Book Title: Jivan jivi Jano
Author(s): Purnabhadrasagar
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 3
________________ လာက်လာသော အခြောက်ရာဝင်ခ ખેંચ્યું હતુ s[૧૧] દ્વારક મુનિમ`ડલાન્ગ્રેસર પૂ. દાદાશ્રી ગૌતમસાગરસૂરીશ્વરજી મહારાજશ્રીની જીવનની ઢૂંક હકીકતને જ વિચારી એમની મહાનતાની આછી રૂપરેખા જોઇશુ, કે જેમણે આમરણાંત સુવિશુદ્ધ સયમના પાલન સાથે શ.સનેાન્નતિનાં અનેકવિધ કાર્યાં કરી જીવનના દિબ્ય આદર્શો પૂરા પાડચા છે. આજે એમના ઉપકારોનું સ્મરણ કરતાં, અને એમની પાસેથી જ મળેલાં સંયમ-સાધના, સસ્કૃતિ અને સાહિત્યના અમૂલ્ય વારસાને પ્રાપ્ત કરતાં કૃતકૃત્યતા અનુભવાય છે. હૃદય આનંદિવભાર બની જાય છે. desesesa de sasasasas આદ્ય સૂરિપુંગવ યુગપ્રધાન દાદા શ્રી આય રક્ષિતસૂરિજી મહારાજ : [જેમના સુવિશુદ્ધ આચારપાલનની પ્રશંસા મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતાતીપતિ શ્રી સીમંધર સ્વામિ ભગવતે સ્વમુખે કરી. ] રાજસ્થાનના દંત્રાણી ગામની પુણ્ય ધરતીના આ પનેાતા તેજસ્વી સિતારા. મહાપુરુષના જન્મથી માતા દેદી શેઠાણી રત્નકુક્ષિ બન્યાં. પિતા દ્રોણ શેઠે પોતાના કુળનુ ગૌરવ માન્યું. ભાવિ જીવનની ઉજજવળતા પારણે જ દેખા દેવા લાગી. તેજસ્વી મુખ અને દિવ્ય કાંતિ. બાલ્યાવસ્થામાં જ સદ્ગુરુના શરણે સોંપાયા. શાસનને ચરણે પુત્રરત્નને સમર્પણુ કરતાં માતાએ વિશેષ ગૌરવ માન્યું. મહાપુરુષની જનેતા પણ મહાન જ હોય છે. માત્ર દેશ વર્ષોંની કુમળી વયે જ આગાર મરી અનુગાર બન્યા. તીવ્ર પ્રજ્ઞા અને અદમ્ય જ્ઞાનપિપાસા અચરજ પમાડે એવી હતી. તે સમયના રાજકીય, સામાજિક સ્થિતિના પડઘા શ્રમણ સંધ ઉપર પણ પડ્યા હતા. સયમજીવનમાં શિથિલતા વ્યાપક રીતે ઘૂસી ગયેલી. આય રક્ષિત સૂરિમડારાજશ્રીના ગુરુને પણ આચારહીનતા સ્પશી ગઈ હતી. શુદ્ધ આચારને ઇચ્છતા મહાપુરુષના અંતરને આ વાત મનેામંથન જન્માવનારી નીવડી. એક વખત દશવૈકાલિક સૂત્રનું અધ્યયન કરતાં ‘ સીએદગન સેવિા' આ એક જ ગાથાએ મહાપુરુષના મનમાં ચિ’તનની ચિનગારી જગાવી દીધી, ઇતિહાસને પલટા આપ્યા. ગુરુદેવની સાથે વિશુદ્ધ આચારના પાલનની વાત કરતાં, સતાષકારક જવાબ મળ્યે એટલે અનુમતિ મેળવી વિકટ સાધનાના માર્ગ લીધા. છેલ્લે પાવાગઢમાં એક માસના અનશન કરવાના પ્રસગે સાધનાના સૂર મહાવિદેહ ક્ષેત્રમાં વાગ્યા. 4: મહાકાળી, ચક્રેશ્વરી, પદ્માવતી એ ત્રણ દેવીએએ પ્રભુને પ્રશ્ન પૂછ્યા ‘ભરત ક્ષેત્રમાં શાસ્ત્રવિધિને વફાદાર રહેવા ઇચ્છતા કોઈ મહાત્મા છે ?’ પ્રત્યુત્તરમાં ભગવાને આપણા આ જ મહાપુરુષનું નામ આપ્યુ. દેવીઓએ પરીક્ષા કરી. આવી વિરલ વિભૂતિની મહાનતાનાં દર્શન થતાં શિર ઝૂકાવ્યાં. તમે વિધિપક્ષગચ્છના પ્રવક થશે, એવી વાણી શ્રી આર્ય કલ્યાણમસ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5