________________
કાવલિનકર્તા ભદ્રેશ્વરસૂરિના સમય વિશે
૧૦૫
(૭) ચંદ્રગચ્છીય રત્નાકરસૂરિથી ગુરુક્રમમાં સાતમા પૂર્વજ (આ૦ ઈ. સ. ૧૦૫૦-૧૧00); અને (૮) ઉજ્જૈનના સં. ૧૩૩૨ ઈ. સ. ૧૨૭૬ના ગુરુમૂર્તિ-લેખના ૯ આચાર્યોમાં પ્રથમ (આ. ઈ. સ. ૧૦૦૦-૧૦૨૫?)
આગળ અવગાહન કરતાં પહેલાં સાંપ્રત ચર્ચાને ઉપકારક એક વાતની નોંધ લેવી આવશ્યક છે. બૃહચ્છીય આપ્રદત્તસૂરિની આખ્યાનકમણિકોશ-વૃત્તિ(સં. ૧૧૮૯ { ઈ. સ. ૧૧૩૩)માં દીધેલ સિદ્ધસેન દિવાકરનું સંક્ષિપ્ત વૃત્તાંત કહાવલિકારના સમાંતર કથાનકને વસ્તુ અને વિગતની દૃષ્ટિએ ઘણું જ મળતું આવે છે, અને તેમાં અપાયેલ મલ્લવાદિની કથા તો કહાવલિમાં જોવા મળતા પ્રસ્તુત કથાનકની પરિષ્કૃત, સંમાજિત પણ અન્યથા બિંબ-પ્રતિબિંબ શી રજૂઆત માત્ર છે. આથી કહાવલિના કર્તા ન તો ઉપરના ક્રમાંક ૧ વાળા બૃહદ્ગચ્છીય ભદ્રેશ્વરસૂરિ, કે ન તો ક્રમાંક ૨ માં ઉલ્લિખિત ચંદ્રગચ્છીય ભદ્રેશ્વરસૂરિ હોઈ શકે, કેમકે તે બન્ને સૂરિવરોનો સમય વૃત્તિકાર આમ્રદત્તસૂરિ પછીનો છે. આ કારણસર બાકીના છ ભદ્રેશ્વર નામધારી સૂરિઓમાંથી કોઈ કહાવલિકાર હોવાની સંભાવના હોય તો તે તપાસવું ઘટે.
આમાંથી ક્રમાંક ૩ વાળા (પૌર્ણમિક) ભદ્રેશ્વરસૂરિ તો આગ્રદત્તસૂરિના સમકાલિક હોઈ તેમને પણ છોડી દેવા પડશે. હવે જોઈએ ક્રમાંક ૪ વાળા રાજગચ્છીય ભદ્રેશ્વરસૂરિ. તેમના ઉપદેશથી સજ્જન દંડનાયકે ઉજ્જયંતતીર્થનો પુનરુદ્ધાર (સં. ૧૧૮૫ ઈ. સ. ૧૧૨૯) કરાવેલો તેવી પરોક્ષ અને સીધી નોંધો મળે છે. રાજગરચ્છના પ્રશસ્તિકારો પ્રસ્તુત ભદ્રેશ્વરસૂરિ “તપસ્વી” હોવાના તેમ જ તેમના સદોપદેશથી વટપદ્ર(વડોદરા)માં યાદગાર રથયાત્રાઓ સાર્મંત્રી તેમ જ (ઉપર કથિત) સજ્જન મંત્રીએ કાઢેલી તેવા પણ ઉલ્લેખ કરે છે. પં. લાલચંદ્ર ગાંધી જો કે આ ભદ્રેશ્વરસૂરિને કહાવલિના કર્તા માને છે, પણ પ્રશસ્તિકારોએ તો તેમણે આવી રચના કરી હોવાનો કોઈ જ નિર્દેશ દીધો નથી. વિશેષમાં આ સૂરિ પણ આશ્રદત્તસૂરિના સમકાલિક જ છે. કહાવલિ તો અનેક કારણોસર ૧૨મા શતકથી વિશેષ પુરાતન લાગતી હોઈ આ રાજગચ્છીય ભદ્રેશ્વરસૂરિ પણ તેના કર્તા હોવાનો સંભવ નથી.
છેલ્લા કહ્યા તે બન્ને સૂરિવરોથી થોડા દાયકા અગાઉ થઈ ગયેલા, અને એથી ૧૧માં શતકના આખરી ચરણમાં મૂકી શકાય તેવા, બે ભદ્રેશ્વરસૂરિ થયેલા છે. એક તો જેમની પરિપાટીમાં દેવેન્દ્રસૂરિ (ઉપમિતિભવપ્રપંચાકથાસારોદ્ધારકાર) (સં. ૧૨૯૮ | ઈ. સ. ૧૨૪૨) થઈ ગયા તે (અહીં ક્રમાંક ૫); બીજા તે અજ્ઞાત (કદાચ ચંદ્રગથ્વીય) પરમાનંદસૂરિ(સં. ૧૨૨૧ ? ઈ. સ. ૧૧૬પ)ના ચોથા પૂર્વજ ભદ્રેશ્વર (અહીં ક્રમાંક ૬), પણ કહાવલિ આ બેમાંથી એકેયે રચી હોય તેવા સગડ એમના સંબંધમાં રચાયેલ પ્રશસ્તિઓમાંથી જડતા નથી વસ્તુતયા કહાવલિ તો તેમના સમયથી પણ પ્રાચીન હોવાનું ભાસે છે.
નિ, ઐ, ભા. ૧-૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org