Book Title: Jain Sadhu Samstha ane Shikshan Author(s): Punyavijay Publisher: Punyavijayji View full book textPage 2
________________ ૨૧૪ ] જ્ઞાનાંજલિ અવલોકન કરીશું તે જણાશે કે એ જમાનાને આદર્શ કેટલો વિશાળ તેમ જ વસ્તુસ્પર્શી હતા ? અને આજનો આપણો શિક્ષણનો આદર્શ કે નિર્જીવ છે ? આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકર, આચાર્ય શ્રી હરિભદ્ર, તર્ક,પંચાનન આચાર્ય શ્રી અભયદેવ, આચાર્ય શ્રી હેમચંદ્ર, શ્રીમાન યશોવિજયોપાધ્યાય આદિ તેમ જ ભાષ્યકાર, ચૂર્ણિકારો, આચાર્ય શ્રી શીલાંક, શ્રી શાત્યાચાર્ય, માલધારી શ્રી હેમચંદ્ર, નવાંગી ટીકાકાર અભયદેવસૂરિ, આચાર્ય શ્રી મલયગિરિ, શ્રી ક્ષેમકીર્તિ સૂરિ આદિ સેંકડો આચાર્યોની કૃતિઓમાં દાર્શનિક, સાંપ્રદાયિક, વ્યાકરણ, છંદ, અલંકાર, તિષ, નિમિત્ત, લક્ષણ, આયુર્વેદાદિ વિષયક સંખ્યાબંધ ગ્રંચેનાં ઉદ્ધરેલ પ્રમાણે અર્થાત સાક્ષીઓ જોતાં આપણને એ વાતને સાક્ષાત્કાર થાય છે કે, એ પૂર્વપુરુષોમાં તત્ત્વજ્ઞાનપિપાસા કેટલી સતેજ હતી ! તેમનો અભ્યાસ અને અવલોકન કેવાં સર્વાદિગૂગામી હતાં ! સ્વપરદર્શનના વિવિધવિષયક થોકબંધ ગ્રંથના અધ્યયનાદિ માટે એ પુરુષોએ કેટલી સતત જાગૃતિ અને ત્વરા રાખી હતી ! જૈન ધર્મ ઉપર થતા અયોગ્ય આક્ષેપોનો કેવી ધીરજથી અને કેટલી ગ્યતાપૂર્વક જવાબ વાળતા ! અન્ય દર્શનમાં રહેલ વાસ્તવિક તત્તવોને કેવી રીતે અપનાવી લેતા ! બધા કરતાં આશ્ચર્યજનક તે એ છે કે, દાર્શનિક અથડામણના યુગમાં ભારતવર્ષના કેઈ પણ ખૂણામાં કઈ નવીન ગ્રંથની રચના થાય કે તરત જ તે ગ્રંથની નકલે તેના અભ્યાસી શ્રમણોના હાથમાં પહોંચાડવામાં આવતી. જે જમાનામાં આજની જેમ રેલગાડી, તાર કે ટપાલ જેવું એક પણ સાધન ન હોય તે સમયે આ વસ્તુ શી રીતે શક્ય થતી હશે ? એવી શંકા સૌનેય સહેજે થાય; પરંતુ વસ્તુસ્થિતિ એ હતી કે, દેશવિદેશમાં પાદવિહાર દ્વારા પરિભ્રમણ કરતો શ્રમણવર્ગ આ માટે સાવધ રહેતો. કોઈ નવીન ગ્રંથરચના થઈ સાંભળે કે તરત જ તે તેની નકલ તેના અભ્યાસી વિદ્વાનોને પહોંચાડી દે. આ ઉપરથી એ પણ કલ્પી શકાય છે કે તેઓ કેવા સ્વધર્મરક્ષણનિક હતા ! તેમ જ ઇતર સંપ્રદાય સાથે ભળીને તેમની કૃતિઓને કેવી સમજભરી રીતે મેળવી લેતા હતા ! પ્રાચીન ગ્રંથો તરફ નજર કરીએ ત્યારે ખુલ્લું જોઈ શકાય છે કે તે ગ્રંથના પ્રણેતા આચાર્યાદિકોએ પિતાના જમાનાની વિદ્યાના કોઈ પણ અંગના અભ્યાસને છોડ્યો નથી, જ્યારે અત્યારના આપણું શ્રમણવર્ગની દશા એવી છે કે પોતે જે સંપ્રદાયના ધુરંધર તરીકે હોવાનો દાવો કરે છે, તે સંપ્રદાયનાં મૌલિક શાસ્ત્રોનો તેમનો અભ્યાસ પણ અતિ છીછરો અથવા નહિ જેવો જ હોય છે. આ સ્થિતિમાં આપણે એમના પાસેથી દરેક વિષયને લગતા ઊંડા અભ્યાસની આશા શી રીતે રાખી શકીએ ? પરંતુ આજે આખા જગતની પરિસ્થિતિએ એટલે જબરદસ્ત પલટે ખાધે છે કે, કેવળ લૂખી સાંપ્રદાયિક્તા ધારણ કરી, સ્વધર્મનું–જેનધર્મનું ગૌરવ નહિ ટકાવી શકાય અથવા તેની રક્ષા કે અભિવૃદ્ધિ પણ નહિ સાધી શકાય. આજે પશ્ચિમનું વાતાવરણ આખા ભારતીય ધર્મોને જે રીતે હચમચાવી રહ્યું છે, એ સમજવા માટે વિજ્ઞ જૈન ધર્મગુરુઓએ જરૂર સાવધ થવું જોઈએ અને આચાર્ય હરિભકાદિની જેમ તુલનાત્મક દૃષ્ટિએ અત્યારના સમગ્ર સાહિત્યનો ઊંડો અભ્યાસ-અવલોકન આદિ કરી જુદા જુદા વિષયના વિશિષ્ટ સાહિત્યનું નિર્માણ કરવું જોઈએ. જો તેમ નહિ થાય તો પૂર્વકાળમાં જેમ જૈન શ્રમણો અને જૈનધર્મ ઇતર સંપ્રદાયો અને ઇતર ધર્મોને મુકાબલે ઊભા રહી શક્યા છે. તેમ અત્યારે ઊભા રહી શકશે કે નહિ, એટલું જ નહિ, પણ અત્યારે જૈન શ્રમણની વિદ્યાનાં ક્ષેત્રોમાં જે આળસુ સ્થિતિ નજર સામે આવી રહી છે, એ જોતાં જૈન શ્રમણોનું ગુરુવપદ ટકી શકશે કે કેમ એ એક વિચારણીય બાબત છે. એક સમય એવો હતો, જ્યારે જૈનાચાર્યો અને જૈનધર્મના અસ્તિત્વને સમર્થ વિધાનોથી ગાજતી રાજસભાઓમાં સ્થાન હતું. આજે એમનો જ વારસો અને ગૌરવ ધરાવવાનો દાવો કરનાર જૈન શ્રમણોનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5