Page #1
--------------------------------------------------------------------------
________________
+ =
: :- પCCC
જીવન જીવી જાણે મુનિ શ્રી પૂર્ણભદ્રસાગરજી જિન સેવક
[જીવનના જાજરમાન ક્ષેત્રે થઈ રહેલા અવનવા સર્જન અને વિસર્જનના પડદા પાછળ રહેલી જન્મ, જીવન અને મરણની એક વિલક્ષણ ઘટમાળને વાસ્તવિક રીતે પારખવાનું કામ કોઈક વિરલ વિભૂતિઓ જ કરે છે. માનવીનાં જીવનનાં રહસ્ય એની અતલ ઊંડાઇમાં રહેલાં હોય છે, તે આજ દિવસ સુધી છૂપાયેલાં રહ્યાં છે. કિંતુ આત્મસાધનાની એરણ પર ઊતરીને અનેક સંતે અને મહું એ જીવનના સાર–અસારને ભેદને ઉકેલ્યા છે. લીલી–લીલી હરિયાળી વનરાજિમાં વિકસેલા કમળને પણ પિતાનું મર્યાદિત સમયનું જીવન મળે છે. તેમાં કેટલાંક કૃતાર્થ બનીને વા કેટલાંક નિરર્થક બનીને અંતે કરમાઈ જાય છે. તેવી જ રીતે કેટલાંક પુષ્પોનું જીવન પણ કર્તવ્ય નિષ્ઠાની મજાથી મસ્ત બની અનેકને સન્માર્ગદર્શક બને છે કે, જેઓ જીવન જીવી જાણે છે. જ્યારે કેટલાકનું જીવન કેવળ વાસનાના અગનજાળ તાપથી સુકાઈને અંતે નિરર્થક મુરઝાઈ જાય છે. એ વાતોને આદર્શ રૂપે સ્પષ્ટ કરતી હકીકતે આ લેખમાં સ્પષ્ટતાથી આલેખાઈ છે.]
સંસારના સુંવાળા ને સુકમળ નેહપાશમાં સપડાયેલા વિશ્વ પર એક જ વખત વેધક દષ્ટિ ફેંકતાં જેમને પિતાના આત્માની સર્વશ્રેષ્ઠ સંપત્તિનાં સત્યાનાશનાં મૂળ નજરે ચડ્યાં, સર્વોત્કૃષ્ટ જીવનના અવમૂલ્યન થતાં દેખાયાં, તેમણે તરત જ સ્વજીવનની સુરક્ષા માટે સર્વજ્ઞ પરમાત્માના શાસનની સમ્યક સાધનાને પંથ લીધે અને એ સાધના દ્વારા પ્રાપ્ત થતી સિદ્ધિની વચ્ચે પણ સાવધાનીને સેતુ બાંધ્યું અને ત્યારબાદ એ સાધનાના બળે જ જેમણે યુગયુગથી અણઉકેલ્યા જીવનના વાસ્તવિક નિચેડને પ્રાપ્ત કર્યા. એવા સંતે, મહંતે, શ્રમ, આચાર્યો, યુગપ્રધાન અને અન્ય મહાવિભૂતિઓની જીવનકથાના અમર સંદેશ જૈન ઈતિહાસમાં ગૌરવાન્વિત બનેલા છે કે, જે મહાપુરુષોએ ભારતની પુણ્ય ધરતી પર જનેતાની કુક્ષિએ જન્મ ધારણ કરીને જીવન જીવી જાણ્યું હતું.
મહાપુરુષોને જન્મ એટલે આપણે આંતર દુનિયામાં પથરાયેલા અજ્ઞાનના ગાઢ અંધકારને દૂર કરવા માટે દીપક એમનું જીવન એટલે આપણા આત્માનું સત્ય દર્શન
મી શ્રી આર્ય કયાણગૌતમસ્મૃતિગ્રંથ 2D
Page #2
--------------------------------------------------------------------------
________________
1112
este deste sostessesedadlaste lastetoskesta sta stocadaste stedestastede sosede se stalastase de date teste sestedatetaseste destesteed sese sastostadaste
કરવા માટેનું દર્પણ. એમની મંગલકારી સાધના એટલે જ પરોપકારની પરબ. એમનું હૃદય એટલે જ નિષ્કારણ નિઃસ્વાર્થ કરુણા અને વાત્સલ્યનું નિર્મળ ઝરણું. જેણે પોતાના
જીવનને જડ–પુગલની આસક્તિના ઘોડાપૂર પ્રવાહમાં વહી જતું જોયું, અને એમાં જ પિતાની વિરાટ આત્મશક્તિને ભીંસાતી જોઈ. આહ...આહ..ની ચીસ નાખી” જીવ,
જીવન અને આત્માની રક્ષા માટેના આર્તનાદો શરૂ કર્યા. અને બીજી બાજુએ જીવનના વહેણને બદલાવવા આર્યભૂમિની માટીના કણકણમાં ધરબાયેલી ત્યાગ, તપ અને વૈરાગ્યની અમર ગ્રાથાઓ મુક્ત કંઠે ગાવા માંડી, પોતાના સર્વસ્વ જીવનને સ્વ–પર કલ્યાણની અમેઘ સાધનામાં સમપી દીધાં. એવા પુણ્યવંતા આત્માઓના ગુણેનું કીર્તન કરવું, એ તે આપણા કલ્યાણનું બીજ છે જ. પણ નામ મરણ પણ આત્માની ઉન્નતિનું પ્રતિક બની જાય છે.
માનવ જીવનના એક છેડે જન્મ છે અને બીજે છેડે મૃત્યુ છે. જે વચ્ચે છે એનું નામ જ જીવન છે. તે તબક્કાની અંદર જ ભૌતિક કે આધ્યાત્મિક દુનિયાના પ્રવેશદ્વાર ખુલ્લાં થાય છે. ઘણી ઉથલપાથલ મચે છે. સત્-અસત્ન ગણિત મંડાય છે. પરિણામમાં આત્માની ઉન્નતિ ને અવન્નતિના હિસાબ ઉપરથી જીવનમાં આચરેલાં કર્તવ્યાકર્તવ્યનું ભાન થાય છે. જન્મ, જીવન અને મૃત્યુ એ ત્રણે તબક્કામાં જન્મ અને મૃત્યુ એ બંને અનિશ્ચિત વસ્તુ છે. માનવને જન્મ કેમ મેળવવું ? કયાં મેળવ? મૃત્યુ ક્યારે થાય? કયાં થાય ? આ બધી વાતે મોટા ભાગે બુદ્ધિગમ્ય નથી હોતી. જ્યારે જીવન જ એક એ તબક્કો છે, જેમાં જીવી જાણતાં શીખવું જોઈએ. એટલું જ નહીં, પણ માનવી પિતાના જીવનને જે વળાંક આપવો હોય તે આપી શકે છે. જન્મ મેળવ્યા બાદ
જીવનના મૂલ્યને જ ભૂલી જનાર આત્માઓ, જેમ જન્મ અને મૃત્યુ એ બંને ગમે તે રીતે ગમે ત્યારે મળે અને પૂરાં થાય એ રીતે જીવનને પણ નીરસ, શુષ્ક અને નિરર્થક ગુમાવી ત્રણ તબક્કા પૂરા કરી અનંતના પ્રવાહમાં નિરાધાર તણાતા જ રહે છે. જ્ઞાનીઓ કહે છે. અનેક જન્મની સાધના બાદ મળેલા જીવનને જીવી ન જાણ નિરર્થક ગુમાવી હારી જવા જેવું કાળું કલંક બીજું કઈ નથી. આવું કલંક આપણા જ હાથે આપણું લલાટે લગાવીશું? ના..ના ! તે ચાલે, મળેલા જીવનને જીવી જાણવા નિઃસ્વાર્થ ભાવે આપણી હિતચિંતા કરનારા મહાપુરુષોના જીવનના આદર્શોને નિહાળીએ.
પ્રસ્તુત લેખમાં તે આપણે ગ્રંથનાયક વિધિપક્ષગછ પ્રવર્તક, આદ્ય સૂરિ સમ્રાટ પૂ. યુગપ્રધાન દાદાશ્રી આર્યરક્ષિતસૂરીશ્વરજી મહારાજ, અચલગચ્છાધિરાજ, અનેક નૃપતિપ્રતિબંધક, પૂ. યુગપ્રધાન દાદાશ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મહારાજ, કરછ – હાલાર દેશે.
શ્રી આર્ય કયાણગૌતમસ્મૃતિગ્રંથ
Page #3
--------------------------------------------------------------------------
________________
လာက်လာသော အခြောက်ရာဝင်ခ
ખેંચ્યું હતુ s[૧૧] દ્વારક મુનિમ`ડલાન્ગ્રેસર પૂ. દાદાશ્રી ગૌતમસાગરસૂરીશ્વરજી મહારાજશ્રીની જીવનની ઢૂંક હકીકતને જ વિચારી એમની મહાનતાની આછી રૂપરેખા જોઇશુ, કે જેમણે આમરણાંત સુવિશુદ્ધ સયમના પાલન સાથે શ.સનેાન્નતિનાં અનેકવિધ કાર્યાં કરી જીવનના દિબ્ય આદર્શો પૂરા પાડચા છે. આજે એમના ઉપકારોનું સ્મરણ કરતાં, અને એમની પાસેથી જ મળેલાં સંયમ-સાધના, સસ્કૃતિ અને સાહિત્યના અમૂલ્ય વારસાને પ્રાપ્ત કરતાં કૃતકૃત્યતા અનુભવાય છે. હૃદય આનંદિવભાર બની જાય છે.
desesesa de sasasasas
આદ્ય સૂરિપુંગવ યુગપ્રધાન દાદા શ્રી આય રક્ષિતસૂરિજી મહારાજ :
[જેમના સુવિશુદ્ધ આચારપાલનની પ્રશંસા મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતાતીપતિ શ્રી સીમંધર સ્વામિ ભગવતે સ્વમુખે કરી. ]
રાજસ્થાનના દંત્રાણી ગામની પુણ્ય ધરતીના આ પનેાતા તેજસ્વી સિતારા. મહાપુરુષના જન્મથી માતા દેદી શેઠાણી રત્નકુક્ષિ બન્યાં. પિતા દ્રોણ શેઠે પોતાના કુળનુ ગૌરવ માન્યું. ભાવિ જીવનની ઉજજવળતા પારણે જ દેખા દેવા લાગી. તેજસ્વી મુખ અને દિવ્ય કાંતિ. બાલ્યાવસ્થામાં જ સદ્ગુરુના શરણે સોંપાયા. શાસનને ચરણે પુત્રરત્નને સમર્પણુ કરતાં માતાએ વિશેષ ગૌરવ માન્યું. મહાપુરુષની જનેતા પણ મહાન જ હોય છે. માત્ર દેશ વર્ષોંની કુમળી વયે જ આગાર મરી અનુગાર બન્યા. તીવ્ર પ્રજ્ઞા અને અદમ્ય જ્ઞાનપિપાસા અચરજ પમાડે એવી હતી. તે સમયના રાજકીય, સામાજિક સ્થિતિના પડઘા શ્રમણ સંધ ઉપર પણ પડ્યા હતા. સયમજીવનમાં શિથિલતા વ્યાપક રીતે ઘૂસી ગયેલી. આય રક્ષિત સૂરિમડારાજશ્રીના ગુરુને પણ આચારહીનતા સ્પશી ગઈ હતી. શુદ્ધ આચારને ઇચ્છતા મહાપુરુષના અંતરને આ વાત મનેામંથન જન્માવનારી નીવડી. એક વખત દશવૈકાલિક સૂત્રનું અધ્યયન કરતાં ‘ સીએદગન સેવિા' આ એક જ ગાથાએ મહાપુરુષના મનમાં ચિ’તનની ચિનગારી જગાવી દીધી, ઇતિહાસને પલટા આપ્યા. ગુરુદેવની સાથે વિશુદ્ધ આચારના પાલનની વાત કરતાં, સતાષકારક જવાબ મળ્યે એટલે અનુમતિ મેળવી વિકટ સાધનાના માર્ગ લીધા. છેલ્લે પાવાગઢમાં એક માસના અનશન કરવાના પ્રસગે સાધનાના સૂર મહાવિદેહ ક્ષેત્રમાં વાગ્યા.
4:
મહાકાળી, ચક્રેશ્વરી, પદ્માવતી એ ત્રણ દેવીએએ પ્રભુને પ્રશ્ન પૂછ્યા ‘ભરત ક્ષેત્રમાં શાસ્ત્રવિધિને વફાદાર રહેવા ઇચ્છતા કોઈ મહાત્મા છે ?’ પ્રત્યુત્તરમાં ભગવાને આપણા આ જ મહાપુરુષનું નામ આપ્યુ. દેવીઓએ પરીક્ષા કરી. આવી વિરલ વિભૂતિની મહાનતાનાં દર્શન થતાં શિર ઝૂકાવ્યાં. તમે વિધિપક્ષગચ્છના પ્રવક થશે, એવી વાણી
શ્રી આર્ય કલ્યાણમસ્મૃતિગ્રંથ
Page #4
--------------------------------------------------------------------------
________________
[[૧૪]ehshisatheshbhaidhhhhhhhhhhhhhhatt
ઉચ્ચરી, સ્વસ્થાને ગયાં. પ્રભુશાસનના સિદ્ધાંતને કાજે જીવન અર્પનાર આ મહાપુરુષના અસીમ ઉપકારો અવિસ્મરણીય છે. અગણિત વંદન હા, પુણ્યવતા મહાપુરુષના પાવન ચરણામાં !
અજોડ પ્રભાવક પૂજ્ય યુગપ્રધાન દાદા શ્રી કલ્યાણસાગરસૂરિ મડારાજશ્રીના અનેકવિધ ઉપકારોએ પણ અચલગચ્છના ઇતિહાસને બહોળા પ્રમાણુમાં મહત્ત્વાકાંક્ષી બનાવ્યે છે. વિઢિયાર દેશની રઢિયાળી એ ભૂમિ કે જ્યાં આ મહાપુરુષે જન્મ લીધે. શ ́ખેશ્વર તીની પાસે જ આવેલા લાલાડા ગામના એ ગીતા ગુરુદેવ મહાજ્ઞાની હતા. નવ વર્ષોંની બાળવયમાં જ દીક્ષિત બની, ફક્ત સેાળ વ ની અવસ્થામાં જ તે આચાર્યપદના જવાબદારીભર્યા સ્થાને નિયુક્ત થયા. તે એમની પ્રતિભાસ`પન્ન કાર્યશક્તિ પણ કેવી અજોડ હશે ! તેએશ્રીની સંયમી જીવનની આચારપાલનની વિશુદ્ધતા શ્રેષ્ઠ કેાટિની હતી. સાથેસાથે મહા પ્રભાવક વિદ્યા, મંત્રાદિના જ્ઞાતા એ મહાપુરુષે એ શક્તિના અનેક રીતે શાસનસેવામાં સદુપયોગ કરી, સંઘ અને શાસનની વિશિષ્ટ સાધનાના બળે પ્રાપ્ત સિદ્ધિઓને કેટલાક ચમત્કારિક પ્રસંગે ઇતિહાસે નોંધેલા છે. કચ્છ ભૂજ નગરના રાવ પ્રથમ ભારમલ્લના દુ:સાધ્ય વાત રાગની પીડાને દૂર કરી જિન ધર્મ થી પ્રભાવિત બનાવ્યા હતા. આ પ્રસગની ચિરસ્મૃતિ માટે આજે પણ ભુજ અચલગચ્છ જૈન ઉપાશ્રયમાં રહેલા એક સીસમના ઝૂલણ પાટ અંગેની અતિાસિક કડીએ પૂજ્યશ્રીની દિવ્ય શક્તિએના પરિચય આપે છે. આગ્રાના જિનમંદિરની સુરક્ષાના પ્રસંગે મોગલ સમ્રાટ જહાંગીરને જિનશાસનાનુરાગી બનાવેલ આપણે આપણા અસીમેોપકારી એ મહાપુરુષના ત્યાગ, વૈરાગ્ય અને સયમના રંગે રંગાયેલા પવિત્રતમ જીવનના આદર્શી શતાંશે પણ આપણા જીવનમાં ઉતારી અનેક સિદ્ધિના સ્વામી છતાં ય વિનમ્ર સાધક એ પૂજ્યાત્માના પાવન ચરણે ભર ભૂરિ વંદના કરીએ !
ક્રિયાદ્ધારક પૂજ્ય દાદા શ્રી ગાતમસાગર સૂરીશ્વરજી મહારાજશ્રી આપણા સૌથી નિકટના ઉપકારી ગણાય. તેઓશ્રી રાજસ્થાનમાં આવેલા પાલીના હતા. ગૃહસ્થપણાનું એમનુ નામ ગુલાબ હતું. બ્રાહ્મણ કુળમાં જન્મેલા, છતાં સદ્ભાગ્ય એમને જૈન ધર્મના શરણે ખેંચી લાળ્યુ. જીવનનાં વહેણ બદલાય છે, ત્યારે માનવને પોતાના મનની કલ્પનાતીત સિદ્ધિએ પણ મળે છે. બાલ્યાવસ્થામાં જ યતિ ધર્મની દીક્ષા પામેલા હતા. પરંતુ તે સમયે પશુ સાધુએની આચારહીનતાએ શુદ્ધ વિધિ પર પ્રત્યાઘાત પાડયા હતા. આ પ્રત્યાઘાત પૂજ્ય શ્રીના હૃદયમાં ડ`ખી ગયા. શુદ્ધ વિધિ અને આચારસ`હિતા માટે પોતાના તનમનને પૂરો ભાગ આપી ક્રિયાદ્ધાર કર્યો. વર્તમાનમાં દેખાતા અચલગચ્છ ચવિધ સંઘના ઉત્કને ઘણેા
શ્રી આર્ય કલ્યાણૌતમ સ્મૃતિગ્રંથ
Jajn Education International
Page #5
--------------------------------------------------------------------------
________________ 2. ed......... bescestosterones-de-ps2. sooteesa... best bababdow[115] યશ પૂજ્યશ્રીના ફાળે જાય છે. જીવનભર અનેક રીતે સંઘના અભ્યય માટે અથાગ શ્રમ કરી સંઘને દઢમૂળ કર્યો. તેઓશ્રીના આ અસીમ ઉપકારો જવલંત આદર્શ રૂપે બની રહેશે, એમાં શંકા નથી. કેટિશઃ વંદન પૂજ્યશ્રીના પાવન પુનિત ચરણે! મળેલા જીવનને સાર્થક કરવા સકર્તવ્યની કેડી આપણને સાદ કરી રહી છે. એ સાદ સાંભળી સાબદા બનવા મહાપુરુષોની જીવનકથા તથા આપણા માટેની સતતુ હિતચિંતા આપણને અપ્રતિમ બળ આપી રહી છે. જીવનસાગરના અગાધ તળિયે રહેલાં બોધરહસ્યનાં રત્ન પામવા તે મરજીવા બનીને ડૂબવું પડશે, સંતોએ સાધેલી સાધનાના ક્ષેત્રની ગહરાઈમાં! જયારે માનવે માનવ-માનવ વચ્ચે પ્રેમ, સભાવના સેતુને હેશિયારીપૂર્વક તેડીને પણ ગૌરવ માન્યું છે, ત્યારે સમસ્ત જગતના જી પર નિકારણ અમીનજર કરી, પરમાર્થની નિર્મળ દષ્ટિ એ જ પોતાનું જીવન સમર્પણ કરનારા એ મહાપુરુષોને ન જાણે જીવનનાં વાસ્તવિક રહસ્ય કઈ સાધનાના બળે સમજાયાં હશે? જીવનનાં કલ્યાણ શેમાં નજરે ચડ્યાં હશે ? આપણું કરતાં તે અનેકગણી બુદ્ધિ અને શક્તિના સ્વામી એ મહાયોગી પુરુષના જીવનના આદર્શોને સામે રાખી આપણા જીવનના વ્યવહારને તપાસવા જતાં, આપણે અસત્યની ઘર આંધીમાં અટવાયેલા છીએ, એમ લાગ્યા વગર ન રહે ! માનવને જન્મ અને આર્યદેશની પવિત્ર ભૂમિ ! સર્વજ્ઞ વીતરાગનું શાસન અને જનમ-જનમની જંજાળમાંથી છોડાવનાર ધર્મ. આ બધું પ્રાપ્ત થયા પછી પણ જીવનનાં રહસ્યને ન સમજનારા આપણે શું જીવનને હારી જઈશું? કિનારે આવીને ડૂબી જઈશું ? ભજનનો થાળ સામે હોવા છતાં ભૂખ્યા રહેશું? ના, ના ! તે પછી દૃષ્ટિ કરીએ પેલી કર્તવ્યની કેડી ઉપર! આપણા જીવનને અસત્ આચરણ ઉપર રડવું આવશે. જ્યાં આપણને મળેલાં આ ઉચ્ચતમ્ જીવનનાં મૂલ્યો અને ક્યાં એ જીવનને જીવવાના આપણા રંગઢંગ? સંસારની સળગતી કારમી વાસનાને પોષવા કાંઈ આવા અણમલ જીવનને ખતમ કરવાના હોય? જીવનભર મારું-તારું કરીને મરી જતે માણસ મરવાના સમય સુધી નિર્ણય પણ નથી કરી શકો કે, હવે શું મારું ને શું સારું? પિતાના જ હાથે ઊભા કરેલા સંસારને સૂમસામ ઊભે રાખીને અનંતની યાત્રાએ ચાલ્યા જતા માનવને સેંકડો સંતો અને મહંતની, સંસારના મૂળને પારખવાની દિવ્યજ્ઞાન દૃષ્ટિરૂપી લાલ ઝંડી અફાટ સંસારના પ્રવાહમાં તીવ્ર વેગે વહી જતી જીવનનૌકાને ક્ષણભર પણ થંભાવી દેવાનું સૂચન કરે છે. અનેક સંયમી આત્માઓની સમ્યક સાધના રૂપી ઝંડી માનવીય કર્તવ્યોનું ભાન કરાવી, આત્માની સાચી આઝાદી મેળવવાની સાચી દિશા તરફ જલદીથી આવી રહી છે. યુગયુગની સાધના પછી સિદ્ધિના શિખરે બેઠેલે સંતપુરુષનો આત્મા ઉષ કરે છેઃ હે માનવી ! જીવન જીવી જાણ! ગુમ મવતુ સર્વે પામ્ ! 9 * શઆર્ય કથાશોનસ્પતિગ્રંથો ઝDE N ક.' . ' 42