Book Title: Jintattva Granth 2 Author(s): Ramanlal C Shah Publisher: Mumbai Jain Yuvak SanghPage 12
________________ જિનતત્ત્વ અદત્તાદાન અથવા ચોરી માટે “પ્રશ્ન વ્યાકરણ'માં જુદા જુદા સમાન્તર અર્થ કે ભાવવાળા પ્રાકૃત શબ્દો આપ્યા છે. જેમ કે, ચોરિકર્ક (ચોરી), પરહર્ડ (બીજાની વસ્તુ ભોળવીને ચાલાકીથી પડાવી લેવી), કૂરિક (નિર્દય બનીને, ધમકી આપીને છીનવી લેવું), પરલાભ (મહેનત કર્યા વિના બીજાનો લાભ ઉઠાવવો), અસંક્રમ (બીજાની વસ્તુ લેવામાં સંયમરહિત બનવું), લોલિક (બીજાની આકર્ષક વસ્તુ જોઈ તે મેળવી લેવા લાલચુ બનવું), અવહાર (દુષ્ટતા, અવિનય કે ઉદ્ધતાઈથી બીજાની વસ્તુ પડાવી લેવી) હત્થલધુત્તર્ણ (બીજાને ન દેખાય એ રીતે હાથની લાઘવતાથી કામ પતાવી લેવું જેમ કે, ખિસ્સાકાતરુઓ કરે છે તેમ), અપચ્ચઓ (વિશ્વાસઘાત કરવો), કુલમસી (પોતાના કુટુંબને કલંક લગાડનારું કામ) વગેરે. માણસ સ્વભાવથી ચોર નથી, માટે ચોરી ન કરવાની બાબતને વ્રતનું સ્વરૂપ આપવાની જરૂર નથી એવી દલીલ કોઈ કરે તો તે નિરર્થક છે. આ વતની જે સૂક્ષ્મ મીમાંસા જૈનદર્શનમાં કરવામાં આવી છે તેનો જો બરાબર અભ્યાસ કરવામાં આવે તો લાગ્યા વગર રહેશે નહીં કે માત્ર ધાર્મિક દૃષ્ટિએ જ નહીં, સામાજિક દૃષ્ટિએ પણ આ વ્રતની ભાવના મનુષ્યજીવન માટે ઘણી ઉપકારક છે. અદત્તાદાન વિરમણ વ્રત પાંચ મહાવ્રતમાં બરાબર મધ્યમાં આવે છે. પહેલાં બે વ્રતના પોષણ અર્થે જ આ ત્રીજું વ્રત પણ બતાવવામાં આવ્યું છે. અહિંસા અને સત્ય સાથે અસ્તેય વ્રત ઘનિષ્ઠ રીતે સંકળાયેલું છે. પહેલાં બે વ્રતનું કે બેમાંથી કોઈ એકનું બરાબર પાલન કરી ન શકનાર વ્યક્તિ આ ત્રીજું વ્રત પણ બરાબર પાળી ન શકે. આ ત્રીજા વ્રતનું પાલન કરનાર પહેલાં બે વ્રતમાં દૃઢ રહી શકે છે. વળી જેઓ આ ત્રીજું વ્રત સ્થળ અને સૂક્ષ્મ દૃષ્ટિએ બરાબર પાળે છે તેઓને માટે ચોથા અને પાંચમા વ્રતનું પાલન સરળ બની જાય છે. પાંચ મહાવ્રતોમાં અસ્તેય વ્રતને ત્રીજું સ્થાન આપવામાં આવ્યું છે તે સકારણ છે એમ વિવિધ દૃષ્ટિબિંદુથી જોતાં જણાશે. વ્રતભંગ કરનાર લોકોની સંખ્યાના પ્રમાણની દૃષ્ટિએ જોઈએ તો પણ તે યોગ્ય જણાશે. દુનિયામાં અપરિગ્રહ વ્રતનો ભંગ કરનાર માણસો કરતાં બ્રહ્મચર્ય અથવા સ્વદારાસંતોષના વ્રતનો ભંગ કરનાર લોકો વધુ હશે. એથી વધુ લોકો અસ્તેય વ્રતનો ભંગ કરનાર, એથી વધુ અસત્ય બોલનાર અને એથી વધુ સ્કૂલ-સૂક્ષ્મ હિંસા કરનાર લોકો હશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 378