Book Title: Jin Rushabh ni Keshvallari Sambandh Be Aprakat Stotro
Author(s): Amrut Patel
Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf
Catalog link: https://jainqq.org/explore/249329/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જિન ઋષભની કેશવલ્લરી સંબંધ બે અપ્રગટ સ્તોત્રો અમૃત પટેલ પ્રથમ તીર્થનાથ શ્રી ઋષભદેવે જ્યારે પ્રવજ્યા ગ્રહણ કરી ત્યારે ઇન્દ્રની પ્રાર્થનાથી પંચમમુષ્ટિથી કેશલોચ કર્યો નહિ : અને કેશછટા એમના સ્વર્ણિમ સ્કંધપ્રદેશ પર શ્યામલ કુંતલ લટો રૂપે લહેરાવવા લાગી. આ કેશ-લટો વિષે અભિનવ ઉભેક્ષા, કલ્પનાવૈભવ, અને ભાષાની પ્રાસાદિકતા તેમ જ પ્રૌઢ કવિત્વ ધરાવતા બે અપ્રકાશિત સ્તોત્રકાવ્યો રજૂ કર્યા છે. તેમાં પહેલું છે ઋષભકુંતલ-પંચવિંશતિકા. અને બીજું છે ઋષભકુંતલ અષ્ટક. અષ્ટક અને પંચવિંશતિકાની પ્રતિઓ લાદભા સં. વિદ્યામંદિરના હસ્તપ્રતભંડારની છે. યથા : ઋષભકુંતલ અષ્ટક (1ીઠ૬૦ પેસૂંઠ ૧૮૧૨/૨ ઋષભકુંતલ કાત્રિશિકા ની છેડૂ. ૨૨ર પત્ર ૧.૨ ૨૬૪૧૧ સે.મી. ના છેડૂ૦ રૂ ૨૪ પત્ર ૨ ૨૯૪૧૧ સે.મી. વસંતતિલક વૃત્તમાં રચાયેલ અષ્ટક અજ્ઞાતકક છે, અને શાર્દૂલવિક્રીડિત છંદમાં પંચવિંશતિકા.જેના કર્તા વિષે જોકે સ્પષ્ટતા થયેલી નથી. પરંતુ ૨૪ | ૨૫માં પદ્યમાં આવતા વિવુધપ્રભુત્વ શબ્દમાંથી શ્લેષાત્મક રીતે “વિબુધપ્રભસૂરિ' એવું કર્જ-અભિધાન ઉદ્ભવી શકે. ઉપરાંત લાદ, સંગ્રહ હ.પ્ર.નં. ૨૨૨૫૬ ભેટસૂચિ પમ્પિકમાં પંચવિંશતિના કર્તા તરીકે વિબુધપ્રભસૂરિ વર્ણવ્યા છે. વિબુધપ્રભસૂરિ નામે બે આચાર્યોના ઉલ્લેખો થયેલા જોવા મળે છે. એક તો ચંદ્રગચ્છના વિબુધપ્રભસૂરિ તથા બીજા નાગેન્દ્રગચ્છના વિબુધપ્રભસૂરિ. આ બન્નેના શિષ્યોએ ગ્રંથો રચ્યાના ઉલ્લેખો મળે છે, પરંતુ તેઓ બેમાંથી એકેયની રચેલી કૃતિ હોય એવો નિર્દેશ મળતો નથી. જો આ બેમાંથી કોઈપણ એક વિબુધપ્રભસૂરિ હોય તો પંચવિંશતિકાનો રચનાસમય ૧૩મી સદી (ઉત્તરાર્ધ ?) ગણાય. અષ્ટકનો સમય પણ ૧૩મી શતાબ્દીથી તો અર્વાચીન લાગતો નથી. પંચવિંશતિકામાં કેશલતાને અલગ અલગ પદાર્થરૂપે રજૂ કરી છે. જેમકે ૧) હૃદયમાં બળતા ધ્યાનદીપની ધૂમ્રસેર; ૨) નજર ઉતારવા માટે નીલવર્ણ વસ્ત્રખંડ; ૩) રાજ્યરથ ધરાનો ત્રણ-ગણ; ૪) લક્ષ્મી પ્રેષિત ભ્રમર સમૂહ; ૫) સંસારસાગર ઊતરતાં સ્કંધે ચોરેલી શૈવલ-વલ્લરી; ૬) ધ્યાનાગ્નિનો ધૂમપટલ; ૭) મેઘ; ૮) રાગાદિવિજયપ્રશસ્તિ; ૯) કેશલતાનું વિશ્વવૈભવનિધિનું સૂચન; ૧૦) કાળોતરો નાગ; ૧૧) આમ્રપર્ણ; ૧૨) શ્રી શારદનો ગૃહ સમાન વદનની આસપાસનું ઉપવન; ૧૩) ડરી ગયેલો અંધકાર; ૧૪) ભ્રમર અને ચંદ્રકલંકનું એકત્ર રહેવું; ૧૫) શ્રવણયુગલમાં પ્રવેશવા માટે સંકોચાઈ ગયેલો સમુદ્ર; ૧૬) મુખકમલના કંઠ-નાલની આસપાસનો પંક; અથવા મુખરૂપ ચંદ્રની પાછળ પાછળ આવેલી પત્ની રાત્રિ; ૧૭) પૂર્વમિત્ર ચંદ્રથી પણ વધુ આલ્હાદક મુખચંદ્રને જોવા માટે સંઘરૂપ પર્વત ઉપર ચઢી ગયેલી કુવલય શ્રેણિ; ૧૮) ત્રિભુવનજનની નજરોથી પીવાતાં છતાં મુખ-જયોન્ઝા ઓછી ન થવામાં કારણરૂપ કુષ્ણચિત્રક લતા; ૧૯) કૈલાસ પર્વત ઉપર ધ્યાનસ્થ શંકરની જટામાં રહેવાથી ઉન્મત્ત થયેલી ગંગાને જોઈ, વિમલાચલ વિભૂષણ ઋષભદેવના મસ્તક ઉપર કેશલતા રૂપે યમુના વસી છે; ૨૦) ગિરિરાજ શત્રુંજય એ ગજવર છે અને એમાં ચમકતી વીજળી યુક્ત મેઘ એ હેમ-મઢી સ્કૂલ છે તેમાં ઊંચા મંદિર એ અંબાડી છે; તેમાં ધર્મરૂપી ધનુષ્ય છે. રાગદ્વેષ મોહ શત્રુઓ જીતવાના છે માટે ઋષભદેવે સ્કંધ પીઠે બે ભાથા રૂપે કેશકલાપ ધારણ કરેલ છે; ૨૧-૨૨) કપોલરૂપી ચંદ્રયુગલનાં બે મુગલાઓ દીક્ષાસમયે ધર્મચક્રમાં આવી વસ્યા છે કારણ કે તેઓ ઊંચા સ્કંધપ્રદેશમાં પથરાયેલી કેશ-લતા Page #2 -------------------------------------------------------------------------- ________________ ૨૮ અમૃત પટેલ Nirgrantha રૂપી જાલ, બે કર્ણકલિકા રૂપી પાશથી ડરે છે (૨૩). ઋષભદેવના કર્ણપ્રદેશ આસપાસ દેવેન્દ્ર વગેરેની સ્તુતિઓ બેસુમાર સુધા વર્ષાવે છે. આથી જ સ્કંધસ્થળ ઉપર કેશકલાપ રૂપે પાવન દૂર્વાવન ઊગ્યું છે. આમ હે –ઋષભપ્રભુ, જેઓ સમયે સમયે આપના આ કુંતલવર્ણનસ્તવનનું રટણ કરે છે તે ઇન્દ્રત આદિ વૈભવને પામ્યા પછી શિવપદને પણ પામે છે. હવે ત્રષભકુંતલ-અષ્ટકમાં આવતી ઉભેક્ષાઓ વિષે જોઈએ : ૧. ઋષભદેવના સ્કંધપ્રદેશ ઉપરનો શ્યામ કેશકલાપ મોહરાજ, કામદેવ, અને માનગજની વિજય પ્રશસ્તિ રૂપે શોભી રહ્યો છે; ૨. ઋષભદેવનું મુખ એ કમલ છે અને તેની સુગંધથી લુબ્ધ ભ્રમરગણ કેશ-પાશ રૂપે તેની આસપાસ ભમી રહેલ છે; ૩. ઋષભદેવનું હૃદય એ ગૃહ સમાન છે અને કેશલતા એની ઉપર શોભતી વંદનમાલિકા (તોરણ) સમાન ૪. ઋષભદેવના અંત:કરણમાં તો ધ્યાનાગ્નિ પ્રજ્જવલે છે માટે જ તેમાંથી ઊઠતી ધૂમ્રશ્રેણી કેશછટા રૂપે બહાર આવે છે; ૫. સંયમના ભારથી ઋષભદેવના સ્કંધ ઉપર જ ઘા પડ્યા તેના ઘસરકાની કાલિમાં ઊપસી, તે જાણે કે કોમલ કેશલતા રૂપે શોભે છે; ૬. ઋષભદેવનો દેહ સુવર્ણ વર્ણો છે અને કેશલતા શ્યામવર્ણી છે, તે જાણે કે મેરુની નજીક રહેલ મેઘરાશિની શોભાને પરાસ્ત કરે છે. ૭. લાગે છે કે બ્રહ્માએ ચંદ્ર-બિંબને શુદ્ધ કર્યા પછી જ ઋષભદેવનું મુખ સજર્યું છે. કારણ કે ચંદ્રની કલંક રેખાઓ ત્યાં કેશલતાની છાયા રૂપે પડે છે. ૮. ઋષભદેવના વિગ્રહ-રૂપી ગ્રહ(શરીર રૂપી સંગ્રામ)માં શ્રેષ્ઠ સંયમરૂપી લક્ષ્મી આશ્રય કરે છે. તેને ક્રીડા કરવા માટે મરકત-રત્નની બનેલી ભૂમિ સમાન સ્કંધપ્રદેશ ઉપર કેશલતા શોભે છે. આમ ઋષભદેવનાં કુંતલ વિષેની આ બન્ને લઘુકૃતિઓમાં ઉભેલા સુંદર રીતે વ્યક્ત થાય છે. ટિપ્પણો : ૧. તેમના શિષ્ય પદ્મપ્રભસૂરિએ પ્રાકૃત ભાષામાં મુનિસુવતચરિત્રની રચના સંવત ૧૨૯૪ | ઈ. સ. ૧૨૪૮માં કરી હતી. જુઓ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મોહનલાલ દલિચંદ દેસાઈ, મુંબઈ ૧૯૩૧, પૃ. ૪૬૯. ૨. તેમના શિષ્ય ધર્મકુમારે શાલિભદ્રચરિત સંવત્ ૧૩૩૯ | ઈ. સ. ૧૨૭૮માં રચ્યું હતું. ૩. આચાર્ય પ્રધુમ્નવિજયસૂરિએ તાજેતરમાં ડા, જિતેન્દ્ર શાહને ઉદયપ્રભસૂરિશિષ્ય વિબુધપ્રભસૂરિની એક કૃતિ, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિસૂત્રસ્તુતિ, તેમને પ્રાપ્ત થયાનું જણાવ્યું છે. આ ઉદયપ્રભસૂરિ તે વિખ્યાત નાગેન્દ્રગથ્વીય વિજયસેન સૂરિના શિષ્ય નહીં પણ વાસુપૂજ્યચરિત્રના કર્તા વર્ધમાનસૂરિના શિષ્ય, નાગેન્દ્રગચ્છના જ, પણ અન્ય ઉદયપ્રભસૂરિ હોવાનો સંભવ છે. એમ હોય તો એમનો સમય ઈસ્વી ૧૩મી સદી આખરી ચરણ માની શકાય. Page #3 -------------------------------------------------------------------------- ________________ Vol. II. 1996 छैन ऋषलनी शवल्लरीनां.... ऋषभकुंतल पंचविशंतिका ( शार्दूलविक्रीडित ) चञ्चत्पञ्चममुष्टिकुंतलततिः प्राचीपति प्रार्थनाऽ नुत्खाता तव राजति श्रवणयोः पार्श्वे युगादिप्रभो ! | स्नेहद्रोहसमिद्धमानहृदयध्यानप्रदीपोद्भवा सज्जेवाऽञ्जनमञ्जरी श्रुतियुगद्धार्थ्यां विनिर्गत्वरी ॥१॥ श्रीनाभेय ! भवान् नवाभ्युदयिनः श्रीधर्मभूमीपतेः प्रासादेऽभिनवोऽस्ति सर्वभुवनप्रीत्यै धृतः स्वस्तिकः ॥ स्कंधे तच्चिकुरच्छलादुभयतो दृग्दोषमोषक्षमा नीलीचर्चित चीरखं डयुगलीलोलेयमालोक्यते ॥२॥ गोस्वामिन्नसहाय एव वृषभ - स्कंध स्थलास्थायिनम् त्वं प्राग् यं बिभरांबभूविथ महाधुर्यो युगादौ स्थितः || भारे राज्यरथस्य तत्र भरत स्कंधाऽर्पिते कुंतल व्याजादंसतटे तव व्रणकिणश्रेणिर्ध्रुवं दृश्यते ॥ ३ ॥ प्रव्रज्यां प्रतिपन्न-वत्सल ! जगन्नाथ ! प्रपद्य त्वया किं त्यक्ताऽहमतीव विज्ञपयितुं संप्रेषिता पद्मया ॥ तद्गेहाम्बुरुहोपजीवनपरा स्वामिन् ! सुवाणिर्भवत्कर्णान्ते निभृता विभाति चिकुर व्याजेन भृंगावलिः ॥४॥ क्षेत्रे श्रीभरतेऽत्र तत्रसमये केनाप्यतीर्णं पुरा प्राक् संसारमहार्णवं प्रतरतः स्वार्मिंस्तव स्कंधयोः ॥ लग्ना शैवलवल्लरी ध्रुवमियं नीलाऽलकाऽलिच्छलात् पश्चात् तीर्णवतामियं यदजिताऽऽदीनां तु नो व्यज्यते ॥५॥ श्रीमन्नाभिनरेन्द्रपुत्र ! भवतो हन्मध्यभागे सदा शुद्धध्यानधनंजयस्य दहतः कर्मदुमाणां वनम् ॥ प्रोन्मीलत्कुटिलाऽलकाऽऽवलि - लता व्याजेन निर्जग्मुषी रेजे ध्यामलधूमधोरणिरियं श्रोत्रद्वयद्वारतः ॥६॥ क्षीयेऽहं बहिरंगवायुपटलेनाऽपि त्वया नु प्रभो । यस्याभ्यंतरवायुरप्यनुचरो योगायितं जन्मनः ॥ तन्मे वायुजयं वदेति जलदः प्रष्टुं कचच्छद्मना कर्णान्ते स्थितवान् परोपकरणक्रीडासनीडस्तव ॥७॥ स्वामिन् यद् भवता व्रतं कलयिता सामायिकास्त्रोज्जितैः रागद्वेषमहाभटद्वयपराभूतिः समासूत्र्यते तेनेयं मरूदेवि-संभव ! तव स्कंधोपरिष्टात् कचश्रेणी संतनुते प्रशस्ति युगली सख्यं मषीवर्णभाक् ॥८॥ ૨૯ Page #4 -------------------------------------------------------------------------- ________________ 30 અમૃત પટેલ Nirgrantha रत्नी-त्रिपदी-त्रिकालविषयज्ञान-त्रिलोकाद्भुतस्वामिन् वप्रभृतिच्छदायभृतः सद्ब्रह्मवृक्षस्य ते ॥ श्लिष्ट-स्कंधतटाः शिरोरुहजटाः पुण्यैकलभ्यं सदा पादाधः स्थितविश्ववैभवनिधि संसूचयन्ति प्रभो ! ॥९॥ सन्मार्ग व्रजतां सतामभिमुखी-भूत स्त्रिलोकीवधूशीर्षालंकरणं शिवाय भवसि त्वं पूर्णकुंभः प्रभो ! ॥ पूर्णस्य प्रशमामृतेन भवतः कर्णोपकंठे लुठत् केशौघ-व्यपदेशतो विलसति श्रीवृक्ष-पत्रावलिः ॥१०॥ त्वं स्वामिन् ! परितापहत् ! त्रिजगतामानंदनश्चंदनः कुंडं ज्ञानसुधारसस्य सुगुणश्रेणीमणीनां निधिः ॥ युक्तं त्रिष्वपि रूपकेषु भवतः कचानां कुलम् नीलाम्भोजविभं निलीनफणभृद्धंगीनिभं गीयते ॥११॥ दोर्दण्डद्वयदंभतोरणमहास्तंभान जाग्रद्-गुरु स्कंधप्रोन्नतकुंभकोटिविलसत्केशौघचूतच्छदः ॥ वक्त्रांभोरुहविभ्रमभ्रमदलिव्याजोल्लसत्तोरण- . स्त्रगम्योऽद्भुतसिद्धिसोधपुरतो द्वारायसे त्वं प्रभो ! ॥१२॥ स्मेरत्पक्ष्मकपाटनेत्रयुगली वातायनं प्रांतयोः स्कंधाऽऽक्रीडनगोपरि श्रुतिलता-व्यालंबि दोलाद्वयम् ॥ वक्त्रं गौर-कपोल-भित्ति भवतो वाग्देवता-पद्मयोः क्रीडा-सौधमुपान्तयोरुपवनप्रायोल्लसत्-कुंतलम् ॥१३॥ त्वद्वक्त्रस्य सुधारुचेः पुर इह स्थातुं न शक्तो द्विषा मप्यालादमस्य चारिमगुणं व्यालोकितुं चोत्सुकः ॥ उच्चैः स्कंधगिरीन्द्रयोसभयतो भीत्या निलीय प्रभो ! मन्ये श्यामल-कुंतल-स्थलमुपादायांधकारः स्थितः ॥१४॥ योगिन्नाननकानने सुरभिणि धोति:प्रधाने तव त्यक्त्वा शाश्वत-मत्सरं निवसतः पाथोज-चंद्रश्रियौ ॥ तस्मिन् शुद्धिभृति प्रसंगमनयोरप्राप्नुवंती ध्रुवम् पर्यन्ते चिकुरस्थलेन मधुपश्रेणीकलंकौ स्थितौ ॥१५॥ "नित्यं कांतिकल: कलङ्कविकलस्त्वद्वक्त्रचंद्रो यथा देव ! त्वं वद तादृशः कथमयं मत्पुत्रचंद्रो भवेत्" एवं प्रष्टमिवाभितः श्रुतियुगं संकुच्य कल्लोलिनीकान्तः कुंतलकैतवादुपययौ गांभीर्यमंत्रं तव ॥१६॥ सौरभ्यातिशयेन ते यदि मुखं श्रीसद्म-पद्यं, स्फुरत्द्योतिः पाथसि कंठनालमभितः पंकंति तत्कुंतलाः ॥ विश्वालादि-विभावशाद् यदि मुखं चंद्रोऽथ तत्पृष्ठतस्तत्कान्ता चिकुरच्छलेन रजनिः केनाऽत्र नो मन्यते ॥१७॥ Page #5 -------------------------------------------------------------------------- ________________ Vol. II. 1996 ३१ है मनी शENHi.... स्वार्मिंस्त्वन्नयनाद्धताद्धततमश्री-निर्जिता लज्जया न स्थातुं पुरतः क्षमा कुवलयश्रेणिनिलीय ध्रुवम् ॥ प्रागमित्रीकृतचंद्रतोऽप्यतिसुखं द्रष्टुं त्वदीयं मुखम् । प्रान्तस्कंधशिलोच्चयोपरि समारूढा शिरोजच्छलात् ॥१८॥ नित्यं मानवदेवदानवदृशां व्यूहेन लेह्याप्यसौ श्रीनाभेय ! भवन्मुखौषधिपतेर्योत्स्ना कथं क्षीयताम् ॥ यस्मादत्र जगत्त्रयी-परिवृढ ! प्रान्तद्वये कुंतलव्याजाद् राजति कृष्ण-चित्रकलताजालप्रवालावलिः ॥१९॥ आलोक्य त्रिदिवापगां परिलसत्-कैलाशशैलाशनाs ध्यासीनस्य वृषध्वजस्य शिरसि प्रेखोलनादुन्मदाम् ॥ संहर्षादिव देव ! ते रविसुता मूर्धानमासेवते केशश्रेणिमिषाद् वृषाङ्क ! विमलक्ष्याभृत्-तटीमंडनम् ॥२०॥ श्रीशत्रुजय एष कुंजरवर: प्रोद्दामसौदामिनीश्लिष्टाम्भोद-मिषेण हेमखचितप्रत्यङ्गरङ्गद्गुडः ॥ तत्रोच्चैस्तर चैत्यकोष्टकगतो धर्म दधानः प्रभो ! । विश्लिष्यद् विषमेषुमद्भुतगुणं त्वं नाभिभूतो भटः ॥२१॥ दृष्ट्वा कुंतलदंभतोंऽसतटयो स्त्वत्पृष्ठबद्धोल्लसत् - तूणीरद्धयबाणसंचयशिखा संदोह पिच्छच्छविः ॥ जेतव्यस्तव सज्जित स्त्रिभुवनद्रोहश्च मोहः स्फुरन् राग-द्वेष-कषायपंचविषयप्रायः प्रवीर वृतः ॥२२॥ युग्मम् उच्चांऽसस्थलसंस्थकुंतललताजालप्रवालश्रितप्रत्यासन्नविलोलकर्णलतिका-पाशद्वयत्रासतः ॥ देव ! त्वत्क-कपोल चंद्रयुगलस्येणौ प्रणस्य ध्रुवम् त्वद्दीक्षा-रसिकौ स्थितौ पुर इमौ श्रीधर्माचक्रान्तिके ॥२३॥ अश्रान्तं विबुधप्रभुप्रभृतिकत्रैलोक्यलोकस्तुति वर्षन्ती परितः सुधां श्रवणयोः प्रान्ते तव स्फूर्जति ॥ तस्याः स्यन्दवशाद् दिवोद्गतमिदं स्वामिस्तवांऽसस्थले श्रीनाभेय ! शिरोजराजिमिषतो दूर्वावनं पावनम् ॥२४॥ एवं नाभितनूद्भव ! प्रतिलवं कृत्वा मनः सौष्ठवं स्वामिन् ! वर्णित-कुंतलं तव नवं यः पापठीति स्तवम् ॥ प्राप्य प्राक् विबुधप्रभुत्व-विभवं मुक्त्वाऽथ दूरे भवं संप्राप्नोति शिवं गलत्परिभवं निःश्रेयस-श्री-भवम् ॥२५॥ इति श्रीविबुधप्रभसूस्कृिता श्रीऋषभकुंतल स्तुतिः ॥ Page #6 -------------------------------------------------------------------------- ________________ અમૃત પટેલ Nirgrantha अष्टक (वसंततिलका) देवः स वः शिवमसौ तनुतां युगायो यस्यांसपीठलुलिता शितिकुंतलाली // दो:स्तम्भयोरुपरि मन्मथ-मोह-दर्पजैत्र प्रशस्तिफलकश्रियमाश्रयेताम् // 1 // आदिप्रभोरनिशमंसतटीनिषण्ण- . केशच्छलेन परितो वदनारविन्दम् // किं नीलिकादलमिदंतउपयुषा वा सद्गंधलुब्धमधुपावलिराविभाति // 2 // निःकासिताऽविरतियोषित बाहुदंभाड]स्तम्भोपरिस्थकिशलोपमकेशकांतिः // श्रीनाभिजस्य हृदयावसथे विशन्त्या[ न्ती]: ++++स्फुरति वंदनमालिकेव // 3 // एषा यदादिमजिनस्य शिरोरुहश्रीरुद्भूतधूमलहरीव विभौ विभाति // सद्ब्रह्मरूपमनुमेयम/धनेद्धमन्तः स्फुरत्तदिह नूनमनूनमचिः // 4 // शंके पुरः स्फुरति कोमलकुंतलश्रीदंभादमुष्य वृषभस्य विभोरभीक्ष्णम् // स्कंधाधिरूढदृढसंयमभूरिभारव्यक्तीभवत्किणगणोल्बणकालिकेयम् // 5 // सैष प्रभुः कनकभङ्गनिभाङ्गयष्टिलॊकम्पृणो न कथमस्तु यदंसदेशे // मेरोरुपान्तविलसद्घनराजगर्वसर्वकषा स्फुरति पेशल-केशलक्ष्मीः // 6 // मन्ये विशोध्य विधिरैदवमेव बिम्बम् श्रीनाभिपार्थिवभुवो मुखमुच्चकार / तस्य ध्रुवं तदियमंतः निवेश-केशछायाच्छलादपतदङ्क-कलङ्क-लेखा // 7 // अंसस्थली चिकुर-कंचुकिता युगादिदेवस्य विग्रहग्रहे विहिताश्रयायाः // क्रीडाकृते मरकतोपलबद्धभूमिशोभां दधाति गुरुसंयमराज्यलक्ष्मी: (लक्ष्म्याः ) // 8 //