Book Title: Jainashrit Chitrakalana Vikas ma Anchalgacchiya Manikyakunjarasurij no Falo
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 3
________________ followળ. ..jelesed sl*. lesley-b lesley-ses.....lslMs ] >>l slots of slowleved Absolu રંગીન પટ આગમપ્રભાકર સ્વ. શ્રી પુણ્યવિજ્યના સંગ્રહમાં હતો. તેના ઉપરથી રંગીન બ્લેક કરાવેલ પટ મારા પિતાના સંગ્રહમાં છે. ઉપરોક્ત કૃતિઓ જેવાથી, તેઓશ્રીનો જૈન ચિત્રકલા તથા જૈન મંત્ર–આખાયે પ્રત્યેને અદ્વિતીય પ્રેમ હોવાનું સાબિત થાય છે. આવા ઉચ્ચ કોટિના મહાપુરુષના જીવન સબંધી પ્રકાશ પાડે તેવું સાહિત્ય ઉપલબ્ધ નથી. સંવત 1474 માં લખાયેલી સુંદર ચિત્રવાળી હસ્તપ્રતમાં પણ તેઓશ્રીને આચાર્ય તરીકે ઉલ્લેખ છે અને સંવત 1535 માં તેમના ઉપદેશથી કરાવેલી ધાતુપ્રતિમા પરના લેખ ઉપરથી એમ લાગે છે કે, તેઓશ્રીને દીક્ષા પર્યાય બહુ જ લાંબા સમયને હશે અને તે દરમ્યાન ઉપરોક્ત હસ્તપ્રત અને સુંદર રંગીન યંત્રપટ સિવાય ઘણી કલાકૃતિઓનું સર્જન તેઓશ્રીના ઉપદેશથી થયું હશે. તેઓશ્રીની આચાર્ય પદવી વીસપચીસ વર્ષની ઉંમરે થયેલી માનીએ, તે પણ તેઓશ્રીનું આયુષ્ય ઓછામાં ઓછું 80-85 વરસનું માની શકાય. આવા ઉચ્ચ કોટિના કલાત્મક સાહિત્યનું સર્જન કરાવનાર મહાપુરુષનું જીવંત સ્મારક આ કલાકૃતિઓ જ છે. * મહામંત્રવિશારદ અંચલગચ્છાધિપતિ શ્રી મેરૂતુંગસૂરિ કૃત શ્રી સૂરિ મુખ્યમંત્રકલ્પ [ સચિવ ] શ્રી અંચલગચ્છની પરંપરામાં 11 મી પાટે થયેલા મહામંત્ર વિશારદ શ્રી મેરૂતુંગમૂરિજીનો જન્મ મારવાડમાં આવેલા નાણીનગરમાં સંવત 1403 માં પોરવાડ જ્ઞાતિના વોરા વરસિંહ પિતા અને હણલેટ નામની માતાને ત્યાં થયું હતું. સંસારીપણામાં તેમનું નામ વસ્તિગ હતું. તેઓને સંવત 1410 માં માતાપિતાની સંમતિથી ધામધૂમપૂર્વક નાણી ગામમાં અંચલગચ્છીય બહુશ્રુત શ્રી મહેન્દ્રપ્રભસૂરિએ દીક્ષા આપી હતી. સંવત ૧૪૨૬માં ગુજરાતની પ્રાચીન રાજધાની અણહિલપુર પાટણમાં તેઓશ્રીના ગુરુદેવ શ્રી મહેંદ્રપ્રભસૂરિજી, એ, સંઘવી નરપાલે કરેલા મહોત્સવપૂર્વક તેઓશ્રીને આચાર્યપદે સ્થાપન કર્યા હતા. સં. 1446 માં તેઓશ્રીને ગચ્છનાયક પદ આપવામાં આવ્યું હતું અને તેઓશ્રી 68 વરસની ઉંમરે સંવત 1471 ના માગશર સુદ પાંચમના પાટણમાં જ કાળધર્મ પામ્યા હતા. DF માં શ્રી આર્ય કલ્યાણ ગામસ્મૃતિગ્રંથ AB% Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3