Book Title: Jinendra Stavanadi Kavya Sandoh Part 02
Author(s): Prachin Maha Purush
Publisher: Vijaydansuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 9
________________ સ્થિતિને પામે કે-એ સંપૂર્ણ કોટિના શાશ્વત સુખને પામે. દુઃખને પણ અંશ નહિ અને લેશ માત્રેય ઉણપ નહિ, એવું એ સુખ છે. એ સુખને સર્વોત્તમ કોટિને અનુભવ મોક્ષને પામેલા જ કરે છે. એ મોક્ષને પામવાને સાચે ઉપાય સ્વતંત્રપણે જે કેઈએ પણ બતાવેલ હોય, તે તે એક માત્ર ભગવાન શ્રી જિનેશ્વરદેવેએ જ બતાવેલ છે. આવા શ્રી જિનેશ્વરદેવોની સ્તવના કરતાં, જીવ અશુભ કર્મોની નિર્જરાને સાધી શકે છે અને એ સ્તવનાના વેગે જો કર્મબંધ થાય છે તે તે શુભ કર્મનો જ બંધ થાય છે. એ શુભ કર્મો પણ એવું ઉત્તમ કોટિનું હોય છે કે-જીવને એ વિપુલ સુખસામગ્રી આપે છે અને તેમ છતાં પણ એ સામગ્રીમાં લુબ્ધ બનીને જીવ મોક્ષમાર્ગની આરાધનાને તરછોડી દે એવી મનોદશાને એ શુભ કર્મ પામવા દેતું નથી. ભગવાન શ્રી જિનેશ્વરદેએ ફરમાવેલા મોક્ષના ઉપાયને આચરનારે બનેલે મોક્ષાર્થી જીવ, ક્રમશઃ સુખમાં વધત જાય છે અને પરિણામે મોક્ષને પામે છે. એ દરમ્યાનમાં એને જે પૂર્વકૃત પાપકર્મના ઉદયથી દુ:ખ પણ આવે છે, તો પણ એ જીવને એ જીવને મોક્ષમાર્ગને આરાધકભાવ સમાધિમાવથી ભ્રષ્ટ થવા દેતો નથી અને એથી એ જીવને દુઃખ પણ દુઃખ રૂપ બનતું નથી તેમજ એ દુઃખ પણ પરિણામે એના સુખનું કારણ બને છે. આથી પિતાની જરૂર કે પિતાની ઈચ્છાને અવલંબીને પણ જેઓ સ્તવના કરવાને પ્રેરાતા હેય, તેઓએ ભગવાન શ્રી જિનેશ્વરદેવની સ્તવનામાં મગ્ન બનવું, એ પિતાના અર્થની સિદ્ધિને માટે સર્વશ્રેષ્ઠ ઉપાય છે. જેઓ કૃતજ્ઞ હેય, તેઓ પણ જે સૂક્ષ્મ બુદ્ધિથી સમજ મેળવીને વિચાર કરે, તે તેઓને પણ લાગે કે-અમારા ઉપર જેવો અને જેટલે ઉપકાર ભગવાન શ્રી જિનેશ્વરદેવોને છે, તે અને તેટલે ઉપકાર અન્ય કોઈને પણ નથી. બીજાઓને ઉપકાર દ્રવ્યથી પણ મર્યાદિત હોય છે, ક્ષેત્રથી પણ મર્યાદિત હોય છે, કાલથી પણ મર્યાદિત હોય છે અને ભાવથી પણ મર્યાદિત હોય છે. દ્રવ્યાદિથી નિર્મ.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 456