Book Title: Kadambari Part 02
Author(s): Hitvardhanvijay
Publisher: Kusum Amrut Trust

View full book text
Previous | Next

Page 237
________________ | | પરિશિષ્ટ | (અત્રે પૂ. મહોપાધ્યાય શ્રી સિદ્ધિચંદ્ર ગણિવર દ્વારા વિનિર્મિત ગુજરાતી કાદંબરી' રજૂ કરવામાં આવે છે. પ્રાચીન હસ્તપ્રતોમાં સચવાયેલી જૈન ઉપાધ્યાયજીની આ કૃતિ ક્યાંથી અને કઈ રીતે પ્રાપ્ત થઈ એનો ઈતિહાસ પ્રારંભમાં આલેખવામાં આવ્યો છે. એ સાથે કુતિકાર મહાપુરુષનો પરિચય પણ આ ઉપોદઘાતમાંથી પ્રાપ્ત થાય છે. આટલી ભૂમિકા પૂર્ણ થયાં બાદ વિક્રમના અઢારમાં સૈકામાં જેવી ગુર્જરગિરા પ્રચલિત હતી તેવી પ્રાચ્ય ગુજરાતી ભાષામાં ગુંથાયેલું “ગુજરાતી કાદંબરી' કાવ્યનું ગઘ યથાવત્ પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ ઉપઘાત તેમજ ગુજરાતી કાદંબરી' બન્નેય પુરાતત્વ સામયિકના વિ.સં ૧૯૮૩ના ચોથા અંકમાંથી સાભાર અવતરણ કરીએ છીએ. - સંપાદક) ( संक्षिप्त गूजराती कादंबरी कथानक) (આચાર્ય : શ્રીજિનવિજય) પાલણપુરમાં ડાયરાના જૈન ઉપાશ્રયમાં એક જૂનો ગ્રંથ ભંડાર છે. તેમાંથી આ નીચે આપેલા સંક્ષિપ્ત કાદમ્બરી કથાનકની પ્રતિ મળી આવી છે. મુનિવર શ્રી ધીરવિજયજીની કૃપાથી એ પ્રતિની પ્રાપ્તિ થઈ એને પ્રકટ કરવાનો યોગ મળ્યો. પ્રતિના પાનાની સંખ્યા ૮ છે. વિ.સં. ૧૭૪૭ના પોષ વદિ-૧૩ શનિવારના દિવસે પાટણમાં લખવામાં આવેલી છે. લખનારનું નામ નથી. લહિયાના અક્ષરો સુંદર અને સ્પષ્ટ છે. મહાકવિ બાણભટ્ટની મૂળ કાદમ્બરી કથા ઘણી વિસ્તૃત અને બહુ કઠિણ છે તેથી એ કવિની કથા કલ્પનાનો ટુંકમાં પરિચય થાય તેટલા માટે સંસ્કૃતમાં અને બીજી દેશ ભાષાઓમાં એના અનેક સંક્ષેપો અને સારાંશો રચાયા-લખાયા છે. આપણી ગુર્જરગિરામાં કવિ ભાલણે પદ્યબંધ કાદમ્બરીની રચના કરીને ગુજરાતના કથારસિક મુગ્ધ શ્રોતાઓને, લગભગ ૪૦૦ વર્ષ ઉપર એ કથાનું મધુર શ્રવણ કરાવ્યું છે. ભાલણની કૃતિ પદ્યબદ્ધ હોવાથી તેમજ પ્રમાણમાં મોટી અને જરા કાવ્યગાંભીર્યવાળી હોવાથી સર્વસાધારણ-આબાલ-ગોપાલને તેનું વાચન-શ્રવણ વધુ સુલભ ન જણાય એ દેખીતું છે અને તેથી તેવા વર્ગને માટે મહોપાધ્યાય સિદ્ધિચંદ્ર સરલ ગદ્યમાં આ સંક્ષિપ્ત કાદમ્બરી કથાનકની રચના કરી હોય એમ લાગે છે. જેમ બાલવર્ગના બોધને માટે બાલ મહાભારત, બાલ રામાયણ વગેરે પ્રબંધોની રચના થયેલી છે તેવી જ આ કાદમ્બરીની રચના છે અને તેથી એને આપણે બાલ કાદમ્બરીનું ઉપનામ આપીએ તો તે વધુ યોગ્ય જણાશે. આના કર્તા મહોપાધ્યાય સિદ્ધિચંદ્ર જૈન વિદ્વાન છે અને તે મહોપાધ્યાય ભાનુચંદ્રના પ્રધાન શિષ્ય થાય છે. આ બંને ગુરુ-શિષ્યો તે જ છે જેમણે બાણની મૂળ કાદમ્બરી કથા ઉપર વિસ્તૃત અને ઉત્કૃષ્ટ સંસ્કૃત ટીકા લખી છે. મહોપાધ્યાય સિદ્ધિચંદ્ર બહુ મોટા વિદ્વાન્ હતા. સંસ્કૃત ભાષાના તે પારગામી પંડિત હતા. એની પ્રતીતિ તો એમની રચેલી કાદમ્બરીની ટીકા જોવાથી જ થઈ જાય તેમ છે; પણ એ ઉપરાંત એ ફારસી ભાષાના પણ બહુ સારા અભ્યાસી હોય એમ, એમણે કરેલા, પોતાની કૃતિઓમાંના ઉલ્લેખો પરથી જણાય છે. ભાનચંદ્ર અને સિદ્ધિચંદ્ર બંને અકબર બાદશાહના દરબારમાં ઘણાં વર્ષો સુધી રહ્યા હતા. અકબરને સૂર્ય તરફ ઘણી ભક્તિ હતી અને તેથી તેની ઈચ્છાથી ભાનુચંદ્રજીએ સૂર્યના એક હજાર નામવાળું એક સંસ્કૃત સ્તોત્ર બનાવ્યું અને દરરોજ તેનો પાઠ અકબરને તે સંભળાવતા. આથી એમના માટે પ્રસ્તુત કથાનકની છેવટે, તેમજ બીજા પણ ઘણા ગ્રંથોમાં પતશાહ અવર નાજુકુલીન શ્રીસૂર્યસહનામાથ્થાપવા એવું વિશેષણ વાપરવામાં આવે છે. આ ભાનુચંદ્રના નામનો નિર્દેશ, અકબરના મુખ્ય પ્રધાન શેખ અબુલફજલે પોતાના આઈન-એ-અકબરી નામના ગ્રંથમાં, અકબરના દરબારના એક ઉલ્લેખ યોગ્ય વિદ્વાન તરીકે કર્યો છે. તેમજ જહાંગીર બાદશાહે જાતે લખેલા જહાંગીરનામામાં પણ કર્યો છે. કાદંબરીની ટીકા લખવાની મૂળ શરૂઆત ભાનુચંદ્રજીએ કરેલી; પણ કવિ બાણની માફક એ ટીકાનો પૂર્વભાગ જ એ લખી રહ્યા &ાવવી N રશિષ્ટ)

Loading...

Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242 243 244 245 246