Book Title: Jin Rushabh ni Keshvallari Sambandh Be Aprakat Stotro
Author(s): Amrut Patel
Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf

View full book text
Previous | Next

Page 1
________________ જિન ઋષભની કેશવલ્લરી સંબંધ બે અપ્રગટ સ્તોત્રો અમૃત પટેલ પ્રથમ તીર્થનાથ શ્રી ઋષભદેવે જ્યારે પ્રવજ્યા ગ્રહણ કરી ત્યારે ઇન્દ્રની પ્રાર્થનાથી પંચમમુષ્ટિથી કેશલોચ કર્યો નહિ : અને કેશછટા એમના સ્વર્ણિમ સ્કંધપ્રદેશ પર શ્યામલ કુંતલ લટો રૂપે લહેરાવવા લાગી. આ કેશ-લટો વિષે અભિનવ ઉભેક્ષા, કલ્પનાવૈભવ, અને ભાષાની પ્રાસાદિકતા તેમ જ પ્રૌઢ કવિત્વ ધરાવતા બે અપ્રકાશિત સ્તોત્રકાવ્યો રજૂ કર્યા છે. તેમાં પહેલું છે ઋષભકુંતલ-પંચવિંશતિકા. અને બીજું છે ઋષભકુંતલ અષ્ટક. અષ્ટક અને પંચવિંશતિકાની પ્રતિઓ લાદભા સં. વિદ્યામંદિરના હસ્તપ્રતભંડારની છે. યથા : ઋષભકુંતલ અષ્ટક (1ીઠ૬૦ પેસૂંઠ ૧૮૧૨/૨ ઋષભકુંતલ કાત્રિશિકા ની છેડૂ. ૨૨ર પત્ર ૧.૨ ૨૬૪૧૧ સે.મી. ના છેડૂ૦ રૂ ૨૪ પત્ર ૨ ૨૯૪૧૧ સે.મી. વસંતતિલક વૃત્તમાં રચાયેલ અષ્ટક અજ્ઞાતકક છે, અને શાર્દૂલવિક્રીડિત છંદમાં પંચવિંશતિકા.જેના કર્તા વિષે જોકે સ્પષ્ટતા થયેલી નથી. પરંતુ ૨૪ | ૨૫માં પદ્યમાં આવતા વિવુધપ્રભુત્વ શબ્દમાંથી શ્લેષાત્મક રીતે “વિબુધપ્રભસૂરિ' એવું કર્જ-અભિધાન ઉદ્ભવી શકે. ઉપરાંત લાદ, સંગ્રહ હ.પ્ર.નં. ૨૨૨૫૬ ભેટસૂચિ પમ્પિકમાં પંચવિંશતિના કર્તા તરીકે વિબુધપ્રભસૂરિ વર્ણવ્યા છે. વિબુધપ્રભસૂરિ નામે બે આચાર્યોના ઉલ્લેખો થયેલા જોવા મળે છે. એક તો ચંદ્રગચ્છના વિબુધપ્રભસૂરિ તથા બીજા નાગેન્દ્રગચ્છના વિબુધપ્રભસૂરિ. આ બન્નેના શિષ્યોએ ગ્રંથો રચ્યાના ઉલ્લેખો મળે છે, પરંતુ તેઓ બેમાંથી એકેયની રચેલી કૃતિ હોય એવો નિર્દેશ મળતો નથી. જો આ બેમાંથી કોઈપણ એક વિબુધપ્રભસૂરિ હોય તો પંચવિંશતિકાનો રચનાસમય ૧૩મી સદી (ઉત્તરાર્ધ ?) ગણાય. અષ્ટકનો સમય પણ ૧૩મી શતાબ્દીથી તો અર્વાચીન લાગતો નથી. પંચવિંશતિકામાં કેશલતાને અલગ અલગ પદાર્થરૂપે રજૂ કરી છે. જેમકે ૧) હૃદયમાં બળતા ધ્યાનદીપની ધૂમ્રસેર; ૨) નજર ઉતારવા માટે નીલવર્ણ વસ્ત્રખંડ; ૩) રાજ્યરથ ધરાનો ત્રણ-ગણ; ૪) લક્ષ્મી પ્રેષિત ભ્રમર સમૂહ; ૫) સંસારસાગર ઊતરતાં સ્કંધે ચોરેલી શૈવલ-વલ્લરી; ૬) ધ્યાનાગ્નિનો ધૂમપટલ; ૭) મેઘ; ૮) રાગાદિવિજયપ્રશસ્તિ; ૯) કેશલતાનું વિશ્વવૈભવનિધિનું સૂચન; ૧૦) કાળોતરો નાગ; ૧૧) આમ્રપર્ણ; ૧૨) શ્રી શારદનો ગૃહ સમાન વદનની આસપાસનું ઉપવન; ૧૩) ડરી ગયેલો અંધકાર; ૧૪) ભ્રમર અને ચંદ્રકલંકનું એકત્ર રહેવું; ૧૫) શ્રવણયુગલમાં પ્રવેશવા માટે સંકોચાઈ ગયેલો સમુદ્ર; ૧૬) મુખકમલના કંઠ-નાલની આસપાસનો પંક; અથવા મુખરૂપ ચંદ્રની પાછળ પાછળ આવેલી પત્ની રાત્રિ; ૧૭) પૂર્વમિત્ર ચંદ્રથી પણ વધુ આલ્હાદક મુખચંદ્રને જોવા માટે સંઘરૂપ પર્વત ઉપર ચઢી ગયેલી કુવલય શ્રેણિ; ૧૮) ત્રિભુવનજનની નજરોથી પીવાતાં છતાં મુખ-જયોન્ઝા ઓછી ન થવામાં કારણરૂપ કુષ્ણચિત્રક લતા; ૧૯) કૈલાસ પર્વત ઉપર ધ્યાનસ્થ શંકરની જટામાં રહેવાથી ઉન્મત્ત થયેલી ગંગાને જોઈ, વિમલાચલ વિભૂષણ ઋષભદેવના મસ્તક ઉપર કેશલતા રૂપે યમુના વસી છે; ૨૦) ગિરિરાજ શત્રુંજય એ ગજવર છે અને એમાં ચમકતી વીજળી યુક્ત મેઘ એ હેમ-મઢી સ્કૂલ છે તેમાં ઊંચા મંદિર એ અંબાડી છે; તેમાં ધર્મરૂપી ધનુષ્ય છે. રાગદ્વેષ મોહ શત્રુઓ જીતવાના છે માટે ઋષભદેવે સ્કંધ પીઠે બે ભાથા રૂપે કેશકલાપ ધારણ કરેલ છે; ૨૧-૨૨) કપોલરૂપી ચંદ્રયુગલનાં બે મુગલાઓ દીક્ષાસમયે ધર્મચક્રમાં આવી વસ્યા છે કારણ કે તેઓ ઊંચા સ્કંધપ્રદેશમાં પથરાયેલી કેશ-લતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6