Book Title: Jain Satyaprakash 1940 07 SrNo 60
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિહનવવાદ લેખક-મુનિરાજ ધુરંધરવિજયજી (ગતાંકથી ચાલુ) બીજ નિહનવ-તિષ્પગુણાચાર્ય–આત્મવાદ * પ્રદેશી રાજાના શેષ કથનનો ઉત્તર નાસ્તિક મત પ્રમાણે રાજાએ “આત્મા નથી' એ જે સ્થાપન કર્યું હતું, તેને પ્રત્યુત્તર આપતાં શ્રીકેશી ગણધર મહારાજે રાજાને તેનાં માતા પિતા સ્વર્ગનરકમાંથી કેમ ન આવ્યાં તેનું કારણ સમજાવવા પૂર્વક સ્વર્ગ-નરક-પુણ્ય–પાપ વગેરે છે તે બતાવ્યું. હવે રાજાએ કહેલ ચેરની પરીક્ષા વગેરેમાં ભ્રમ બતાવવા પૂર્વક બીજાં દૃષ્ટાંત આપી ‘આત્મા છે. એ વાત શ્રીકેશી ગણધર મહારાજ જે રીતિએ સમજાવે છે તે વિચારીએ (૨) દેહના ટુકડામાં આત્મા ન દેખાય માટે તે નથી તેનું ખંડન-રાજન ! ‘આત્મા નથી, એ સમ્બન્ધમાં તેં કહ્યું કે “એક ચેરના જીવતા શરીરના નાના નાના ટુકડા કરાવીને તે દરેક ટુકડામાં આત્માની ઘણી તપાસ કરાવી પણ કાઈ પણ અવયવમાં આત્મા મળ્યો નહિ, ત્યારે મને લાગ્યું કે “આત્મા નથી. પરંતુ હે રાજન! તારી એ પરીક્ષા બરાબર ન હતી. તારે જે વસ્તુની તપાસ જેમાં કરવાની જરૂર હતી તે પ્રમાણે ન કરતાં તે દેહના ટુકડા કરાવ્યા. દેહના ટુકડા કરવાથી કંઇ આત્માની પ્રાપ્તિ ન થાય. જો કે આત્મા દેહમાં રહે છે, પરંતુ તેથી દેહને કાપી નાખવાથી તે મળે નહિ. જેમ એક દવાની શીશીમાં બૂચ સલવાઈ ગયું હોય. બૂચ ન નીકળતું હોય અને દવા પણ ન નીકળતી હેય. હવે દવા મેળવવા માટે શશીને જે ફેડી નાખવામાં આવે તે દવા ઢોળાઈ જાય ને શીશી કુટી જાય તેમ દેહમાંથી આત્મા મેળવવા માટે દેહને કાપી નાખીએ તો આત્મા ચાલ્યા જાય ને દેહનો નાશ થાય. પરંતુ શીશી ફેડયા સિવાય જેમ યુક્તિથી દવા મેળવી શકાય છે તેમ જે યુક્તિપૂર્વક આત્માને મેળવવામાં આવે તે દેહને કાપ્યા સિવાય સંપૂર્ણ દેહમાંથી તે મળી શકે છે. અસ્તુ. દેહની કાપકુપ કરી અને તેમાંથી આમા ન મલ્યો માટે આત્મા જ નથી. એમ જે નિર્ણય કરવો તે ઉચિત નથી. કિમઃ જે તમયા મહારા: તમ્ | न च दृष्टो महाराज ! तन्मध्ये क्वापि पावकः मूर्तिमन्तोऽपि सन्तोऽपि दृश्यन्तेऽर्था न यन्नृप !। सदमूर्तस्य जीवस्या-दर्शने किं विरुध्यते ॥२॥ विशिष्टज्ञानयोगेन परं दृश्येत सोऽपि हि । मथनादरणेः काष्ठे-प्यनलो नृपते ! यथा મેં પણ પૂર્વે આત્માની પરીક્ષા કરતાં દેહમાં આત્મા રહેવા છતાં તે કેમ દેખાતો નથી, એ બાબતમાં અણિના કાષ્ઠનું ઉદાહરણ વિચાર્યું હતું તે આ પ્રમાણે આપ્ત પુરૂ પાસેથી મેં જાણ્યું હતું કે અરણિના કાષ્ઠમાં અગ્નિ હોય છે. (જો કે દરેક કાષ્ઠમાં અગ્નિ હોય છે. તે પણ અરણિના લાકડામાં એવો અગ્નિ હોય છે કે તેમાં અગ્નિ ઉત્પન્ન કરવા માટે બીજા અચિની જરૂર રહેતી નથી, તેથી અરણિના લાકડાના મેં ઝીણું ઝીણું For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44