Book Title: Kacchni Gaurav Gatha Gatu Kotharanu Jina Chaitya
Author(s): Chandubha R Jadeja
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 3
________________ afsad video slais cess-de-I sits : fessive :તૂiss files of d ried whes ses of Als, દહેરાસરનું કામ સં. ૧૯૧૪માં શરૂ કરી, ૧૯૧૮માં પૂરું કરવામાં આવ્યું. આ કામ માટે મુખ્ય ફાળે, કેરી આઠ લાખ શેઠશ્રી વેલજી માલુએ અને કોરી છ લાખ શેઠશ્રી શિવજી નેણશીએ આપેલી, તેમ જ જમીન પણ આ બન્ને મહાનુભાવોની હેવાથી દહેરાસર ઉપર આ બન્ને શ્રેષ્ઠીવર્યોનાં નામ રાખવામાં આવ્યાં. શેઠશ્રી કેશવજી નાયકને એમાં બે લાખ કોરીનો ફાળો હોવાથી એકંદરે સોળ લાખ કોરીને ખર્ચ એ અરસામાં આ જિનાલય પાછળ કરવામાં આવ્યો છે. વળી આ દેરાસરનું કામ શેઠશ્રી શીવજી નેણશીએ પિતાની જાત દેખરેખ નીચે દેશમાં રહી કરાવેલું છે. દહેરાસરના રંગમંડપમાં કાચનું કામ પણ બહુ સુંદર કહી શકાય તેવું છે. ગર્ભગૃહ . મંડપ અને દરસણીમાં તશ્યામ સંગેમરમરની લાદીઓ પાથરવામાં આવેલી છે. ઉપરના ભાગમાં એક મોટો ઘટ છે, જેને લાભ ઘંટારવ (અવાજ) ત્રણેક માઈલ ઉપર તે સહેલાઈથી સંભળાય છે. આ દહેરાસરની કલ્યાણ ટૂંકમાં અન્ય જે ભાગ્યશાળી મહાનુભાવ શેઠિયાઓએ દેવકુલ-દહેઓ બંધાવ્યાં છે, એમનાં નામ આ પ્રમાણે છે: શ્રી પાંડુભાઈ તેજશી, શ્રી ત્રિકમજી વેલજી, શ્રી પદમશી વીરજી, શ્રી શામજી હેમરાજ, શ્રી પરબત લધા અને શ્રી લાલજી મેઘજી. સંપૂર્ણ જિનાલય તૈયાર થયા બાદ આ ત્રણે શ્રેષ્ટિવર્યોએ મુંબઈથી શ્રી શત્રજ્યગિરિનો સંઘ કાઢયો. શ્રી સિદ્ધગિરિની વંદના બાદ, સંઘ સહિત કચ્છમાં આવી, દહેરાસરજીમાં ભગવંતનાં બિંબની પ્રતિષ્ઠાવિધિ કરાવી. અઠ્ઠાઈ મહત્સવનું ઉજમણું નક્કી કર્યું. અચલગચ્છાધિપતિ શ્રી રત્નસાગરસૂરિજી તેમ જ અન્ય શ્રમણ સમુદાય સહિત કુલ ૧૧૦રની જનસંખ્યા ધરાવતે સંઘ પાલીતાણાની યાત્રા કરી વળતાં કચ્છમાં આવ્યો. શેઠશ્રી કેશવજી નાયક અંગ્રેજ સરકારને મન અને દેશી રજવાડામાં પણ, એમની ઉદારવૃત્તિ અને અવિરતિ દાનને કારણે રાજ્યમાન રાજેશ્વરી હોવાથી, રસ્તામાં રાજામહારાજાઓ તેમ જ શ્રીસંઘે દ્વારા તેમનું ઠેરઠેર બહુમાન કરવામાં આવ્યું. સલામ ભરીયે શેઠજી, ટોપીવાળા તમામ; ગઢપત ગામેગામ, ગુણ સંભારી ગરાસિયા. [3] શાતાપૂર્વક યાત્રા કરી સંઘ કચ્છમાં આવ્યું. અહીં પણ ભવ્ય સામૈયું કરવામાં આવ્યું. સાકર તેમ જ થાળની લડાણ કરવામાં આવી. ત્યાર પછી શ્રી રત્નસાગરસૂરિજી પાસે મુહૂત જેવડાવી સંવત ૧૯૧૮ના મહા સુદ 13, બુધવારના વિજ્યમુહૂર્તે શ્રી રત્ન અમારા આર્ય કાયાણlોલમમ્મતિરાંથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3