SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવ તા ૨૨૭ ધરાવતાં આ બ્રાહ્મણપુત્રાથી જૈનશાસનની મેાટી પ્રભાવના થવાના સંભવ છે. યાગાનુયાગે શ્રી વર્ધમાનસૂરિનુ` આગમન ધારાનગરીમાં થયું. લક્ષ્મીધર શેઠ અને બ્રાહ્મણ પડિતાને લઈ શ્રી વ માનસૂરિ પાસે આવ્યા. વંદન કરી, બે હાથ જોડી, તેમની પાસે બેઠા. શ્રી વર્ધમાનસૂરિ શ્રેષ્ઠ લક્ષયુક્ત બ્રાહ્મણપુત્રાને જોઇ પ્રસન્ન થયા. શ્રી વર્ધમાનસૂરિના દર્શનથી અને બ્રાહ્મણપુત્રાનાં હૃદયમાં વૈરાગ્યભાવ જાગ્યા. શેઠ પાસેથી તેને પૂરા પરિચય મેળવી શ્રી વર્ધમાનસૂરિએ બંનેને મુનિદીક્ષા આપી. આ બંનેની દીક્ષામાં લક્ષ્મીધર શેઠની પ્રબળ પ્રેરણા હતી. દીક્ષા આપ્યા પછી યોગેન્દ્રહનપૂર્વક શ્રી વર્ધમાનસૂરિએ તેમને સિદ્ધાંતશાસ્ત્રોનુ' શિક્ષણ આપ્યું; અને કેટલાક સમય પછી તેમની યાગ્યતા સમજી અને મુતિવરેશને આચાર્યપદે સ્થાપ્યા. એક વખત આ બંને આચાર્ય શ્રી વર્ધમાનસૂરિની આજ્ઞા લઈ, ચેાગ્ય માર્ગદર્શન મેળવી, ગુજરાત પ્રદેશ અતગત પાટણ પધાર્યા. પાટણમાં સુવિહિતમાગી મુનિએ માટે પ્રવેશ શકય નથી એ વાત તેમણે પહેલાં શ્રી વ માનસૂરિ પાસેથી જાણી હતી. વિ. સ. ૮૦૨ માં ગુજરાતની સ્થાપના કરનાર રાજા વનરાજ ચાવડા ચૈત્યવાસી સાધુઓને પરમ ભક્ત હતા, રાજ્યાભિષેક વખતે તેણે ચૈત્યવાસી શીલગુણસૂરિ અને દેવચંદ્રસૂરિ પાસેથી વાસક્ષેપપૂર્વક આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારથી વનરાજ ચાવડાએ તામ્રપત્રમાં લખીને આદેશ આપ્યા હતા કે “ આ આચાય ને માનનારા ચૈત્યવાસીએ સમ્મત મુનિરાજો જ પાટણમાં રહી શકશે. ’’ ત્યારથી પાટણમાં ચૈત્યવાસીઓનું વČસ્વ વધી ગયુ` હતુ`. વિ. સ’. ૧૦૮૦ માં પાટણમાં રાજા ભીમદેવનુ રાજ હતું. તેમને સામેશ્વર નામે રાજપુરહિત હતે. તે આ આચાયે`–શ્રી જિનેશ્વરસૂરિ અને શ્રી બુદ્ધિસાગરસૂરિને મામે હતા. અને આચાર્યં સેમેશ્વર પુરોહિતને ત્યાં પહોંચ્યા. પુરાહિત અને આચાર્યાંના શિષ્ટ વ્યવહાર અને મધુર વેંચનાથી પ્રસન્ન થયા. બેસવા માટે આસન આપ્યું. પોતે ક'બલ બિછાવી તેમની સામે એઠે. પછી બંને આચાર પુરહિતને આશીર્વાદ આપતાં ઓલ્યા કે, “ જે હાથ--પગ ને મન વિના પણ ગ્રહણ કરે છે, નેત્ર વિના પણ દેખે છે, કાન વિના પણ સાંભળે છે અને સમગ્ર વિશ્વને જાણે છે; પણ તેને કેઇ જાણતું નથી એવા નિરંજન નિરાકાર મહાદેવ જિનેશ્વર તમારું કલ્યાણ કરો. ” વેદ, ઉપનિષદ્ અને નાગમ સમ્મત માન્યતાને પ્રગટ કરતાં આ બ્લેકને સાંભળી પુરેાહિત સામેશ્વર નતમસ્તક થઈ ગયા. વાતચીત દરમિયાન તેણે જાણ્યું કે આ બંને આચાર્યે પોતાના ભાણેજ છે. અહી પાટણમાં સુવિહિતમાર્ગી સાધુએને ઊતરવાનું સ્થળ મળવું શકત્ર ન હતુ, તેથી પુરોહિત સોમેશ્વરે તેમની રહેવાની વ્યવસ્થા પેાતાના મકાનમાં કરી. ઃ પાટણના યાજ્ઞિક, સ્માત, દીક્ષિત અને અગ્નિહોત્રી વગેરે વિદ્વાન બ્રાહ્મણા પણ આ શ્રમણાની ખ્યાતિ સાંભળીને આવ્યા અને તેમના ઉપદેશ સાંભળી મુખ્ય અન્યા. પાટણનરેશ ભીમદેવ પણ આ આચાયૅના ત્યાગ, તપોબળ, બુદ્ધિબળ આદિથી પ્રભાવિત થયા. ચૈત્યવાસીઓએ તેમને વિરાધ કર્યાં. તેમણે કહ્યું કે, “હું રાજન્ ! અમને વનરાજ ચાવડાના સમયથી આ લેખિત અધિકાર મળ્યા છે. અહીં ચૈત્યવાસીઓ સિવાય, અમારી સમતિ વિના કોઈ શ્રમણ રહી શકતા નથી. પૂના રાજાના આદેશ પછીના રાજાએ પાળવા જોઈએ. '' પ્રત્યુત્તરમાં પાટણનરેશે Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249079
Book TitleJineshwarsuri tatha Buddhisagarsuri
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages3
LanguageGujarati
ClassificationArticle & Story
File Size105 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy