Book Title: Jineshwarsuri tatha Buddhisagarsuri
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Catalog link: https://jainqq.org/explore/249079/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક અઢી સિકા બાદ સુવિહિત સાધુઓનો પાટણમાં પ્રવેશ સરળ-સુલભ બનાવનારા આચાર્ય શ્રી જિનેશ્વરસૂરિજી મહારાજ તથા આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજી મહારાજ શ્રી જિનેશ્વરસૂરિ અને શ્રી બુદ્ધિસાગરસૂરિ – એ બંને સુવિહિત શ્રમણશિરોમણિ ગુરુભાઈ હતા અને સંસારીપણે પણ સગા ભાઈ હતા. શ્રી જિનેશ્વરસૂરિ સમર્થ વ્યાખ્યાતા અને પ્રમાણશાસ્ત્ર, પ્રકરણ તથા પ્રબના રચનાકાર હતા. શ્રી બુદ્ધિસાગરસૂરિ આગમસાહિત્યના વિશિષ્ટ જ્ઞાતા, ક્રિયાનિષ્ટ અને વ્યાકરણશાસ્ત્ર વગેરેના રચયિતા હતા. પાટણનરેશ ભીમદેવ, પુરે હિત સેમેશ્વર, શિવાચાર્ય જ્ઞાનદેવ અને ત્યાંના યાજ્ઞિકે ને પિતાના વર્ચસ્વથી વિશેષ પ્રભાવિત કરી પાટણમાં સુવિહિતમાગ મુનિઓ માટે આવાગમનની સુલભતા પ્રાપ્ત કરવામાં તે બંને બંધુઆચાર્યોને મહત્ત્વને ફાળે હતે. શ્રી જિનેશ્વરસૂરિ અને શ્રી બુદ્ધિસાગરસૂરિના ગુરુ ચાન્દ્રકુલ વડગચ્છના આચાર્ય શ્રી વર્ધમાનસૂરિ હતા. તેઓ સપાટ દેશ-કુર્ગપુરમાં ચૈત્યવાસી આચાર્ય હતા. તેમનું ૮૪ જૈનમંદિરે પર આધિપત્ય હતું. પરંતુ વિશુદ્ધ ચારિત્રક્રિયાનું પાલન કરવા માટે તેમણે ચૈત્યવાસી પરંપરાને ત્યાગ કરી વડગ૭ના સંસ્થાપક શ્રી ઉદ્યોતનસૂરિની સુવિહિત પરંપરાને સ્વીકાર કર્યો હતે. આ સુવિહિત પરંપરામાં થયેલા શ્રી વર્ધમાનસૂરિ પાસે શ્રી જિનેશ્વરસૂરિ અને શ્રી બુદ્ધિસાગરસૂરિએ દીક્ષા ગ્રહણ હરી હતી. આ વખતે સપાદલક્ષમાં અલ્લરાજાના પુત્ર ભુવનપાલનું શાસન હતું. બનારસમાં પં. કૃષ્ણગુપ્ત નામે વિપ્રદેવને શ્રીધર અને શ્રીપતિ નામે બે પુત્રો હતા. તેઓ વેદવિદ્યાના પ્રકાંડ પંડિત હતા; ૧૪ વિદ્યાના જ્ઞાતા હતા. એક વખત દેશ-દેશાંતરની યાત્રા કરવા માટે બંને ભાઈઓએ પ્રયાણ કર્યું. ભ્રમણ કરતાં કરતાં બંને ભાઈ ધારાનગરીમાં આવ્યા. બંને ભાઈઓ ભિક્ષા દ્વારા જીવનનિર્વાહ કરતા હતા. માળવાની આ રાજધાનીમાં ભેજ રાજાનું શાસન હતું. તે નગરમાં લક્ષ્મીસંપન્ન લામધર નામના શ્રેષ્ટિ રહેતા હતા. તે આ બંને ભાઈઓને હંમેશાં ભિક્ષા આપતા. એક દિવસ શેઠના ઘરમાં આગ લાગી. ઘરની દિવાલ ઉપર ૨૦ લાખ સિકકાઓને લેણદેણનો હિસાબ લખ્યું હતું. આગની જ્વાળાઓમાં તે બધું નાશ પામ્યું. આ ઘટનાથી લક્ષ્મીધર શેઠ અત્યંત ચિંતિત હતા. રજની જેમ શ્રીધર અને શ્રીપતિ બંને ભાઈ ભિક્ષા અર્થે તે સ્થાને આવ્યા. લક્ષ્મીધર શેઠને ચિંતિત જોઈ, તેમની ઉદાસીનું કારણ જાણે તેમને કહ્યું, “મહાનુભાવ ! આપ ખેદ ન કરે. અમે આ પહેલાં આપને ત્યાં ભિક્ષા લેવા માટે આવતા ત્યારે દીવાલ પર લખેલે એ હિસાબ અમે વાંચ્યું હતું, ને આજે અમને તે સંપૂર્ણ યાદ છે.” બંને ભાઈઓએ તિથિ, વાર, સંવત અને નામ સહિત સઘળે હિસાબ શેઠને લખી આપે. શેઠ તેમની સ્મરણશક્તિ પર અત્યંત પ્રસન્ન થયા. ભજન, વસ્ત્રાદિ ઘણું દાન આપી તેમનું બહુમાન કર્યું. આ પ્રસંગથી શેઠે મનમાં વિચાર્યું કે શાંત પ્રકૃતિ, તીવ્ર યાદશક્તિ અને બુદ્ધિ 2010_04 Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવ તા ૨૨૭ ધરાવતાં આ બ્રાહ્મણપુત્રાથી જૈનશાસનની મેાટી પ્રભાવના થવાના સંભવ છે. યાગાનુયાગે શ્રી વર્ધમાનસૂરિનુ` આગમન ધારાનગરીમાં થયું. લક્ષ્મીધર શેઠ અને બ્રાહ્મણ પડિતાને લઈ શ્રી વ માનસૂરિ પાસે આવ્યા. વંદન કરી, બે હાથ જોડી, તેમની પાસે બેઠા. શ્રી વર્ધમાનસૂરિ શ્રેષ્ઠ લક્ષયુક્ત બ્રાહ્મણપુત્રાને જોઇ પ્રસન્ન થયા. શ્રી વર્ધમાનસૂરિના દર્શનથી અને બ્રાહ્મણપુત્રાનાં હૃદયમાં વૈરાગ્યભાવ જાગ્યા. શેઠ પાસેથી તેને પૂરા પરિચય મેળવી શ્રી વર્ધમાનસૂરિએ બંનેને મુનિદીક્ષા આપી. આ બંનેની દીક્ષામાં લક્ષ્મીધર શેઠની પ્રબળ પ્રેરણા હતી. દીક્ષા આપ્યા પછી યોગેન્દ્રહનપૂર્વક શ્રી વર્ધમાનસૂરિએ તેમને સિદ્ધાંતશાસ્ત્રોનુ' શિક્ષણ આપ્યું; અને કેટલાક સમય પછી તેમની યાગ્યતા સમજી અને મુતિવરેશને આચાર્યપદે સ્થાપ્યા. એક વખત આ બંને આચાર્ય શ્રી વર્ધમાનસૂરિની આજ્ઞા લઈ, ચેાગ્ય માર્ગદર્શન મેળવી, ગુજરાત પ્રદેશ અતગત પાટણ પધાર્યા. પાટણમાં સુવિહિતમાગી મુનિએ માટે પ્રવેશ શકય નથી એ વાત તેમણે પહેલાં શ્રી વ માનસૂરિ પાસેથી જાણી હતી. વિ. સ. ૮૦૨ માં ગુજરાતની સ્થાપના કરનાર રાજા વનરાજ ચાવડા ચૈત્યવાસી સાધુઓને પરમ ભક્ત હતા, રાજ્યાભિષેક વખતે તેણે ચૈત્યવાસી શીલગુણસૂરિ અને દેવચંદ્રસૂરિ પાસેથી વાસક્ષેપપૂર્વક આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારથી વનરાજ ચાવડાએ તામ્રપત્રમાં લખીને આદેશ આપ્યા હતા કે “ આ આચાય ને માનનારા ચૈત્યવાસીએ સમ્મત મુનિરાજો જ પાટણમાં રહી શકશે. ’’ ત્યારથી પાટણમાં ચૈત્યવાસીઓનું વČસ્વ વધી ગયુ` હતુ`. વિ. સ’. ૧૦૮૦ માં પાટણમાં રાજા ભીમદેવનુ રાજ હતું. તેમને સામેશ્વર નામે રાજપુરહિત હતે. તે આ આચાયે`–શ્રી જિનેશ્વરસૂરિ અને શ્રી બુદ્ધિસાગરસૂરિને મામે હતા. અને આચાર્યં સેમેશ્વર પુરોહિતને ત્યાં પહોંચ્યા. પુરાહિત અને આચાર્યાંના શિષ્ટ વ્યવહાર અને મધુર વેંચનાથી પ્રસન્ન થયા. બેસવા માટે આસન આપ્યું. પોતે ક'બલ બિછાવી તેમની સામે એઠે. પછી બંને આચાર પુરહિતને આશીર્વાદ આપતાં ઓલ્યા કે, “ જે હાથ--પગ ને મન વિના પણ ગ્રહણ કરે છે, નેત્ર વિના પણ દેખે છે, કાન વિના પણ સાંભળે છે અને સમગ્ર વિશ્વને જાણે છે; પણ તેને કેઇ જાણતું નથી એવા નિરંજન નિરાકાર મહાદેવ જિનેશ્વર તમારું કલ્યાણ કરો. ” વેદ, ઉપનિષદ્ અને નાગમ સમ્મત માન્યતાને પ્રગટ કરતાં આ બ્લેકને સાંભળી પુરેાહિત સામેશ્વર નતમસ્તક થઈ ગયા. વાતચીત દરમિયાન તેણે જાણ્યું કે આ બંને આચાર્યે પોતાના ભાણેજ છે. અહી પાટણમાં સુવિહિતમાર્ગી સાધુએને ઊતરવાનું સ્થળ મળવું શકત્ર ન હતુ, તેથી પુરોહિત સોમેશ્વરે તેમની રહેવાની વ્યવસ્થા પેાતાના મકાનમાં કરી. ઃ પાટણના યાજ્ઞિક, સ્માત, દીક્ષિત અને અગ્નિહોત્રી વગેરે વિદ્વાન બ્રાહ્મણા પણ આ શ્રમણાની ખ્યાતિ સાંભળીને આવ્યા અને તેમના ઉપદેશ સાંભળી મુખ્ય અન્યા. પાટણનરેશ ભીમદેવ પણ આ આચાયૅના ત્યાગ, તપોબળ, બુદ્ધિબળ આદિથી પ્રભાવિત થયા. ચૈત્યવાસીઓએ તેમને વિરાધ કર્યાં. તેમણે કહ્યું કે, “હું રાજન્ ! અમને વનરાજ ચાવડાના સમયથી આ લેખિત અધિકાર મળ્યા છે. અહીં ચૈત્યવાસીઓ સિવાય, અમારી સમતિ વિના કોઈ શ્રમણ રહી શકતા નથી. પૂના રાજાના આદેશ પછીના રાજાએ પાળવા જોઈએ. '' પ્રત્યુત્તરમાં પાટણનરેશે 2010_04 Page #3 -------------------------------------------------------------------------- ________________ 228 શાસનપ્રભાવક કહ્યું કે, પૂર્વના રાજાનું ફરમાન અમારે પણ માન્ય છે, પરંતુ પાટણમાં આવેલા ગુણીજનેનું સન્માન કરવું એ પણ અમારું કર્તવ્ય છે. આથી આપે પણ આપની સંમતિ આ કાર્યમાં આપવી જોઈએ.” આ પ્રકારે ચૈત્યવાસીઓને માનપૂર્વક સમજાવી અને તેઓની સંમતિ મેળવી રાજા ભીમદેવે સુવિહિતમાગ મુનિઓના આવાગમનની સગવડ કરી આપી. પુરહિત સોમેશ્વરદેવ અને શૈવાચાર્ય જ્ઞાનદેવના સહયોગથી તેઓને સ્થાનની સુંદર સગવડ મળી. પ્રભાવક ચરિત્રમાં જૈનધર્મના વિશેષ પ્રભાવક આચાર્યોનું વર્ણન છે તેમાં જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિનો વિસ્તૃત પરિચય આપવામાં આવેલ છે. નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિ પણ તેમની શિષ્ય પરંપરાના પ્રભાવક શ્રમણ હતા. સાહિત્ય : શ્રી જિનેશ્વરસૂરિ અને શ્રી બુદ્ધિસાગરસૂરિ—-બંને સાહિત્યસર્જક પણ હતા. શ્રી જિનેશ્વરસૂરિએ કથારૂપિ, વિવરણરૂપે, પ્રમાણવિષયક ગ્રંથની રચના કરી છે. તેમણે રચેલા ગ્રંથને પરિચય આ પ્રમાણે છે : (1) લીલાવતીકથાનું નિર્માણ આશાપલ્લીમાં વિ. સં. 1082 થી 1085 સુધીમાં થયું છે. આ પ્રાકૃત પદ્યમય રચના છે. આ કથાનું પદલાલિત્ય આકર્ષક છે. લેક આદિ વિવિધ અલંકારેથી મંડિત આ “લીલાઈકહાની રચના ચિત્યવંદન-ટીકા પહેલા રચી છે. (2) કથાનક કેષની રચના ડીડુઆણક (ડીડવાણ) ગામમાં વિ. સં. ૧૧૦૮માં થઈ છે. આ પણ પ્રાકૃત રચના છે. આમાં ઉપદેશાત્મક 40 કથાઓ છે. (3) પંચલિંગી પ્રકરણની રચના વિ. ૧૦૯૨માં થઈ છે. તેમાં સમ્યકત્વના લક્ષણોનું વર્ણન છે. આ એક સૈદ્ધાંતિક કૃતિ છે. આમાં 101 ગાથા છે. (4) ટ્રસ્થાન પ્રકરણના 111 પદો છે. આ ગ્રંથ છે સ્થાનમાં વિભાજિત છે. 1. વ્રતપરિકત્વ, 2. શીલતત્ત્વ, 3. ગુણતત્ત્વ, 4. –જુવ્યવહાર, 5. ગુરુસુશ્રષા અને 6. પ્રવચનકૌશલ. આ છ સ્થાનમાં શ્રાવકના ગુણોનું વર્ણન છે. આ એક સૈદ્ધાંતિક કૃતિ છે. આ ગ્રંથ ઉપર શ્રી અભયદેવસૂરિએ 1638 કલેકપ્રમાણ ભાગ્યની રચના કરી છે અને થારાપ્રદગચ્છીય શ્રી શાંતિસૂરિએ ટીકા રચી છે. (5) પ્રમાણલફમવૃત્તિ : આનું ગ્રંથાગ્ર પરિમાણ ચાર હજાર લોકપ્રમાણ છે. કૃતિના મૂળ લેક 405 છે. આ પ્રમાણવિષયક સુંદર રચના છે. આમાં પ્રમાણ અને તક પર આધારિત વાદપ્રક્રિયાનું સુંદર વર્ણન છે. આ કૃતિ શ્રી જિનેશ્વરસૂરિની દાર્શનિક પ્રતિભાને પરિચય કરાવે છે. (6-7) અષ્ટક પ્રમાણવૃત્તિ અને ચૈત્યવંદન ટીકાની રચના જાવાલિપુર (જાલોર)માં થઈ છે. અષ્ટપ્રમાણવૃત્તિ શ્રી હરિભદ્રસૂરિ કૃત અષ્ટકપ્રકરણની વ્યાખ્યા છે. આ કૃતિને રચનાકાળ વિ. સં. 1080 છે. ચૈત્યવંદન ટીકાનું પદપરિમાણ 1000 છે. આ ટીકાની રચના વિ. સં. 1092 માં થઈ છે. શ્રી બુદ્ધિસાગરસૂરિએ જાવાલિનગરમાં બુદ્ધિસાગર ગ્રંથાગ્ર “સપ્તસહસંકલ્પમ’ 7000 એ. “શબ્દલક્ષ્યલક્ષ્મ” અને “પંચથી” એ તેનાં બીજાં નામે છે. આ વ્યાકરણ ગ્રંથ છે. તેમનું વ્યાકરણ તે યુગની જેન વિદ્વાન વૈયાકરણમાં ઉચ્ચકોટિની રચના છે. તેની રચના વિ. સં. ૧૦૮૦માં થઈ હતી. આ ગ્રંથમાં પ્રાપ્ત સંવતને આધારે શ્રી જિનેશ્વરસૂરિ અને શ્રી બુદ્ધિસાગરસૂરિને સમય વીરનિર્વાણની સેમી (વિક્રમની ૧૧મી-૧૨મી) શતાબ્દીને સિદ્ધ થાય છે. 2010_04