Book Title: Jintattva Granth 2 Author(s): Ramanlal C Shah Publisher: Mumbai Jain Yuvak SanghPage 13
________________ અદત્તાદાન-વિરમણ ૩ મનુષ્ય, તિર્યંચ, દેવ અને નારકી એ ચાર ગતિના જીવોમાંથી ચોરીની સૌથી વધુ શક્યતા મનુષ્યભવમાં જ છે. મનુષ્યભવમાં જ જેમ એક ત૨ફ જીવને માટે જ્ઞાન, દર્શન અને ચારિત્રની ઉત્તમોત્તમ આરાધના કરી મોક્ષગતિ પ્રાપ્ત ક૨વાની શક્યતા રહેલી છે, તેમ બીજી બાજુ ગરીબી, બેકારી, વેર લેવાની વૃત્તિ વગેરે તથા રાગદ્વેષથી પ્રેરાઈને ચોરીનું ભારેમાં ભારે દુષ્કર્મ ક૨વાની શક્યતા રહેલી છે. મનુષ્યનું કુટિલ ચિત્ત અણહકનું મેળવવાના અનેક રસ્તા શોધી કાઢે છે અને તે મેળવીને તેમાં રાચે છે. જેમ જમાનો આગળ વધતો જાય તેમ તેમ ચોરી કરવાના નવા નવા પ્રકારો, નવા નવા પ્રયોગો, યુક્તિ-પ્રયુક્તિઓ વગેરે શોધાતાં રહે છે. આવાં કામોમાં પણ મનુષ્યનું ફળદ્રુપ ભેજું વિવિધ રીતે કામ કરવા લાગે છે. અત્યારે દુનિયાભરમાં વૈજ્ઞાનિક પ્રગતિને કારણે ઇલેક્ટ્રોનિક સાધનો અમલમાં આવ્યાં છે. કૉમ્પ્યૂટરે દુનિયાભરમાં ઘણી મોટી ક્રાંતિ આણી છે અને ઘણાં બધાં કામો સ૨ળ બનાવી દીધાં છે. બીજી બાજુ કૉમ્પ્યૂટ૨ને કારણે દુનિયાના પ્રગતિશીલ સમૃદ્ધ દેશોમાં પણ માહિતીની ચોરી ઘણી વધી ગઈ છે. બૅન્કોનાં ખાતાંઓમાંથી ઉઠાંતરી કરવાના કિસ્સા પણ ઘણા વધી ગયા છે. Electronic Fraud એ આધુનિક જગતનો અદત્તાદાનરૂપી એક મોટો રોગ છે. ચોરીનો વિષય ઘણો વિશાળ છે. એના પ્રકારો અનેક છે અને વખતોવખત નવા નવા શોધાતા જાય છે. ચોરી વિનાનો માનવજાતનો ઇતિહાસ ક્યારેય સંભવી ન શકે. દુનિયામાં બધાં જ માણસો ધનવાન, સુખી અને સાધનસંપન્ન હોય તો પણ દુનિયામાંથી ચોરી નિર્મૂળ ન થઈ શકે, કારણ કે અનાદિકાળના એ સંસ્કાર છે. આ તો સ્કૂલ ચોરીની વાત થઈ. સૂક્ષ્મ, માનસિક ચોરીની તો વળી વાત જ જુદી. જ્યાં સુધી મોહ, લોભ જેવા કષાયો છે, ચીજવસ્તુઓ માટેની આસક્તિ છે, સંગ્રહવૃત્તિ છે, ત્યાં સુધી ચોરી રહેવાની. રાજ્યો દ્વારા સજા થવાના ભયને લીધે, અને ચોકી-પહેરાને લીધે ઘણી ચોરી અટકે છે. વળી માણસે તાળાની શોધ કરીને અસંખ્ય લોકોને ચોરીનો ગુનો કરતાં અટકાવ્યા છે. માનવજાત ઉપર આ રીતે તાળાનો ઉપકાર ઘણો મોટો છે. બીજી બાજુ તાળું એ માનવજાતનું કલંક છે, કારણ કે તે અવિશ્વાસનું પ્રતીક છે. ચોરી કરવાનાં જે કેટલાંક કારણો છે તેમાંનું એક મુખ્ય કારણ છે લોભ. લોભી માણસ ક્યારે ચોરી કરશે તે કહી શકાય નહીં. ભગવાન મહાવીરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 378