Book Title: Jain_Satyaprakash 1947 06
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir kerana શ્રી જન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૨ છે. વચ્ચે ગુજમાં થોડી કેરણી છે." અહીં અત્યારે બે ત્રણ જેનોની દુકાને છે, જેન ધર્મશાળા છે, પણ અત્યારે તે એમાં નિશાળ બેસે છે. આ બન્ને મંદિર એકાત શાનિના સ્થાનમાં આવ્યાં છે, આત્મિક આનંદ, અને આત્મિક મસ્તિને ઈચ્છનાર મુમુક્ષુઓ માટે તો પરમશાતિ પદ સ્થાન છે. અમે અહીં દર્શનાદિ કરી બપોરે પાછા પાલડી આવી ગયા હતા. મુરલી પાલડી પાસે મૂરથી ગામ છે ત્યાં પણ પ્રાચીન મંદિર છે. પાલડીથી એક જ માઈલ દૂર છે. સમય ને હેવાથી અમારાથી ત્યાં ન જઈ શકાયું. મંદિરના મૂળ ગભારામાં પ્રાચીન સુંદર ભવ્ય ત્રણ મૂર્તિઓ છે. અહીં એક પણ શ્રાવકનું ઘર નથી. પૂજારી પૂજા કરી પાર જાય છે, મંદિર મૂલ ગભારાની બહાર વીસમી સદીની ચાર મૂર્તિઓ છે. ત્યાં જનાર ભાઈના કહેવા મુજબ સં. ૧૯૫૧ના લેખ છે. પાલડીને સંઘ ઇચ્છે છે કે આ નવી મૂર્તિઓ કોઈ લઈ જાય તો સારું. ત્યાંના ઠર પણ એમ કહે છે કે આ નવી મૂતિઓ કંઈક વહેમવાળી છે, એટલે બહારની આ ચારે મૂર્તિઓ બીજે લઈ જવાય તો સારું. આ પ્રદેશમાં પ્રાચીન મંદિર અને મૂતિઓ પુષ્કળ છે અને ઉપાય- ભક્તો ઘટયા છે, છતાં બહાર જરૂર હોય ત્યાં મૂર્તિઓ નથી આપતા ખેર, એ તો જેવી ભાવિધ્યતા. પરનું આ પ્રદેશમાં કે જ્યાં મૂર્તિઓની જરૂર નથી, કોઈ પૂજતું નથી ત્યાં નવી મૂર્તિ એ મૂવી એ કેટલું ઉચિત છે એ વસ્તુ સમજવાની જરૂર છે. આટલી સામાન્ય સૂચના કરી હું અહીં પાલડી, વાગસિન-(વાઘસિણ, કલહર સંબંધી પ્રાચીન તીર્થમાલાઓમાં આવતા કા ઉલેખો નીચે આપું છું, એટલે સુઝ પાઠ તે વખતની અને અત્યારની પરિસ્થિતિની સરખામણી કરી શકશે. વાઘપૂરમાં વીસ મૂરતિ લહી, કલરગામ રે પિવી. પ્રતિમા અડાવીસ તે પ્રણમઈ. –મહિમા વિ. તીર્થમાલા વાસણિ દઈ પ્રાસાદ છે, એ પાહડી કલરામ. -જ્ઞાનવિમલસરિકા તીર્થમાલા વાસણમાંહિ જુનહર જોડી, જીનપાલદ દીઈ કોલર કેડી; વિમલશાંતિ નિ શંભદેવ, આદિ વીરની કઇ સેવ પાલડીંછ શ્રી વીરવિહાર –ાનવિમલરિત તીય માલા કેડીદરઈ સંત' અજ કલહર છે - કવિમેઘ– (આમાં કોલારનો પરિચય હવે પછી આવે છે એટલે અહીં કરેલ ઉલેખનું અનુસંધાન વાચક કાલરના હવે પછી આવનાર પરિશ્ય સાથે કરી લે. (ચાલુ) - પ. રાયબહાદર સ્વ. ગૌરીશંકર હીરાચંદ ઓઝાજી પોતાના ચિરાહી સ્ટેટના ઇતિહાસમાં લખે છે કે વાંગસિન-ઉતમણ યુથી વગેરેનાં જૈન મંદિરમાં પ્રાચીન લે છે, પરંતુ રથાનાભાવથી નથી લઈ શકાય. આ હિસાબે ઉપયુક્ત લેખે અહીં આ માસિક દ્વારા પહેલપહેલા જ પ્રકાશમાં આવતા લાગે છે. બીજા કોઈ મહાનુભાવે આ લેખો પ્રકાશિત રાબા હેય તે મને તેનો ખ્યાલ નથી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36