Book Title: Jamnagar ma Nemnathjini Prabhavik Prachin Murti Author(s): Nagindas S Shah Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf Catalog link: https://jainqq.org/explore/230095/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ જામનગ૨માં ભગવાન શ્રી નેમિનાથજીની મહાપ્રભાવિક પ્રાચીન મંગલમૂર્તિ – નગીનદાસ સેમચંદ શાહ જામનગરનાં જૈન દેરાસરો તેની ભવ્યતાથી સુપ્રસિદ્ધ છે. કાજીના ચકલામાં બે જૈન દેરાસરો આવેલાં છે. એક શ્રી ધર્મનાથજીનું તથા બીજુ શ્રી નેમિનાથજીનું. શ્રી નેમિનાથજીનું દેરાસર અને તે દેરાસરમાં પ્રતિષ્ઠિત ભગવાનશ્રી નેમનાથજીની ભવ્ય અને પ્રાચીન મૂતિ (તસવીર આ ગ્રંથમાં સામેલ છે તે) પિતાને એક ઇતિહાસ ધરાવે છે. 1 જામનગરના વેપારી શેઠ મુહણસિંહને વેપાર ખૂબ જ મોટા પ્રમાણમાં દરેક બંદરો ઉપર ફેલાયેલું હતું. આથી અવારનવાર શેઠ મુહણસિંહને ધંધાર્થે દરિયાઈ સફર ખેડવી પડતી. કઈ વાર સુરત તે કઈ વાર કેડીનાર. તે વળી નવલખી, ખંભાત, કલીકટ, કેચીન, દ્વારકા વગેરે સ્થળોએ શેઠ દરિયાઈ રસ્તે આવ-જા કરતા હતા. એક વાર વહાણ ભરી દ્વારકા નગરીમાં વેપાર અર્થે મુકામ કર્યો. વહાણો ખાલી કર્યા અને તે વહાણમાં દ્વારકામાંથી ખરીદ કરેલ રૂ ભર્યું. શેઠ પિતાના વહાણ ઉપર આવી ખલાસીઓને વહાણ ચલાવવા હુકમ કરી પિતે આરાધના કરવા બેસી ગયા. ખલાસીઓ ભરતીની રાહ જોવા લાગ્યા તથા વહાણ હંકારવા માટે તેનાં લંગર વગેરે ઉપાડી લેવાના કામમાં ગૂંથાયા. શેઠના વહાણના ખલાસીઓ જેવું નાંગર ખેંચવા લાગ્યા ત્યાં નાંગર પાણીમાં કોઈ વસ્તુને ચૂંટી રહેલું ખલાસીઓને લાગ્યું. તેથી ખલાસીઓએ તપાસ કરી તે નાંગરના એક પાંખિયામાં મૂર્તિ જેવું દેખાયું. થેડી મુસીબતે નાંગર ઉપર આવ્યું અને ખલાસીઓએ જે નાંગર સાથે એક મૂતિ ચૂંટેલી હતી તે શેઠને બતાવી. અંધારું થઈ જવાથી શેઠ તે મૂર્તિને બરાબર ઓળખી ન શક્યા, છતાં મનોમન તેણે વિચાર્યું કે, નક્કી કઈ જિનેશ્વરદેવની આ મૂર્તિ છે. શેઠ અને તેમના ખલાસીઓને આ રીતે મૂર્તિ આવેલી જોઈ ખૂબ જ નવાઈ લાગી. શેઠે પ્રભાતે વહાણ અનુકૂળ સમયે હંકારવા તેમના ખલાસીઓને કહ્યું અને વહાણમાં આવેલા તેમના આરામગૃહમાં ચાલ્યા ગયા. શેઠને ઊંઘ આવતી ન હતી. તેનું મન મૂર્તિના વિચારમાં પરવાઈ ગયું હતું અને પ્રભાત થવાની રાહુ જેવા લાગ્યા. પ્રભાતના પહેલા કિરણમાં શેઠે તે મૂર્તિને બરાબર નિરખી અને તરત જ બેલી ઊડ્યા કે “આ મૂર્તિ તે ભગવાન શ્રી નેમિનાથજીની છે.” આથી તેઓએ મૂર્તિનું વિધિસર કરી આ શ્રી આર્ય ક યાણ ગૉdણસ્મૃતિગ્રંથ 5 Page #2 -------------------------------------------------------------------------- ________________ see f૧૩૫ ઇને tempedesed ested for step by shooseberdeepesterone પૂજન કર્યું અને રૂ ભરેલા વહાણમાં મૂર્તિનું મુખ ચગ્ય દિશામાં રાખી તેઓ જામનગર આવવા રવાના થયા. વહાણે જામનગરના બંદરે નાંગર્યા. વહાણોમાંનું રૂ ઉતારવામાં આવ્યું. ત્યાર બાદ ખૂબ ધામધૂમપૂર્વક મૂતિને શહેરમાં લાવવામાં આવી. ભગવાન શ્રી નેમિનાથની આ ભવ્ય મૂર્તિને શેઠે પોતાના ઘરમાં રાખી અને ? હંમેશાં પવિત્ર ભાવનાથી તેની પૂજા ભક્તિ કરવા લાગ્યા. આમ એક દિવસ તે ભગવાનની મૂર્તિની પૂજા કરી રહ્યા હતા, ત્યાં તેમના ભક્તિભાવથી ભરપૂર હૃદયમાં એક વિચાર જાગ્યો કે શ્રી વીતરાગદેવ તરફથી મને મળેલી આ અમૂલ્ય પ્રસાદી રૂપે મૂર્તિને મારે શિખરબંધ દેરાસરમાં જ પ્રતિષ્ઠા કરાવવી જોઈએ અને તેના માટે મારે તેવું દેરાસર પણ બંધાવવું જરૂરી છે, શુભ દિવસે શેઠ તરફથી દેરાસરનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું. પણ ત્યાં આગળ દરરોજ ચમત્કાર સર્જાવા લાગ્યા. દિવસ દરમ્યાન જેટલું ચણતરકામ થયું હોય, તે રાત્રિના પહેલા પહોરમાં જ જમીનદોસ્ત થઈ જતું. પણ, બીજે દિવસે જરા પણ કંટાળ્યા. વગર મુહણસિંહ શેઠ કડિયા અને સલાટને ચણતરકામ કરવા આજ્ઞા આપતા જેટલું ચણતર થયું હોય તે રાત્રિ દરમ્યાન કડકભૂસ થઈ જતું. સાત વાર આવી રીતે થવાથી શેઠ જ્યોતિષીઓ, યેગી, મહારાજે, સંત અને ફકીરો વગેરેને આમ થવાનું કારણ પૂછવા લાગ્યા અને તેમને જે કંઈ નિરાકરણ બતાવવામાં આવતું તે મુજબ કાર્ય કરતા. પણ જે બનતું આવતું હતું, તેનું જ પુનરાવર્તન રાત્રિ દરમ્યાન થતું અને આ જિન દેરાસરનું કામકાજ આગળ વધતાં અટકતું હતું. મુહણસિંહ શેઠ આથી ખૂબ વિચારમાંચિંતામાં રહેવા લાગ્યા અને દેરાસરનું કાર્ય આગળ કેમ વધે તેના ઉપાય શોધવા લાગ્યા. નગરમાં વસતા શેઠ તેજસિંહ શાહની આગ્રહભરી વિનંતીથી નગરમાં પધારેલ મહાન તેજસ્વી જ્ઞાની અચલગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત સૂરીશ્વરજી મહારાજની સલાહ લેવાનું મુહણસિંહ શેઠે નક્કી કર્યું અને ઉપાશ્રયે ગયા. ત્યાં આગળ મહારાજશ્રીને વંદના કરી પોતે શા માટે આવ્યા છે તે તમામ વાત મહારાજશ્રી આગળ રજૂ કરી. વાત સાંભળી મહારાજશ્રીએ મધુર વચનથી શેઠને બીજે દિવસે આવવા જણાવ્યું. વંદના કરી મુહણસિંહ શેઠે મહારાજશ્રીમાં શ્રદ્ધા મૂકી અને પોતાના દૈનિક કાર્યમાં જોડાયા. - રાત્રિ દરમ્યાન પૂ. આચાર્ય ભગવંત ધર્મમૂર્તિ સૂરીશ્વરજી મહારાજે અચલગચ્છની અધિષ્ઠાયિકા મહાદેવી શ્રી મહાકાલીજીનું સ્મરણ શરૂ કર્યું અને તે જ ક્ષણે દેવીજી ઉપસ્થિત થયા. પૂ. મહારાજશ્રીને વંદન કરી પોતાને આ રીતે યાદ કેમ ર્યા છે તેનું મા શ્રી આર્ય કલ્યાણરાગોતHસ્મૃતિ ગ્રંથ BOSS . . " Page #3 -------------------------------------------------------------------------- ________________ [136]>>kshots.obbsbxbilesbs.tutobsessessess e ssesses >>...viststelesco.l-bubbsbothered. & less કારણ માગ્યું. ત્યારે આચાર્ય ભગવંતે દેવીજીએ જણાવ્યું : “હે ગચ્છાધિષ્ઠાયિકા ! આપ સર્વ બીનાથી વાકેફ છો. આપશ્રીની પાસે દિવ્ય શક્તિ છે, છતાં આપ મને પૂછો જ છે તે હું એ જાણવા ઇચ્છું કે, મુહણસિંહ શેઠન જૈન દેરાસર બાંધવાના મનોરથ કેમ પૂર્ણ થતા નથી ? પૂર્ણ કરવા માટે આપ માર્ગદર્શન આપે.” આથી મહાદેવી શ્રી મહાકાલીજીએ પૂ. મહારાજશ્રીને આ પ્રમાણે જણાવ્યું : " ભગવાન શ્રી કૃષ્ણના શાસન દરમ્યાન જ ભગવાન શ્રી નેમિનાથજી બિરાજતા. હતા. એ સમય દરમ્યાન વાસુદેવજી તથા બળદેવજી ( બલભદ્રજી) નિયમિત પૂજન વગેરે કરતા અને નિયમિતતા જળવાઈ રહે એ હેતુથી તેઓએ જીવંત સ્વામી એવા તે શ્રી નેમિનાથજી ભગવાનની મૂર્તિ બનાવરાવી અને પોતાના ઘરમાં ઘર-દેરાસર બનાવી તેમાં શ્રી નેમિનાથજી ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા મહોત્સવ-વિધિ શ્રી નેમિનાથજીના ગણધર દ્વારા કરાવવામાં આવેલ હતી. આથી ભગવાનની મૂર્તિ મહાપ્રભાવિક અને દિવ્ય ચમત્કારિક બની ગયેલી. ઉપરાંત, મૂર્તિની આંગી, પૂજા વગેરે કાર્યો બલભદ્રજી નિયમિત કરતા હતા. વર્ષો પછી એક એવા સમયે દ્વારકામાં કુદરતી તેફાને પોતાનું સ્વરૂપ પ્રગટાવ્યું. સમુદ્રનાં મોજાંઓ આકાશને આંબવા માટે પૂરજોશમાં ઉછળવાં લાગ્યાં. અગ્નિએ ભયંકર દાવાનળ ધરતી ઉપર સળગાવ્યો. આવી પરિસ્થિતિને લઈને દ્વારકાનો નાશ થયો. નગરીની જગ્યાએ હાથીઓના હાથી ડૂબી જાય તેટલું પાણી અને પાણી. એ પાણીના પ્રવાહમાં ભગવાન શ્રી નેમિનાથજીની આ ચમત્કારિક મૂર્તિ પણ ખેંચવા લાગી. થોડી ખેંચાયા બાદ મૂર્તિ તરત જ સમુદ્રના તળિયે ગઈ. ત્યાં ભગવાનની મૂર્તિનું વિધિસરનું પૂજન સુસ્થિદેવે કર્યું. આથી આ અસામાન્ય મૂતિ વધારે શક્તિશાળી બની. આવી મહાનતાથી સભર એવી મંગલમૂતિ પ્રથમથી જ ઘર-દેરાસર માટે તૈયાર કરવામાં આવેલી હોય અને ઘર-દેરાસરના નિયમોથી તેની પ્રતિષ્ઠા-વિધિ-મહોત્સવ થયેલો છે તેથી તે મૂર્તિની અધિષ્ઠાત્રી દેવી છે. માટે આ મૂર્તિ શિખરબંધ દેરાસરમાં બિરાજમાન ( રાખવી હોય ) કરવી હોય તો ઘર—દેરાસર જેવું દેરાસર બનાવી તેમાં જ પ્રતિષ્ઠા કરાવે, તે તે બિરાજમાન થઈ શકશે, અન્યથા નહિ.” આ હકીક્ત સંભળાવી મહાદેવી અદૃશ્ય થયાં. બીજે દિવસે મુહણસિંહ શેઠ પૂ. મહારાજશ્રી પાસે ગયા. વંદના કરી ઊભા રહ્યા, ત્યાં જ પૂ. મહારાજશ્રીએ તેમને શ્રી મહાકાલી દેવી સાથે થયેલી વાતથી માહિતગાર કર્યા. આથી મહણસિંહ શેઠ ખૂબ આનંદિત થયા અને પૂ. દાદાશ્રી ધર્મમૂર્તિ સૂરીશ્વરજી મહારાજશ્રીની આજ્ઞાથી શિખર વગરના દેરાસરનું ચણતરકામ શરૂ કરાવ્યું. જ્યારે દેરાસર તૈયાર થઈ ગયું ત્યારે ધન ખચી વસંત પંચમી (વિ. સં. 1648 ) ના રોજ ભગવાન શ્રી નમનાથજીની મૂર્તિને ભવ્ય પ્રતિષ્ઠા-મહોત્સવ કરવામાં આવ્યો. આ મહાપ્રભાવિક મંગલ મૂર્તિ આજે પણ દેરાસરમાં બિરાજેલી છે. રહ આર્ય કલ્યાણગમસ્મૃતિગ્રંથ