Book Title: Jain Shwetambar Conference Herald 1915 04
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 51
________________ હેરેંડ માસિકને વધારે તૈયાર છે. તૈયાર છે ! તૈયાર છે ! કોન્ફરન્સ ઓફીસની ચાર વર્ષની અથાગ મહેનતનું અપૂર્વ ફળ શ્રી જૈન ગ્રંથાવલિ. જુદા જુદા ધર્મધુરંધર જૈન આચાર્યોએ ભિન્ન ભિન્ન વિષયો ઉપર રચેલા અપૂર્વ »થેની સંપૂર્ણ યાદી આ પુસ્તકમાં આપવામાં આવી છે. જૈન આગમ, ન્યાય, ફિલોસોરી, ઔપદેશિક, ભાષા સાહિત્ય તથા વિજ્ઞાન સંબંધી ગ્રંથનું લિસ્ટ, ગ્રંથકર્તાઓનાં નામ, શ્લેક સંખ્યા, રસ્યાનો સંવત, હાલ કયા ભંડારમાંથી કેવી સ્થિતિમાં મળી શકે તેમ છે વિગેરે સઘળી હકીકત બતાવનારું આ અમૂલ્ય પુસ્તક છે. વિશેષ છૂટનોટમાં ગ્રંથોને લગતી ઉપયોગી માહિતી આપવામાં આવેલી છે. ગ્રંથ અને પૃછે, ગ્રંથકર્તા અને પૃષ્ટ, રચ્યાન સંવત અને ગ્રંથ, એવી રીતે ત્રણ પ્રકારની સંભાળપૂર્વક બનાવવામાં આવેલી અનુક્રમણિકાઓ આ પુસ્તકની છેવટે આપેલી છે. આ પુસ્તક દરેક પુસ્તક ભંડાર, લાયબ્રેરી તથા સામાન્ય મંડળમાં અવશ્ય રાખવા લાયક તેમજ દરેક જૈનને ઉપયોગી છે. કીંમત માત્ર રૂ. ૩-૦-૦ પાયધુની, મુંબઈ નં. ૩ આસિસ્ટંટ સેક્રેટરી. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ. શ્રી જૈન શ્વેતાંબર-મંદિરાવલિ. પ્રથમ ભાગ. આ પુસ્તકમાં ગુજરાત, કાઠિયાવાડ, કચ્છ અને મારવાડ દેશના દેરાસરોની (ઘરદેરાસર સુદ્ધાંત ) હકીકત આપવામાં આવેલી છે. કેન્ફરન્સ ઓફીસ તરફથી મહાન ખર્ચ કરી શરૂ કરવામાં આવેલ ડીરેકટરીના અમૂલ્ય તેમજ પ્રથમ ફળ રૂપે આ પુસ્તક જૈન સમાજના હિતને માટે બહાર પાડવામાં આવેલ છે. હિંદુસ્તાનમાં આવેલાં આપણાં પવિત્ર ક્ષેત્રોની યાત્રા કરવા જનાર જૈન ભાઈઓને આ પુસ્તક એક સુંદર ભોમીયા તરીકે થઈ પડવા સંભવ છે. આ પુસ્તકમાં જુદી જુદી કલમો પાડી દેરાસરવાળા ગામનું નામ, નજીકનું સ્ટેશન યાને મોટા ગામનું નામ તથા તેનું અંતર, દેરાસરનું ઠેકાણું, બાંધણી, વર્ણન, બંધાવનારનું નામ, મૂળ નાયકનું નામ, બંધાયાની સાલ, પ્રતિમાજીની સંખ્યા, નોકરોની સંખ્યા તથા મકાનની સ્થિતિ વિગેરે તમામ હકીકત સવિસ્તર દાખલ કરવામાં આવી છે. આ પુસ્તક રોયલ સાઈઝ ૨૬૦ પાનાનું સુંદર પુઠાથી બંધાવેલું છે. બહારગામથી મંગાવનારને વી. પી. થી મોકલવામાં આવશે. કીંમત માત્ર રૂ. ૧-૮-૦ પાયધુની, મુંબઈ નં. ૩ : આસિસ્ટંટ સેક્રેટરી. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ.

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62