Book Title: Jain_Satyaprakash 1946 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 32
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૨ સૂરિજી–બહેન ! તને આ બોલવું શોભતું નથી. તારા ભાઈ આર્ય સમિત સાક્ષી છે; તારી સખીઓ પણ સાક્ષી છે. હવે તું પુત્રને પાછો માગે તે કેમ બને? અરે બહેન ! યાદ રાખજે, આ પુત્ર, કુટુંબ, પરિવાર, બધાંયે સ્વાર્થનાં સગાં છે. તે પુત્ર પુત્ર કરે છે ! પણ ચલ્લણના પુત્ર કેણિકે એની માતા ચેલ્લણની કેવી ભૂંડી દશા કરી હતી તે યાદ છે ને? કેનો પુત્ર અને કોની માતા ? આ જીવે સંસારમાં એક વાર નહિ, બે વાર નહિ, અરે, અનંતી વાર આ જીવો સાથે સગપણ કર્યો છે, પરંતુ આ જીવડો ધરાયો નહીં. હું તે કહું છું તું પ્રેમથી સમજી જા. અને જે માગે તારા ભાઈ ગયા છે, તારા પતિ ગયા છે એ જ માગું તારા આ પુત્રરત્નને જવાની અનુમતિ આપી મહાભાગી થા ! સુનંદા–મહારાજ ! હવે એ વાત જવા દ્યો ! હું કોઈ પણ રીતે આ છોકરાને લઈને જ માનીશ. મારા જીવતાં એને સાધુ નહીં થવા દઉં. પંચ ભેગું કરીશ, સંધ ભેગો કરીશ, અરે, જરૂર લાગશે તે રાજદરબારે જઈને પોકાર કરીશ, ગમે તે કરવું પડશે તે કરીશ, પરંતુ મારો છોકરો લીધે જ રહીશ. ધનગિરિ–સુનંદા, સુનંદા ! આ તું શું બોલે છે? કાંઈ વિચાર કરે છે ખરી ? તને આ નથી શોભતું. તારી પાસે કાંઈ આ બાલક મેં પરાણે નહોતો માગ્યો. મેં બાલકની માંગણીય નહોતી કરી. તે મને વગર માગે, બધાની સાક્ષી વચ્ચે, એને વહોરાવ્યો હતો. હવે તારી માગણી નકામી છે. તેમ જ પુત્ર માટે જેટલો તારો–માતાનો હક્ક છે તેથી લગારે ઓછો હક્ક પિતાને-મારો નથી એ તો તું પણ જાણે છે જ. માટે ભલી થઈ સમજી જા, અને નકામો કલેશ કરો છોડી દે. સુનંદા–એ બધું હું જાણું છું. પણ પુત્ર પ્રતિને મારે મોહ હજી છૂટ નથી. મને તે એ રાજહંસ એ ગમ્યો છે કે એના સિવાય હું જીવી નહિ શકું. માટે ગમે તેમ કરો, મારા ઉપર દયા લાવો, પણ મારો બાલુડા મને પાછો આપે. આર્ય સમિત–બહેન સુનંદા ! આવું શું બોલે છે? એ તો વિચાર કે મને સાક્ષી રાખી તે આ બાળક અમને આપ્યો હતો. અરે, તે વખતે તું જ કહેતી હતી કે આ છોકરે રડી રહીને મને કાયર કરી છે, એક ક્ષણ પણ સુખ શાન્તિથી બેસવા નથી દીધી. હવે અત્યારે આ શું કરી રહી છે? સમજી લ્ય, તારા આગ્રહથી કદાચ આ બાળક તને સંપાવીએ, પણ તારે ઘેર આવ્યા પછી એ પાછો પહેલાંની જેમ રડવાનું શરૂ કરશે તો હું શું કરીશ ? અરે, એ માંદો પડશે અને મરી જશે તો તે વખતે તું શું કરીશ? લગાર વિચાર તો કર, કે તું અત્યારે શું કરી રહી છે. સુનંદાભાઈ, ગુરુજી, આપ કહો છે તે બધું સાચું છે; એમાં લગારે ખોટું નથી. પરન્તુ મને પુત્રને મેહ છે. આ રાજાના કુંવર જેવો, મારો દેવનો દીધેલ લાડકવાયો, મને છોડીને જાય, સાધુ થાય એ મને નથી ગમતું. આટલું બોલી સુનંદાનું હદય ભરી આવે છે અને તે જોરથી રડે છે, પણું એને ખાલી હાથે પાછું આવવું પડે છે. છેવટે સંધ, મહાજન પંચ બધે એની ફરિયાદ ગઈ. પરંતુ ન્યાયનો કાંટો કાઈની શરમ, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36