Book Title: Jamnagar ma Nemnathjini Prabhavik Prachin Murti Author(s): Nagindas S Shah Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf View full book textPage 1
________________ જામનગ૨માં ભગવાન શ્રી નેમિનાથજીની મહાપ્રભાવિક પ્રાચીન મંગલમૂર્તિ – નગીનદાસ સેમચંદ શાહ જામનગરનાં જૈન દેરાસરો તેની ભવ્યતાથી સુપ્રસિદ્ધ છે. કાજીના ચકલામાં બે જૈન દેરાસરો આવેલાં છે. એક શ્રી ધર્મનાથજીનું તથા બીજુ શ્રી નેમિનાથજીનું. શ્રી નેમિનાથજીનું દેરાસર અને તે દેરાસરમાં પ્રતિષ્ઠિત ભગવાનશ્રી નેમનાથજીની ભવ્ય અને પ્રાચીન મૂતિ (તસવીર આ ગ્રંથમાં સામેલ છે તે) પિતાને એક ઇતિહાસ ધરાવે છે. 1 જામનગરના વેપારી શેઠ મુહણસિંહને વેપાર ખૂબ જ મોટા પ્રમાણમાં દરેક બંદરો ઉપર ફેલાયેલું હતું. આથી અવારનવાર શેઠ મુહણસિંહને ધંધાર્થે દરિયાઈ સફર ખેડવી પડતી. કઈ વાર સુરત તે કઈ વાર કેડીનાર. તે વળી નવલખી, ખંભાત, કલીકટ, કેચીન, દ્વારકા વગેરે સ્થળોએ શેઠ દરિયાઈ રસ્તે આવ-જા કરતા હતા. એક વાર વહાણ ભરી દ્વારકા નગરીમાં વેપાર અર્થે મુકામ કર્યો. વહાણો ખાલી કર્યા અને તે વહાણમાં દ્વારકામાંથી ખરીદ કરેલ રૂ ભર્યું. શેઠ પિતાના વહાણ ઉપર આવી ખલાસીઓને વહાણ ચલાવવા હુકમ કરી પિતે આરાધના કરવા બેસી ગયા. ખલાસીઓ ભરતીની રાહ જોવા લાગ્યા તથા વહાણ હંકારવા માટે તેનાં લંગર વગેરે ઉપાડી લેવાના કામમાં ગૂંથાયા. શેઠના વહાણના ખલાસીઓ જેવું નાંગર ખેંચવા લાગ્યા ત્યાં નાંગર પાણીમાં કોઈ વસ્તુને ચૂંટી રહેલું ખલાસીઓને લાગ્યું. તેથી ખલાસીઓએ તપાસ કરી તે નાંગરના એક પાંખિયામાં મૂર્તિ જેવું દેખાયું. થેડી મુસીબતે નાંગર ઉપર આવ્યું અને ખલાસીઓએ જે નાંગર સાથે એક મૂતિ ચૂંટેલી હતી તે શેઠને બતાવી. અંધારું થઈ જવાથી શેઠ તે મૂર્તિને બરાબર ઓળખી ન શક્યા, છતાં મનોમન તેણે વિચાર્યું કે, નક્કી કઈ જિનેશ્વરદેવની આ મૂર્તિ છે. શેઠ અને તેમના ખલાસીઓને આ રીતે મૂર્તિ આવેલી જોઈ ખૂબ જ નવાઈ લાગી. શેઠે પ્રભાતે વહાણ અનુકૂળ સમયે હંકારવા તેમના ખલાસીઓને કહ્યું અને વહાણમાં આવેલા તેમના આરામગૃહમાં ચાલ્યા ગયા. શેઠને ઊંઘ આવતી ન હતી. તેનું મન મૂર્તિના વિચારમાં પરવાઈ ગયું હતું અને પ્રભાત થવાની રાહુ જેવા લાગ્યા. પ્રભાતના પહેલા કિરણમાં શેઠે તે મૂર્તિને બરાબર નિરખી અને તરત જ બેલી ઊડ્યા કે “આ મૂર્તિ તે ભગવાન શ્રી નેમિનાથજીની છે.” આથી તેઓએ મૂર્તિનું વિધિસર કરી આ શ્રી આર્ય ક યાણ ગૉdણસ્મૃતિગ્રંથ 5 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3