________________
વાત્સલ્ય ભાવે નીરખીને હમેશાં ઉત્તેજન આપનાર શેઠ માણેકલાલ પ્રેમચંદ રાયચંદ વગેરેને પણ આ પ્રસંગે આભાર માની કૃતાર્થ થાઉં છું, અને ઈચ્છું છું કે-હારી ભવિષ્યની સાહિત્ય પ્રવૃત્તિને તેઓશ્રી વધુ ઉત્તેજન આપતા રહેશે.
આ પુસ્તક શ્રીમાન શેઠ માણેકલાલ ચુનીલાલ શાહ જે. પી તથા તેઓશ્રીના ધર્મપત્નિ અ, સૌ. કમળા
હેન માણેકલાલ ચુનીલાલ (દંપતિ) ની સિરીઝના બીજા મણકા તરીકે તેટલા જ માટે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે કે મારી સાહિત્યપ્રવૃદ્ધિને તેઓશ્રી તરફથી ઉત્તરોત્તર ઉત્તેજન મલ્યા કરતું ન હોત તો હું મારા આઠમા પુષ્પ (૧૧૫૧ સ્તવન મંજુષા) માં જણાવી ગયે છું તેમ મારી સાહિત્ય પ્રવૃત્તિ લગભગ મંદ પડી ગઈ હત; તેથી જ આ પુસ્તક અને હવે પછી દર વર્ષે હજુસુધી અપ્રગટ રહેલા પ્રાચીન સ્તવને, સઝા અને જૈન ઊર્મિકાવ્યોના સંગ્રહનું એકેક પુસ્તક તેઓ (દંપતિ ) ની સિરીઝના ઉત્તરોત્તર મણકા તરીકે પ્રસિદ્ધ કરવાની ઈચ્છા પ્રદર્શિત કરવાની આ તક લઉં છું અને ઈચ્છું છું કે તેઓશ્રી તે વાતને સ્વીકાર કરશે.
આ સંગ્રહમાંની સઝાને કેટલોક ભાગ અમદાવાદની જૈનવિદ્યાશાળા તરફથી વર્ષો પહેલાં શિલાછાપમાં છપાએલા સજઝાય સંગ્રહમાંથી, કેટલેક ભાગ મારા વડેદરાના નિવાસસ્થાન વખતે આગોદ્ધારક આચાર્યદેવ શ્રીમાન સાગરાનંદસૂરીશ્વરના શિષ્ય મુનિ મહારાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org