Book Title: Jain Sadhu Samstha ane Shikshan
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 4
________________ ૧૩ ] જ્ઞાનાંજલિ કે આજે આપણી શી ફરજ છે? આજે આપણે કયાં ધસડાઈ રહ્યા છીએ ? જ્ઞાનાગાર અને ધર્માંગાર તરીકેનાં આપણાં ઉપાશ્રય, જૈનમંદિર આદિ જેવાં ધર્માલયેા કેવાં ક્લેશના સ્થાનરૂપ બની રહ્યાં છે? આપણી વિદ્યાવિષયક અને ચારિત્રવિષયક કેવી દરિદ્ર સ્થિતિ છે? આજે જૈન તરીકે એળખાતી પ્રજા જૈનધર્મથી કેવી અને કેટલી વિમુખ થતી જાય છે એનાં કારણેા અને ઉપાયે કયાં ? ઇત્યાદિ. આ જાતના વિચારો કરવા તેા દૂર રહ્યા, પણ ઊલટી આજના આપણા જૈન સાધુસમુદાયની દશા તા એવી થઈ છે કે કોઈ મનુષ્ય કાંઈ નવીન વિચાર કે વસ્તુ રજૂ કરે તેા તેને ધીરજથી સમજીને કે વિચારીને તેના સામે પ્રામાણિક, શાસ્ત્રીય કે બૌદ્ધિક દલીલા રજૂ કરવાને બદલે તેએ પાતાની સાધુતાતે ન છાજે તેવા માર્ગો લે છે. જો આપણા મુનિવર સવેળા ચેતીને પેાતાના કાર્યક્ષેત્રને કે દૃષ્ટિબિંદુને એકદમ નહિ બદલે, તે હવેની દુનિયામાં તેમનુ સ્થાન કયા પ્રકારનુ રહેશે, અથવા રહેશે કે નહિ, એ એક મહાન પ્રશ્ન જ છે. ઉપર જે કાંઈ કહેવામાં આવ્યું છે, તે આજની દુનિયાના સમગ્ર સાહિત્યને લક્ષીને કહેવામાં આવ્યું છે. હવે આપણે આપણા સામાન્ય અભ્યાસ તરફ આવીએ જૈન સાધુએ સંસ્કૃત, પ્રાકૃત, વ્યાકરણાદિને અભ્યાસ કરવા પહેલાં જીવવિચાર આદિ પૂર્વાચાકૃત પ્રકરણાને જેમ બને તેમ સારા પ્રમાણમાં મુખપાઠ કરી યાદ કરી લેવાં જોઈ એ. વ્યાકરણાદિ ભણી ગયા પછી પ્રકરણા મુખપાઠ કરવાં અશકય જ થઈ જાય છે. અને એનુ ફળ એ આવે છે કે શાસ્ત્રોનુ વાચન કરતી વખતે ઘણી જ મુશ્કેલી પડે છે. જેમને પ્રકરણ થાના અભ્યાસ હોય છે, તેમને જૈન આગમ આદિના અધ્યયન વાચનમાં કંટાળા ન આવતાં સુગમતા સાથે રસ આવે છે. જૈન આગમાના અભ્યાસને અંગે અનુભવ ઉપરથી એમ જણાયું છે કે આજકાલ સાધુએ માટે ભાગે કોઈ પણ સટીક પ્રકરણશાસ્ત્ર કે આગમને વાંચે ત્યારે મૂળ ગાથાના કે મૂત્રને, પાઠ તરીકે ઉચ્ચાર કરી તરત જ ટીકા વાંચીતે આગળ ચાલતા થાય છે. પરંતુ એ સૂત્રને અર્થશા? મૂળ સૂત્ર અને ટીકાને પરસ્પર બરાબર મેળ મળ્યા છે કે નહિ? એ સંબધી ખ્યાલ ઘણા જ ઓછા રખાય છે. આનુ ફળ એ આવે છે કે કોઈ ઠેકાણે એ સૂત્રને પ્રમાણુ તરીકે ઉલ્લેખ આવે, ત્યારે તેને શબ્દા કરવા માટે પણ ગૂચવાવુ પડે છે. આ કહેવાતા અર્થ એટલો જ છે કે પ્રત્યેક મૂળ ગ્રંથને ટીકાની મર્દાથી બરાબર સ્પષ્ટ કરી લેવા જોઈ એ. આ સિવાય એ ગ્રંથાના ભિન્ન ભિન્ન દષ્ટિએ અભ્યાસ કરવા જોઈ એ, જેથી એ શાસ્ત્રોનુ ગૌરવ અને તેના પ્રણેતા મહાપુરુષની સર્વદેશીયતાના ખ્યાલ આવી શકે. આજના આ ટૂંકા લેખમાં આપણી સાધુસંસ્થાના શિક્ષણને અંગે જે સામાન્ય વિચાર-સ્ફુરણા થઈ એ નોંધવામાં આવી છે. ખરેખરી રીતે તે આજની સાધુસંસ્થાના શિક્ષણુ અને તેના ક્રમને માટે હું કાંઈ પણ લખુ એ કરતાં શિક્ષણના વાસ્તવિક રહસ્યને સમજનાર વિદ્વાને લખે એ જ વધારે ઇષ્ટ છે. પ્રસ્તુત લેખમાં જે કાંઈ લખ્યુ છે, તેને ટૂંક સાર એ જ છે કે આપણા શિક્ષણના આદર્શ અતિ વિશાળ હાવા જોઈ એ. આપણે દરેક ભલે એ આદર્શ ન પહેાંચી શકીએ, તેમ છતાં આપણે આપણી અનભિજ્ઞતાને કારણે વિદ્યાના વિશિષ્ટ અભ્યાસથી વંચિત ન રહી જઈ એ. અંતમાં હું દરેકને વિનંતિ કરું છું કે મારા આ લેખમાં કેાઈનાય ઉપર આક્ષેપ થાય, તેવુ કશુંય લખ્યું નથી, તેમ છતાં સામાન્ય રીતે દોરેલી રૂપરેખામાં એવા ભાસ થતેા લાગે તે। તે બદલ અંત:કરણથી ક્ષમા માગું છું. આ લેખને સમાપ્ત કરતાં પહેલાં હું ભાઈશ્રી ધીરજલાલને અનેક વાર્ ધન્યવાદ આપું છું કે જેમણે પ્રસ્તુત “શિક્ષણાંક”ના પ્રકાશન માટે અતુલ શ્રમ સેવ્યે છે. [‘જૈન જ્યોતિ,' શિક્ષણાંક, આસા-કારતક, સ’, ૧૯૯૦] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5