Book Title: Janyu Chata Ajaynyu Munindra Pujya Deepratnasagarji MS
Author(s): Kumarpal Desai
Publisher: Gujarat Samachar News Paper

View full book text
Previous | Next

Page 2
________________ એ પછી તો ગ્રંથરચના ચાલવા લાગી. 'અભિનવ ઉપદેશ પ્રસાદ' નામનો એકસો કરતાં વધારે વિષયોને આવરી લેતો ગ્રંથ તૈયાર કર્યો. આ ગ્રંથની રજૂઆત પણ એવી કે જિજ્ઞાાસુથી માંડીને વિદ્વાનોને- સાધુઓને પણ ઉપયોગમાં આવે. એ જ રીતે એમણે જૈન પંચાંગની જરુર જોઇ અને એ તૈયાર કરતાં કેટલાકને એનાથી ધર્મક્રિયા કરવાની અનુકૂળતા મળી અને કેટલાકને પોતાના પંચાંગ માટે સામગ્રી મળી. આવી જ રીતે 'બાર વ્રત પુસ્તિકા' પ્રગટ કરી, ચૈતન્યવંદન માળા'માં ૭૭૯ ચૈત્યવંદનનો સંગ્રહ પ્રગટ કર્યો. 'સમાધિમરણ' પ્રાપ્તિ માટે સમાધિમરણ નામનું પુસ્તક તૈયાર કર્યું. જૈન સચિત્રપ્રતિક્રમણ નામના બારસો પાનાંનાં ગ્રંથનું સર્જન કર્યું અને એ જ રીતે એમણે તત્વાર્થસૂત્ર અભિનવટીકા નામનો ગ્રંથ તૈયાર કર્યો જે આજે અમેરિકાના લોસ એન્જલસ શહેરમાં પણ જૈનધર્મના ફિરકાઓને માન્ય એવો ગ્રંથ હોવાથી એના તત્ત્વજિજ્ઞાસુ મંડળોમાં એનો અભ્યાસ કરાવાય છે. ઉપનિષદ, ગીતા, પુરાણ, બાઈબલ જેવાં ધર્મગ્રંથોની જેમ જૈન ધર્મનો પવિત્ર ગ્રંથ આગમ છે. આ પવિત્ર આગમગ્રંથ પ્રાકૃત ભાષામાં છે અને તેના પરનાં વિવેચનો સંસ્કૃત ભાષામાં રચાયેલાં છે. આથી એ ગ્રંથો ઉપલબ્ધ થાય એવી મુનિરાજશ્રીની ભાવના છે. જૈન આગમગ્રંથોનું ભાષાંતર અને ભાવાર્થ આલેખવા પાછળ મુનિરાજશ્રી દીપરત્નસાગરજીની એવી ભાવના હતી કે સંસ્કૃત-પ્રાકૃતની સમાજનો અભાવ છે. વાસ્તવિક અભ્યાસની લગન ઓછી થઇ રહી છે અને કેવળ ભાષાના જ્ઞાાનના અભાવના કારણે સાધુ, સાધ્વી કે પછી શ્રાવકો શાસ્ત્રજ્ઞાગનથી વંચિત ન રહે એટલે મેં આ કામ હાથ ધર્યું. પરિવર્તિત ભાષા દ્વારા મહાવીર માર્ગનું સિંચન ચાલુ રહે એ ભાવના. આ કાર્યથી મને પ્રચંડ સંતોષ છે. જિનેશ્વરની જ્ઞાાનભક્તિનો જે આનંદ છે એનું મૂલ્ય ન આંકી શકાય. જૈન આગમ પરના એમના અઢીસો પુસ્તકો મળે છે અને જૈન ધર્મના ધર્મગ્રંથ સમાન આગમગ્રંથો મુનિરાજશ્રીએ ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ કરી આપ્યા છે. ભગવાન મહાવીરની વાણી ઉપરાંત, સાધુ, સાધ્વી અને શ્રાવકોના કર્તવ્યની વાત છે. વહેલી સવારથી માંડીને મોડી રાતના બારથી ચૌદ કલાક સુધી મુનિરાજ કાર્ય કરે. ક્યારેક થાક લાગે તો પદ્માવતી માતાની પાંચ માળા ગણે અને મુનિરાજમાં નવી શક્તિ જાગી ઊઠે. એમનો આગમ-સુત્તાણીસટીકમ' ગ્રંથ વિશ્વના ચૌદ દેશમાં ગયો છે. એમણે આગમસૂત્ર સટીકનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરીને ૪૫ આગમનાં મૂળ સૂત્રો અને તેના નિર્યુક્તિ, વૃત્તિ આદિ ટીકાગ્રંથો સહિત દસ હજાર જેટલાં પૃષ્ઠોમાં એને ૪૨ વોલ્યુમમાં મુદ્રિત કર્યું છે. આ સંપુટનું વજન જ સવા સોળ કિલો થાય છે. ૧૯૮૪થી શરુ થયેલી લેખન-પ્રકાશનની એમની શ્રતયાત્રા અત્યાર સુધી ચાલુ છે. એમણે વ્યાખ્યાન, વ્યાકરણ, આરાધના, પૂજન, સૂત્રઅભ્યાસ, વિધિ, જિનભક્તિને અનુલક્ષીને બાવન જેટલાં ગ્રંથોનું સર્જન કર્યું છે. એકલે હાથે આગમ કાર્ય કર્યું અને એમને 'આગમ દિવાકર'ની પદવી પણ અર્પણ થઇ. હવે આ ગ્રંથો સહુને સહેલાઇથી ઉપલબ્ધ થાય તે માટે એ સાહિત્યને ઈન્ટરનેટ પર (www.jain e-library.org) વિશાળ સમુદાય સુધી એમના આ ગ્રંથોનું જ્ઞાાન ઉપલબ્ધ થયું. એમના પુસ્તકોની બે ડિવિડીમાં એક ડિવિડી મુનિશ્રીના ૮૦ હજાર પૃષ્ઠોમાં રહેલાં ૫૦૧ પ્રકાશનો આપે છે, જ્યારે બીજી ડિવિડીમાં 'તત્વાર્થસૂત્ર' નામક ૨૦૦૦ વર્ષ પ્રાચીન ગ્રંથ સંબંધી છે. જેમાં ૨૭૫૦૦થી વધુ પાનામાં ૭૨ પુસ્તકો અને ૧૨ લેખો છે. ગુજરાતી, સંસ્કૃત, હિંદી, અંગ્રેજી, પ્રાકૃત, મરાઠી, ભાષામાં

Loading...

Page Navigation
1 2 3