Book Title: Jinendra Stavanadi Kavya Sandoh Part 02 Author(s): Prachin Maha Purush Publisher: Vijaydansuri Jain Granthmala View full book textPage 8
________________ ઉપર જણાવેલી ત્રણ પ્રકારની સ્તવનાઓ એક એકથી ચઢિયાતી છે. જીવમાં જેટલા જેટલા પ્રમાણમાં ગુણસમ્પન્નતા પ્રગટે છે, તેટલા તેટલા પ્રમાણમાં એ જીવ ચઢિયાતી સ્તવના કરનારો બની શકે છે. સ્તવનાના આ હેતુઓને સફલ કરવાને માટે, સ્તવનીય સંબંધી નિર્ણય પણ કરે જ પડે છે. સ્તવનીય સંબંધી નિર્ણય કરવામાં જેટલી ખામી રહે છે, તેટલી જ ખામી તવનાનો હેતુ સફલ બનવામાં રહે છે. ખરો વિવેક જ સ્તવનીય સંબંધી નિર્ણય કરવામાં જોઈએ. સ્તવનીય સંબંધી નિર્ણય જે યથાયોગ્ય હોય, તો સ્તવનાની ખામીને ટળતાં વાર લાગતી નથી. જે કોઈ જીવ સૂમ બુદ્ધિથી જાણી શકે છે અને વિચારી શકે છે, તે જીવને એમ લાગ્યા વિના રહેતું જ નથી કે-આ જગતમાં જેટલા સ્તવનીય ગણાય છે, તે સર્વ યથાર્થપણે સ્તવનીય જ હોય એવું બનતું નથી. સ્તવનીય ન હય, છતાં પણ સ્તવાતા હોય એવું પણું ઘણું બને છે. જગતમાં તો સ્તવની પણ સ્તવાય છે અને અસ્તવની પણ સ્તવાય છે. પરંતુ જેઓ યથાર્થપણે સ્તવનીય છે, તેઓમાં પણ સર્વશ્રેષ્ઠ સ્તવનીય તે ભગવાન શ્રી જિનેશ્વરદેવો જ છે. એટલું જ નહિ, પણ યથાર્થપણે સઘળીય સ્તવનીય વ્યકિતઓ અને સઘળીય સ્તવનીય વસ્તુઓનું મૂળ પણ ભગવાન શ્રી જિનેશ્વરદેવે જ છે. આ વાત ધ્યાનમાં આવવી બહુ મુશ્કેલ છે, પણ જ્યાં સુધી આ વાત ધ્યાનમાં આવતી નથી ત્યાં સુધી કોઈ પણ સ્તવના પરિપૂર્ણ શુદ્ધતાને અને પરિપૂર્ણ સફલતાને પામી શકતી નથી. ' અર્થસિદ્ધિના હેતુએ વિચારીએ, તો પણ ભગવાન શ્રી જિનેશ્વરદેવ જ સ્તવની શ્રેષ્ઠ લાગે તેમ છે. જરૂરિયાત અને ઈચ્છાઓ દુઃખ વિના અને ઉણપ વિના સંભવી શકતી નથી. જ્યાં દુઃખ પણ ન હોય અને ઉણપ પણ ન હોય, ત્યાં અન્યની જરૂર લાગે નહિ કે અન્યની ઈચ્છા જન્મે નહિ. ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ એ માર્ગ દર્શાવ્યું છે કે-એ માર્ગે જે કંઈ ચાલે, તે પરિણામે એવીPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 456