Book Title: Jain Sahityano Sankshipta Itihas
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Omkar Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 5
________________ સંપાદકીય મોહનલાલ દ. દેસાઇ લિખિત ‘જૈન સાહિત્યનો સંક્ષિત ઇતિહાસ' ઘણા વર્ષોથી દુર્લભ હતો. કેટલીક નવી વિગતો ઉમેરાઇએ પુનઃ પ્રકાશિત થઇ રહ્યો છે તે ઘણા આનંદની વાત છે. મૂળતો આ ઇતિહાસ જૈન ગૂર્જર કવિઓ' ની પ્રસ્તાવના તરીકે મૂકવાનો શ્રી દેસાઇનો ઇરાદો હતો પણ જેમ જેમ લખતા ગયા, કદ વધતું ગયું અને છેવટે એને જૈન શ્વે. કોન્ફરન્સ દ્વારા સ્વતંત્ર પુસ્તક તરીકે પ્રગટ કરવામાં આવ્યું. (ઇ.સ. ૧૯૩૩માં પ્રગટ થયેલા આ ગ્રંથની પ૦૦ નકલ લેખકે પોતે પણ પ્રસિદ્ધ કરી છે.) "" આ ઇતિહાસ લેખનમાં લેખકે મર્યાદા સ્વીકારેલી છે. ગ્રંથ-ગ્રંથકાર વિષે ઉલ્લેખ જ કરવો ગ્રંથનો પરિચય વગેરે વિશેષ નહિં. જો કે કુવલયમાળા સમરાઇચ્ચ કથા વગેરે વિશિષ્ટ ગ્રંથોના પરિચયો આપ્યા કે પણ છે. આ માટે વિદ્વાનોએ આપેલા પરિચય વગેરેનો સાર આપવાની પદ્ધતિ માટે ભાગે રાખી છે. આમ છતાં આ ઇતિહાસમાં પ્રસિદ્ધ ઐતિહાસિક વ્યક્તિઓનો પરિચય આપવામાં આવ્યો છે, અને ઘણી જગ્યાએ જે તે વ્યક્તિ વિષે વિગતો આપતાં ઉપલબ્ધ સાહિત્યનાં તમામ ગ્રંથોની નોંધ એક જ સ્થળે આપી દીધી છે. (જુઓ કુમારપાળ........) પારા ૩૬૪ થી ૩૮૬ અને ટિ. ૨૮૯ વગેરે. આ નોંધ કોઇ પણ અભ્યાસીને તે તે બાબતે આગળ વધવા માર્ગદર્શક બને તેવી છે. હરિવલ્લભ ભાયાણીના શબ્દોમાં કહીએ તો – વર્ષોથી દુર્લભ આ ગ્રંથના પુનઃપ્રકાશનની આવશ્યકતા વિદ્વાનોમાં ચર્ચાતી હતી. શ્રી રતીલાલ દીપચંદ દેસાઇ લખે છે કે “સ્વનામધન્યશ્રી મોહનલાલ દીલચંદ દેસાઇએ આ યુગમાં જૈનસાહિત્યની જે અસાધારણ સેવા કરી હતી તેનું મૂલ્ય આંકી શકાય તેમ નથી. સમયના વીતવા સાથે એમના ગ્રંથનું મૂલ્ય ઘટવાને બદલે કે એ વીસરાઇ જવાને બદલે અભ્યાસીઓને એની ઉપયોગિતા વિશેષ સમજાતી જતી હોવાને કારણે એની માંગ હજુ ચાલુ જ છે, એ એક જ બિના એમના ગ્રંથોની ગુણવત્તા બતાવવા માટે પૂરતી છે. આ સ્થિતિમાં એમણે તૈયાર કરેલ પ્રચૂર માહિતીથી સભર અને અત્યારે અલભ્ય બનેલ “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ” નામે દળદાર ગ્રંથ શક્ય હોય તો જરૂરી સુધાર વધારા સાથે, નહીં તો એના મૂળ રૂપમાં ફરી છપાવવો જોઇએ. (જૈન સાહિત્ય સમારોહ ગુચ્છ પૃ. ૧૨૪) તાજેતરમાં પ્રગટ થયેલા શ્રી હી.૨. કાપડીયાના ‘જૈન સંસ્કૃતસાહિત્યનો ઇતિહાસ' ભાગ ૧-૨૩નું કાર્ય ચાલુ હતું ત્યારે આ બાબતે સલાહ સૂચન માર્ગદર્શન માટે વિદ્વાનોને પૂછપરછ કરી હતી. એ રીતે પૂ.આ.ભ.શ્રી પ્રદ્યુમ્નસૂરિ મ.સા.ના પણ સૂચનો મંગાવેલા. એમણે ઉપયોગી સૂચનો કાપડિયાના ઇતિહાસ પરત્વે આપ્યા અને એવું સુચન કર્યું કે મો.દ.દેસાઇનો ઇતિહાસ-પણ-પુનઃ પ્રકાશિત કરવા જેવો છે. આપણે ત્યાં દેસાઇ જેવા શ્રાવક ગૃહસ્થે જે ભગીરથ કાર્યો ર્યા છે એવું કામ કરનાર દિગંબર જૈન સાહિત્ય કે અજૈન સાહિત્યમાં પણ કોઇએ કર્યું નથી. અજૈન સાહિત્ય બાબતે શ્રી કેશવહર્ષદધ્રુવે શ્રી દેસાઇને ત્યાં સુધી લખ્યું છે કે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 802