રચના હોઈ શકવાનો—-એની અંદરની વસ્તુ, ભાષા, તેમ જ શૈલી આદિનાં લક્ષણો અન્વયે અપવાદ કરે છે. અહીં એથી ૧૨મા શતકમાં, તેમ જ તેથી પહેલાં થઈ ગયેલા, “ભદ્રેશ્વર' નામક સૂરિઓની જ સૂચિ આપી ગવેષણાનો આરંભ કરીશું. ઈસ્વીસન્ના ૧૧મા-૧૨મા શતક દરમિયાન પ્રસ્તુત અભિધાનધારી આઠેક સૂરિઓ થઈ ગયા સંબંધે નોંધો મળે છે યથા : (૧) બૃહદ્રગચ્છીય વાદીન્દ્ર દેવસૂરિના શિષ્ય (આ૦ ઈ. સ૧૧૫-૧૨00); (૨) મંડલિમંડન મહાવીરદેવના પ્રતિષ્ઠાપક, ચંદ્રગથ્વીય દેવેન્દ્રસૂરિના શિષ્ય (ઈસ્વી. ૧૨માં શતકનો ઉત્તરાર્ધ); (૩) પૌર્ણમિક ધર્મઘોષસૂરિના શિષ્ય (આ. ઈ. સ. ૧૧૧૦-૧૧૫૦); (૪) રાજગચ્છીય ચંદ્રપ્રભસૂરિના વિનય (આત ઈ. સ. ૧૦૯૦-૧૧૩૦); (૫) ચંદ્રગથ્વીય દેવેન્દ્રસૂરિથી સાતમી પેઢીએ થઈ ગયેલા ભદ્રેશ્વરાચાર્ય (આ. ઈ. સ. ૧૦૭૦-૧૧૦૦); (૬) અજ્ઞાત (ચંદ્ર ?)ગચ્છીય પરમાનંદસૂરિથી ચોથી પેઢીએ થઈ ગયેલા પૂર્વાચાર્ય (આ૦ ઈ. સ. ૧૦૭૦-૧૧૦૦); Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249359
Book TitleKahavali Kartta Bhadreshwarsuri na Samay Vishe
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherZ_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2
Publication Year2002
Total Pages11
LanguageGujarati
ClassificationArticle & History
File Size447 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy