Book Title: Jineshwarsuri tatha Buddhisagarsuri Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 1
________________ શાસનપ્રભાવક અઢી સિકા બાદ સુવિહિત સાધુઓનો પાટણમાં પ્રવેશ સરળ-સુલભ બનાવનારા આચાર્ય શ્રી જિનેશ્વરસૂરિજી મહારાજ તથા આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજી મહારાજ શ્રી જિનેશ્વરસૂરિ અને શ્રી બુદ્ધિસાગરસૂરિ – એ બંને સુવિહિત શ્રમણશિરોમણિ ગુરુભાઈ હતા અને સંસારીપણે પણ સગા ભાઈ હતા. શ્રી જિનેશ્વરસૂરિ સમર્થ વ્યાખ્યાતા અને પ્રમાણશાસ્ત્ર, પ્રકરણ તથા પ્રબના રચનાકાર હતા. શ્રી બુદ્ધિસાગરસૂરિ આગમસાહિત્યના વિશિષ્ટ જ્ઞાતા, ક્રિયાનિષ્ટ અને વ્યાકરણશાસ્ત્ર વગેરેના રચયિતા હતા. પાટણનરેશ ભીમદેવ, પુરે હિત સેમેશ્વર, શિવાચાર્ય જ્ઞાનદેવ અને ત્યાંના યાજ્ઞિકે ને પિતાના વર્ચસ્વથી વિશેષ પ્રભાવિત કરી પાટણમાં સુવિહિતમાગ મુનિઓ માટે આવાગમનની સુલભતા પ્રાપ્ત કરવામાં તે બંને બંધુઆચાર્યોને મહત્ત્વને ફાળે હતે. શ્રી જિનેશ્વરસૂરિ અને શ્રી બુદ્ધિસાગરસૂરિના ગુરુ ચાન્દ્રકુલ વડગચ્છના આચાર્ય શ્રી વર્ધમાનસૂરિ હતા. તેઓ સપાટ દેશ-કુર્ગપુરમાં ચૈત્યવાસી આચાર્ય હતા. તેમનું ૮૪ જૈનમંદિરે પર આધિપત્ય હતું. પરંતુ વિશુદ્ધ ચારિત્રક્રિયાનું પાલન કરવા માટે તેમણે ચૈત્યવાસી પરંપરાને ત્યાગ કરી વડગ૭ના સંસ્થાપક શ્રી ઉદ્યોતનસૂરિની સુવિહિત પરંપરાને સ્વીકાર કર્યો હતે. આ સુવિહિત પરંપરામાં થયેલા શ્રી વર્ધમાનસૂરિ પાસે શ્રી જિનેશ્વરસૂરિ અને શ્રી બુદ્ધિસાગરસૂરિએ દીક્ષા ગ્રહણ હરી હતી. આ વખતે સપાદલક્ષમાં અલ્લરાજાના પુત્ર ભુવનપાલનું શાસન હતું. બનારસમાં પં. કૃષ્ણગુપ્ત નામે વિપ્રદેવને શ્રીધર અને શ્રીપતિ નામે બે પુત્રો હતા. તેઓ વેદવિદ્યાના પ્રકાંડ પંડિત હતા; ૧૪ વિદ્યાના જ્ઞાતા હતા. એક વખત દેશ-દેશાંતરની યાત્રા કરવા માટે બંને ભાઈઓએ પ્રયાણ કર્યું. ભ્રમણ કરતાં કરતાં બંને ભાઈ ધારાનગરીમાં આવ્યા. બંને ભાઈઓ ભિક્ષા દ્વારા જીવનનિર્વાહ કરતા હતા. માળવાની આ રાજધાનીમાં ભેજ રાજાનું શાસન હતું. તે નગરમાં લક્ષ્મીસંપન્ન લામધર નામના શ્રેષ્ટિ રહેતા હતા. તે આ બંને ભાઈઓને હંમેશાં ભિક્ષા આપતા. એક દિવસ શેઠના ઘરમાં આગ લાગી. ઘરની દિવાલ ઉપર ૨૦ લાખ સિકકાઓને લેણદેણનો હિસાબ લખ્યું હતું. આગની જ્વાળાઓમાં તે બધું નાશ પામ્યું. આ ઘટનાથી લક્ષ્મીધર શેઠ અત્યંત ચિંતિત હતા. રજની જેમ શ્રીધર અને શ્રીપતિ બંને ભાઈ ભિક્ષા અર્થે તે સ્થાને આવ્યા. લક્ષ્મીધર શેઠને ચિંતિત જોઈ, તેમની ઉદાસીનું કારણ જાણે તેમને કહ્યું, “મહાનુભાવ ! આપ ખેદ ન કરે. અમે આ પહેલાં આપને ત્યાં ભિક્ષા લેવા માટે આવતા ત્યારે દીવાલ પર લખેલે એ હિસાબ અમે વાંચ્યું હતું, ને આજે અમને તે સંપૂર્ણ યાદ છે.” બંને ભાઈઓએ તિથિ, વાર, સંવત અને નામ સહિત સઘળે હિસાબ શેઠને લખી આપે. શેઠ તેમની સ્મરણશક્તિ પર અત્યંત પ્રસન્ન થયા. ભજન, વસ્ત્રાદિ ઘણું દાન આપી તેમનું બહુમાન કર્યું. આ પ્રસંગથી શેઠે મનમાં વિચાર્યું કે શાંત પ્રકૃતિ, તીવ્ર યાદશક્તિ અને બુદ્ધિ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3