Book Title: Jin Rushabh ni Keshvallari Sambandh Be Aprakat Stotro
Author(s): Amrut Patel
Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf

View full book text
Previous | Next

Page 2
________________ ૨૮ અમૃત પટેલ Nirgrantha રૂપી જાલ, બે કર્ણકલિકા રૂપી પાશથી ડરે છે (૨૩). ઋષભદેવના કર્ણપ્રદેશ આસપાસ દેવેન્દ્ર વગેરેની સ્તુતિઓ બેસુમાર સુધા વર્ષાવે છે. આથી જ સ્કંધસ્થળ ઉપર કેશકલાપ રૂપે પાવન દૂર્વાવન ઊગ્યું છે. આમ હે –ઋષભપ્રભુ, જેઓ સમયે સમયે આપના આ કુંતલવર્ણનસ્તવનનું રટણ કરે છે તે ઇન્દ્રત આદિ વૈભવને પામ્યા પછી શિવપદને પણ પામે છે. હવે ત્રષભકુંતલ-અષ્ટકમાં આવતી ઉભેક્ષાઓ વિષે જોઈએ : ૧. ઋષભદેવના સ્કંધપ્રદેશ ઉપરનો શ્યામ કેશકલાપ મોહરાજ, કામદેવ, અને માનગજની વિજય પ્રશસ્તિ રૂપે શોભી રહ્યો છે; ૨. ઋષભદેવનું મુખ એ કમલ છે અને તેની સુગંધથી લુબ્ધ ભ્રમરગણ કેશ-પાશ રૂપે તેની આસપાસ ભમી રહેલ છે; ૩. ઋષભદેવનું હૃદય એ ગૃહ સમાન છે અને કેશલતા એની ઉપર શોભતી વંદનમાલિકા (તોરણ) સમાન ૪. ઋષભદેવના અંત:કરણમાં તો ધ્યાનાગ્નિ પ્રજ્જવલે છે માટે જ તેમાંથી ઊઠતી ધૂમ્રશ્રેણી કેશછટા રૂપે બહાર આવે છે; ૫. સંયમના ભારથી ઋષભદેવના સ્કંધ ઉપર જ ઘા પડ્યા તેના ઘસરકાની કાલિમાં ઊપસી, તે જાણે કે કોમલ કેશલતા રૂપે શોભે છે; ૬. ઋષભદેવનો દેહ સુવર્ણ વર્ણો છે અને કેશલતા શ્યામવર્ણી છે, તે જાણે કે મેરુની નજીક રહેલ મેઘરાશિની શોભાને પરાસ્ત કરે છે. ૭. લાગે છે કે બ્રહ્માએ ચંદ્ર-બિંબને શુદ્ધ કર્યા પછી જ ઋષભદેવનું મુખ સજર્યું છે. કારણ કે ચંદ્રની કલંક રેખાઓ ત્યાં કેશલતાની છાયા રૂપે પડે છે. ૮. ઋષભદેવના વિગ્રહ-રૂપી ગ્રહ(શરીર રૂપી સંગ્રામ)માં શ્રેષ્ઠ સંયમરૂપી લક્ષ્મી આશ્રય કરે છે. તેને ક્રીડા કરવા માટે મરકત-રત્નની બનેલી ભૂમિ સમાન સ્કંધપ્રદેશ ઉપર કેશલતા શોભે છે. આમ ઋષભદેવનાં કુંતલ વિષેની આ બન્ને લઘુકૃતિઓમાં ઉભેલા સુંદર રીતે વ્યક્ત થાય છે. ટિપ્પણો : ૧. તેમના શિષ્ય પદ્મપ્રભસૂરિએ પ્રાકૃત ભાષામાં મુનિસુવતચરિત્રની રચના સંવત ૧૨૯૪ | ઈ. સ. ૧૨૪૮માં કરી હતી. જુઓ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મોહનલાલ દલિચંદ દેસાઈ, મુંબઈ ૧૯૩૧, પૃ. ૪૬૯. ૨. તેમના શિષ્ય ધર્મકુમારે શાલિભદ્રચરિત સંવત્ ૧૩૩૯ | ઈ. સ. ૧૨૭૮માં રચ્યું હતું. ૩. આચાર્ય પ્રધુમ્નવિજયસૂરિએ તાજેતરમાં ડા, જિતેન્દ્ર શાહને ઉદયપ્રભસૂરિશિષ્ય વિબુધપ્રભસૂરિની એક કૃતિ, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિસૂત્રસ્તુતિ, તેમને પ્રાપ્ત થયાનું જણાવ્યું છે. આ ઉદયપ્રભસૂરિ તે વિખ્યાત નાગેન્દ્રગથ્વીય વિજયસેન સૂરિના શિષ્ય નહીં પણ વાસુપૂજ્યચરિત્રના કર્તા વર્ધમાનસૂરિના શિષ્ય, નાગેન્દ્રગચ્છના જ, પણ અન્ય ઉદયપ્રભસૂરિ હોવાનો સંભવ છે. એમ હોય તો એમનો સમય ઈસ્વી ૧૩મી સદી આખરી ચરણ માની શકાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6