Book Title: Jain_Satyaprakash 1946 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 34
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સારસાગર લેખક–પૂજ્ય મુનિ મહારાજ શ્રી મહિમાપ્રભવિજયજી બહુધા મહાપુરુષોને આ સંસારને “સંસારસાગર”, “ભદધિ ઈત્યાદિ ઉક્તિ દ્વારા સમુદ્રની ઉપમા આપતા જોઈને, તેની ઘટના કરવા માટે મન લલચાતું. આસો શુદિ પૂર્ણિમાની શુભ્ર રાત્રિ હતી. ચંદ્ર સોળે કળાથી ખીલ્યો હતો, અને પોતાનાં રૂપેરી કિરણોથી જગતને જાણે શુભ્ર બનાવતો હતો. કુમુદનાં વનો હસી રહ્યાં હતાં. મહાસાગર હૃદયવલ્લભના દર્શનથી તરંગે ઉછળતો હતો. કિશોર કિશોરીનાં ટોળાં વિવિધ ક્રિડા દ્વારા મોજ ઉડાવી રહ્યાં હતાં. માનિનીમંડળ હર્ષઘેલું બન્યું હતું. ચકોરચક્ર આનંદમગ્ન બન્યું હતું. પૃથ્વી દેવી જાણે રૂપેરી સાડી ઓઢી અવનવાં દૃશ્યો દેખાડી વિલાસી વૃન્દના આનંદને પોષતી હતી. ચંદ્ર પોતાની શીતળ કિરણાલીથી દિવસ ભરના સાંસારિક પરિતાપથી સંતપ્ત બનેલ દુનિયાને સુધાપાન કરાવતો હતો. આવા શાંત સુંદર સમયે “ સંસારસાગર'ની ઉક્તિને ઉકેલ કરવા મન લલચાયું. સાગર જેમ ખારે છે, તેમ વિષયવિલાસરૂપી ખારા જળથી પરિપૂર્ણ હોવાથી સંસારરૂપી મહાસાગર પણ ખારો જ છે. સમુદ્રમાં કલ્લોલ ઉછળતા હોય છે, તેમ ભવસમુદ્રમાં પણ જન્મ જરા ને મરણ રૂપી તરંગો ઊછળી રહ્યા છે. સાગરમાં જેમ ભરતી ને એટ આવે છે તેમ સંસારમાં પણ સુખદુ:ખની ભરતી ને ઓટ આવ્યા કરે છે. દરિયામાં જેમ મેટા મોટા મગરમ હોય છે, તેમ આમાં પણ રાગદ્વેષાદિ રૂપી મહાન મગરમચ્છ વસી રહ્યા છે. સમુદ્ર જેમ અપાર છે, તેમ સંસારરૂપી સમુદ્ર પણ અપાર છે, કારણ કે એ અનાદિ અનંત છે; એટલે કે તેનો આદિ કે અંત નથી. દરિયામાં જેમ મોટા વમળ હોય છે, તેમ સંસારમાં પણ સ્થળે સ્થળે મિથ્યાત્વ, અવિરતિ ને કષાયરૂપી મહાન વમળો--મોટી મોટી ભમરીઓ છે, કે જેમાં આવેલી જીવનનૌકા ડૂબે જ ડૂબે. દરિયામાં કઈ કઈ સ્થળે ખડકે હોય છે, તેમ સંસારમાં પણ કામ, ક્રોધ, લોભ, મદ, માયા ને મમતારૂપી ભયંકર ખડકે ખડકાયેલા છે. આ રીતે સંસારને સાગરની સાથે મહાપુરુષો જે સરખાવે છે તે યથાર્થ ને વાજબી જ છે. આવા ભીષણ અને સંકટોથી વ્યાપ્ત એવા સંસારસાગરને કઈ રીતે કરવો તે એક પ્રશ્ન બાકી રહે છે. જેમ મજબૂત જહાજ તેમ જ અનુભવી નાવિક મળી જાય તો ભયંકર એવો પણ સમુદ્ર સહેજે તરી શકાય, તેમ સંસારસમુદ્ર માટે પણ સમજવું: મજબૂત જહાજ તે સધર્મ અને અનુભવી નાવિક તે ધર્મપ્રરૂપક દેવ અને ધર્મોપદેશક ગુરુ. કંચન-કામિનીના ત્યાગી, અખંડઆનંદમય મોક્ષના સાધક, નિઃસ્વાર્થ ભાવે શુદ્ધ તત્ત્વ પ્રરૂપક, પંચમહાવ્રતધારી, નિષ્કારણજગબંધુ, કરુણાનિધાન, પૂજ્ય મુનિપુંગવો એ સાચા સુકાની છે, જેઓ ભવ્ય પ્રાણીઓને સંયમ જહાજમાં બેસાડી મુક્તિરૂપી ઈષ્ટનગરે પહોંચાડે છે. આ સંયમ (ચારિત્ર ) એવું ઉત્તમ નૌકારત્ન છે, જે દરિયાઈ મુસાફરીમાં સંભવતાં યા ઉદ્ભવતાં સંકટોને પાર કરે છે, અને પોતાના આશ્રિતોને નિર્વાધે મોક્ષપુરીરૂપી ઈષ્ટ સ્થાનકે પહોચાડે છે. સંયમ ચારિત્ર જેટલું પુષ્ટ તેટલું વધુ સહેલાઈથી મેક્ષરૂપી નગરે પંહોચી શકાય છે. માટે સંસાર-સાગરને તરવાને સંયમ-ધર્મરૂપી મહાન જહાજને સૌ અપનાવે કે જેથી શાશ્વત સુખના ધામ રૂપ મેક્ષપદની પ્રાપ્તિ થાય એ જ શુભ ભાવના ! સં. ૨૦૦૨, શરદ પૂર્ણિમા, મધુપુરી (મહુવા). For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36