Book Title: Jineshwarsuri tatha Buddhisagarsuri Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 3
________________ 228 શાસનપ્રભાવક કહ્યું કે, પૂર્વના રાજાનું ફરમાન અમારે પણ માન્ય છે, પરંતુ પાટણમાં આવેલા ગુણીજનેનું સન્માન કરવું એ પણ અમારું કર્તવ્ય છે. આથી આપે પણ આપની સંમતિ આ કાર્યમાં આપવી જોઈએ.” આ પ્રકારે ચૈત્યવાસીઓને માનપૂર્વક સમજાવી અને તેઓની સંમતિ મેળવી રાજા ભીમદેવે સુવિહિતમાગ મુનિઓના આવાગમનની સગવડ કરી આપી. પુરહિત સોમેશ્વરદેવ અને શૈવાચાર્ય જ્ઞાનદેવના સહયોગથી તેઓને સ્થાનની સુંદર સગવડ મળી. પ્રભાવક ચરિત્રમાં જૈનધર્મના વિશેષ પ્રભાવક આચાર્યોનું વર્ણન છે તેમાં જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિનો વિસ્તૃત પરિચય આપવામાં આવેલ છે. નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિ પણ તેમની શિષ્ય પરંપરાના પ્રભાવક શ્રમણ હતા. સાહિત્ય : શ્રી જિનેશ્વરસૂરિ અને શ્રી બુદ્ધિસાગરસૂરિ—-બંને સાહિત્યસર્જક પણ હતા. શ્રી જિનેશ્વરસૂરિએ કથારૂપિ, વિવરણરૂપે, પ્રમાણવિષયક ગ્રંથની રચના કરી છે. તેમણે રચેલા ગ્રંથને પરિચય આ પ્રમાણે છે : (1) લીલાવતીકથાનું નિર્માણ આશાપલ્લીમાં વિ. સં. 1082 થી 1085 સુધીમાં થયું છે. આ પ્રાકૃત પદ્યમય રચના છે. આ કથાનું પદલાલિત્ય આકર્ષક છે. લેક આદિ વિવિધ અલંકારેથી મંડિત આ “લીલાઈકહાની રચના ચિત્યવંદન-ટીકા પહેલા રચી છે. (2) કથાનક કેષની રચના ડીડુઆણક (ડીડવાણ) ગામમાં વિ. સં. ૧૧૦૮માં થઈ છે. આ પણ પ્રાકૃત રચના છે. આમાં ઉપદેશાત્મક 40 કથાઓ છે. (3) પંચલિંગી પ્રકરણની રચના વિ. ૧૦૯૨માં થઈ છે. તેમાં સમ્યકત્વના લક્ષણોનું વર્ણન છે. આ એક સૈદ્ધાંતિક કૃતિ છે. આમાં 101 ગાથા છે. (4) ટ્રસ્થાન પ્રકરણના 111 પદો છે. આ ગ્રંથ છે સ્થાનમાં વિભાજિત છે. 1. વ્રતપરિકત્વ, 2. શીલતત્ત્વ, 3. ગુણતત્ત્વ, 4. –જુવ્યવહાર, 5. ગુરુસુશ્રષા અને 6. પ્રવચનકૌશલ. આ છ સ્થાનમાં શ્રાવકના ગુણોનું વર્ણન છે. આ એક સૈદ્ધાંતિક કૃતિ છે. આ ગ્રંથ ઉપર શ્રી અભયદેવસૂરિએ 1638 કલેકપ્રમાણ ભાગ્યની રચના કરી છે અને થારાપ્રદગચ્છીય શ્રી શાંતિસૂરિએ ટીકા રચી છે. (5) પ્રમાણલફમવૃત્તિ : આનું ગ્રંથાગ્ર પરિમાણ ચાર હજાર લોકપ્રમાણ છે. કૃતિના મૂળ લેક 405 છે. આ પ્રમાણવિષયક સુંદર રચના છે. આમાં પ્રમાણ અને તક પર આધારિત વાદપ્રક્રિયાનું સુંદર વર્ણન છે. આ કૃતિ શ્રી જિનેશ્વરસૂરિની દાર્શનિક પ્રતિભાને પરિચય કરાવે છે. (6-7) અષ્ટક પ્રમાણવૃત્તિ અને ચૈત્યવંદન ટીકાની રચના જાવાલિપુર (જાલોર)માં થઈ છે. અષ્ટપ્રમાણવૃત્તિ શ્રી હરિભદ્રસૂરિ કૃત અષ્ટકપ્રકરણની વ્યાખ્યા છે. આ કૃતિને રચનાકાળ વિ. સં. 1080 છે. ચૈત્યવંદન ટીકાનું પદપરિમાણ 1000 છે. આ ટીકાની રચના વિ. સં. 1092 માં થઈ છે. શ્રી બુદ્ધિસાગરસૂરિએ જાવાલિનગરમાં બુદ્ધિસાગર ગ્રંથાગ્ર “સપ્તસહસંકલ્પમ’ 7000 એ. “શબ્દલક્ષ્યલક્ષ્મ” અને “પંચથી” એ તેનાં બીજાં નામે છે. આ વ્યાકરણ ગ્રંથ છે. તેમનું વ્યાકરણ તે યુગની જેન વિદ્વાન વૈયાકરણમાં ઉચ્ચકોટિની રચના છે. તેની રચના વિ. સં. ૧૦૮૦માં થઈ હતી. આ ગ્રંથમાં પ્રાપ્ત સંવતને આધારે શ્રી જિનેશ્વરસૂરિ અને શ્રી બુદ્ધિસાગરસૂરિને સમય વીરનિર્વાણની સેમી (વિક્રમની ૧૧મી-૧૨મી) શતાબ્દીને સિદ્ધ થાય છે. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3