Book Title: Jamnagar ma Nemnathjini Prabhavik Prachin Murti Author(s): Nagindas S Shah Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf View full book textPage 3
________________ [136]>>kshots.obbsbxbilesbs.tutobsessessess e ssesses >>...viststelesco.l-bubbsbothered. & less કારણ માગ્યું. ત્યારે આચાર્ય ભગવંતે દેવીજીએ જણાવ્યું : “હે ગચ્છાધિષ્ઠાયિકા ! આપ સર્વ બીનાથી વાકેફ છો. આપશ્રીની પાસે દિવ્ય શક્તિ છે, છતાં આપ મને પૂછો જ છે તે હું એ જાણવા ઇચ્છું કે, મુહણસિંહ શેઠન જૈન દેરાસર બાંધવાના મનોરથ કેમ પૂર્ણ થતા નથી ? પૂર્ણ કરવા માટે આપ માર્ગદર્શન આપે.” આથી મહાદેવી શ્રી મહાકાલીજીએ પૂ. મહારાજશ્રીને આ પ્રમાણે જણાવ્યું : " ભગવાન શ્રી કૃષ્ણના શાસન દરમ્યાન જ ભગવાન શ્રી નેમિનાથજી બિરાજતા. હતા. એ સમય દરમ્યાન વાસુદેવજી તથા બળદેવજી ( બલભદ્રજી) નિયમિત પૂજન વગેરે કરતા અને નિયમિતતા જળવાઈ રહે એ હેતુથી તેઓએ જીવંત સ્વામી એવા તે શ્રી નેમિનાથજી ભગવાનની મૂર્તિ બનાવરાવી અને પોતાના ઘરમાં ઘર-દેરાસર બનાવી તેમાં શ્રી નેમિનાથજી ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા મહોત્સવ-વિધિ શ્રી નેમિનાથજીના ગણધર દ્વારા કરાવવામાં આવેલ હતી. આથી ભગવાનની મૂર્તિ મહાપ્રભાવિક અને દિવ્ય ચમત્કારિક બની ગયેલી. ઉપરાંત, મૂર્તિની આંગી, પૂજા વગેરે કાર્યો બલભદ્રજી નિયમિત કરતા હતા. વર્ષો પછી એક એવા સમયે દ્વારકામાં કુદરતી તેફાને પોતાનું સ્વરૂપ પ્રગટાવ્યું. સમુદ્રનાં મોજાંઓ આકાશને આંબવા માટે પૂરજોશમાં ઉછળવાં લાગ્યાં. અગ્નિએ ભયંકર દાવાનળ ધરતી ઉપર સળગાવ્યો. આવી પરિસ્થિતિને લઈને દ્વારકાનો નાશ થયો. નગરીની જગ્યાએ હાથીઓના હાથી ડૂબી જાય તેટલું પાણી અને પાણી. એ પાણીના પ્રવાહમાં ભગવાન શ્રી નેમિનાથજીની આ ચમત્કારિક મૂર્તિ પણ ખેંચવા લાગી. થોડી ખેંચાયા બાદ મૂર્તિ તરત જ સમુદ્રના તળિયે ગઈ. ત્યાં ભગવાનની મૂર્તિનું વિધિસરનું પૂજન સુસ્થિદેવે કર્યું. આથી આ અસામાન્ય મૂતિ વધારે શક્તિશાળી બની. આવી મહાનતાથી સભર એવી મંગલમૂતિ પ્રથમથી જ ઘર-દેરાસર માટે તૈયાર કરવામાં આવેલી હોય અને ઘર-દેરાસરના નિયમોથી તેની પ્રતિષ્ઠા-વિધિ-મહોત્સવ થયેલો છે તેથી તે મૂર્તિની અધિષ્ઠાત્રી દેવી છે. માટે આ મૂર્તિ શિખરબંધ દેરાસરમાં બિરાજમાન ( રાખવી હોય ) કરવી હોય તો ઘર—દેરાસર જેવું દેરાસર બનાવી તેમાં જ પ્રતિષ્ઠા કરાવે, તે તે બિરાજમાન થઈ શકશે, અન્યથા નહિ.” આ હકીક્ત સંભળાવી મહાદેવી અદૃશ્ય થયાં. બીજે દિવસે મુહણસિંહ શેઠ પૂ. મહારાજશ્રી પાસે ગયા. વંદના કરી ઊભા રહ્યા, ત્યાં જ પૂ. મહારાજશ્રીએ તેમને શ્રી મહાકાલી દેવી સાથે થયેલી વાતથી માહિતગાર કર્યા. આથી મહણસિંહ શેઠ ખૂબ આનંદિત થયા અને પૂ. દાદાશ્રી ધર્મમૂર્તિ સૂરીશ્વરજી મહારાજશ્રીની આજ્ઞાથી શિખર વગરના દેરાસરનું ચણતરકામ શરૂ કરાવ્યું. જ્યારે દેરાસર તૈયાર થઈ ગયું ત્યારે ધન ખચી વસંત પંચમી (વિ. સં. 1648 ) ના રોજ ભગવાન શ્રી નમનાથજીની મૂર્તિને ભવ્ય પ્રતિષ્ઠા-મહોત્સવ કરવામાં આવ્યો. આ મહાપ્રભાવિક મંગલ મૂર્તિ આજે પણ દેરાસરમાં બિરાજેલી છે. રહ આર્ય કલ્યાણગમસ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3