Book Title: Kacchni Gaurav Gatha Gatu Kotharanu Jina Chaitya
Author(s): Chandubha R Jadeja
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 1
________________ કચ્છની ગૌરવગાથા ગાતુ કોઠારાનું જિનચૈત્ય – ચંદુભા રતનિસંહ જાડેજા કચ્છ પ્રદેશનાં જે કોઈ ગામે અથવા શહેરોમાં જિનાલયેા અર્થાત્ જિનચૈત્યેા છે, તે સવ ચૈત્યા સુંદર શિલ્પાકૃતિ ધરાવે છે. તેમાં પણ અબડાસા વિભાગના સુથરી, કોઠારા, જખૌ, નળિયા, તેરા આ પાંચ ગામનાં જિનમંદિરે પચતીથીમાં ગણાય છે. તદુપરાંત સાંધાણુનું દહેરાસર પણ એની તુલનામાં આવે ખરું! આ સ જિનપ્રાસાદો સર્વોત્તમ શિલ્પાકૃતિવાળા અને ભવ્ય છે. તેમાં પણુ, કોઠારાના જિનાલયની · કલ્યાણુ ટૂંક. ' ટૂંક એટલે એકથી વધારે દહેરાસરેનું જૂથ. એ રીતે જખૌનાં દહેરાંને ‘ રત્ન ટૂંક' કહેવામાં આવે છે. આમ કચ્છનાં ઘણાં અન્ય જૈન વૈષ્ણવ 'દિ પ્રાચીન અને ભવ્ય હોવા છતાં સૌમાં શ્રેષ્ઠ, ભવ્ય અને સુંદર શિલ્પને કારણે કાઠારાના જિનાલયને આગવુ સ્થાન આપવામાં આવે છે. આ જિનપ્રાસાદને જોતાં એમ જણાય છે કે, આખુ કે શિલ્પશાસ્ત્ર મૂર્તિમાન કરવાને માટે જાણે કુશળ શિલ્પીએએ અહીં કંડારી લીધુ હાય, એવા દન કરનાર સહૃદયને આભાસ થયા વિના રહેતા નથી. શિલ્પશાસ્ત્ર અનુસાર આવા મદિરને ‘ મેરુપ્રભ’એવુ નામાભિધાન આપવામાં આવે છે. સાત ગગૃહ યુક્ત, પાંચ શિખર સહિત રંગમ'ડપ અને ઉપર ચારે કાર સામણી તેમ ત્રણ ચૌમુખજી છે. જિનાલયની નીચેના ભાગમાં ભોંયરું છે; તેમાં પણ કુંથુનાથ આદિ જિનબિ'એ પધરાવવામાં આવ્યાં છે. મૂળ નાયક શ્રી શાંતિનાથ પ્રભુજી બિરાજેલા છે. જિનાલયને ફરતા પરકોટ અને તેના પ્રવેશદ્વારના તારણુ અને સ્ત ંભાની કારણુ બેનમૂન ગણાય. દ્વારની અન્ને બાજુએ બે ગવાક્ષેા (ગેાખલા )ની બારીક કોતરણી જોનારાઓને મુગ્ધ કરી દે એવી છે. આયુ–દેલવાડાનાં મિરામાં દેરાણી-જેઠાણીના ગાખલાની યાદ દેવડાવે છે, એમ કહેવામાં કશી ય અતિશયેાક્તિ નથી. તુલનાત્મક દૃષ્ટિએ ન્યાય કરવા એ કોઈ કુશળ શિલ્પીનુ કામ છે. શ્રી આર્ય કલ્યાણ ગૌતમસ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3