________________
શ્રીવમાનસાગરજી દ્વારા વડોદરા-મહમદની વાડીમાં આવેલા રંગમહાલના ઉપાશ્રયમાંની હસ્તપ્રત મને ઉપયોગ કરવા માટે ભેટ મળેલી તેમાંથી અને કેટલેક ભાગ પરમપૂજ્ય આચાર્યદેવ શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજીના શિષ્ય શ્રી કાંતિવિજયજી, શ્રીમાનતુંગવિજયજી દ્વારાએ હસ્તપ્રત અને પ્રેસ કોપીઓ મળેલી તેમાંથી મળેલ છે અને તે માટે તે સર્વેને હું અત્રે આભાર માનું છું.
આ સંગ્રહમાં જે ભગવતીસૂત્રની સઝા પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તેની પ્રેસ કૉપી પણ મને પૂજ્ય શ્રી કાંતિવિજયજી તરફથી મળેલી, પરંતુ તે વધારે અશુદ્ધ લાગવાથી અમદાવાદના ડહેલાના ઉપાશ્રયના ભંડારમાંથી બીજી બે હસ્તપ્રત સાથે મેળવીને છપાવી છે અને તેથી તે ભંડારના ટ્રસ્ટીઓને પણ અત્રે આભાર માનું છું. ભગવતીસૂત્રના બધા શતકે ઉપર ઉપાધ્યાય શ્રી માનવિજયજીએ કેમ સઝા નહી બનાવી હોય તેની કાંઈ સમજણ પડતી નથી, કારણકે મને પ્રાપ્ત થએલી ઉપરોક્ત પ્રેસ કોપીમાં તેમજ બંને હસ્તપ્રતોમાં પણ ભગવતીના વીશ શતકે ઉપરનીજ સજઝાયે છે અને બંને હસ્તપ્રત સંપૂર્ણ છે, છતાં કેઈપણ મહાનુભાવને ઉપાધ્યાય શ્રી માનવિજયજીએ રચેલી ભગવતીજીના સંપૂર્ણ એકતાલીશ શતકે ઉપરની સગ્ગા મલી આવે તે મને લખી જણાવવા જરૂર કૃપા કરશે એમ ઈચ્છું છું.
આ સંગ્રહમાં પ્રસિદ્ધ થએલ શ્રી જિનહર્ષસૂરિ વિરચિત વાસ્વામીની પંદર ઢાળે વાળી સજઝાય, પૃષ્ઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org