Book Title: Jain Sadhu Samstha ane Shikshan
Author(s): Punyavijay
Publisher: Punyavijayji
Catalog link: https://jainqq.org/explore/230125/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જૈન સાધુસસ્થા અને શિક્ષણ વર્તમાન જૈન સાધુસમુદાયની જ્ઞાનના વિષયમાં અતિ મંદ અથવા અતિ દરિદ્ર સમાજના અનેકાઅનેક હિતૈષી સમજુ મનુષ્યેાના હૃદયમાં આજે એ વિચાર સ્ફુરી સાધુઓની જ્ઞાનના ક્ષેત્રમાં કેવી અને કેટલી યાગ્યતા હાવી જેઈ એ ? અર્થાત્ જૈન કયા ધારણે અને કઈ જાતનું હોવુ જોઈ એ ? ઉપર્યુંક્ત પ્રશ્નને અંગે સ્વતંત્ર વિચારો પ્રગટ કરવા કરતાં આપણે આપણી પ્રાચીન જૈન સાધુસંસ્થાના શિક્ષણ તરફ સહજ દષ્ટિપાત કરી લઈએ, જેથી વમાન જૈન શ્રમણુસંસ્થાના શિક્ષણને આદર્શો કેવા હવે જોઈ એ એ પ્રશ્નના ઊહાપેાહ અગર ઉકેલ આપેાઆપ જ થઈ જાય. દશા જોઈ તે જૈન રહ્યો છે કે, જૈન શ્રમણાનુ શિક્ષણ આજે જ નહિ પરંતુ અતિ પ્રાચીન કાળથી પણ વૈદિક અને બૌદ્ધ ધર્માવલંબી કરતાં અપ સંખ્યામાં રહેલ જૈનધર્મે આજ સુધી જગત સમક્ષ પેાતાનું વ્યક્તિત્વ તેમ જ અસ્તિત્વ જાળવી રાખેલ છે એ કાના અને શાના પ્રભાવથી ? એને જો આપણે સ્થિર ચિત્તે વિચાર કરીશું તેા ઉત્તર એ જ મળશે કે, સાધુથ્વી જૈન શ્રમણુસંસ્થા અને તેના વિશાળ શિક્ષણના પ્રભાવથી જે ધમે, જે શ્રમણુસ સ્થા અને તેના જે ઉદાત્ત શિક્ષણના ધેારણથી, આજ પર્યંત પેાતાનું પ્રભાવશાળીપણુ ટકાવી રાખ્યું છે, એટલુ જ નહિ, પણ તે સાથે જગતભરના ધર્માંને પેાતાના વિશિષ્ટ સંસ્કારાને વારસાય અર્પણ કર્યાં છે એ જ ધર્મ, આજે આપણે ચામેર નજર નાંખીશું' તેા, દિન પ્રતિદિન પ્રત્યેકેપ્રત્યેક બાબતમાં નિસ્તેજ અને પ્રભાવહીન થતા નજરે આવે છે. આ ઉપરથી આપણે એ વિચારવું અતિ આવશ્યક છે કે, આપણી પ્રાચીન શ્રમણસંસ્થાના શિક્ષણમાં એવી કઈ વિશેષતા હતી ? અને આજે એમાં કયાં ઊણપ આવી છે ? તેમ જ એ ઊણપ દૂર કરવા માટે આપણે શુ કરવુ જોઈ એ ? જગત તરફ નજર કરીશુ તેા જણાશે કે, જે ધર્મ, જે સમાજ, જે પ્રજા કે જે રાષ્ટ્રમાં જેટલા વિદ્યાના વિશાળ આદશ હશે, તેટલું જ તેનું વ્યક્તિત્વ જગત સમક્ષ વધારે પ્રમાણમાં ઝળકી ઊઠશે. અને જેટલી એના વિદ્યાના આદર્શોમાં સંકુચિતતા કે એછાશ હશે એટલી એના વ્યક્તિત્વમાં ઊણપ જ આવવાની. એક કાળે જૈન શ્રમણસંસ્થાનુ દરેકેદરેક બાબતમાં કેટલું વ્યક્તિત્વ હતું? આજે એ વ્યક્તિત્વ કયા પાતાળમાં જઈ રહ્યું છે? એ સમજવાની કે વિચારવાની શક્તિ પણ આપણે સૌ ગુમાવી ખેડા છીએ. અસ્તુ. હવે આપણે મુખ્ય વિષય તરફ આવીએ. આપણી સમક્ષ વિદ્યમાન પૂર્વાચાર્યાંના જીવતા જીવન સમા પ્રાચીન ગ્રંથાનું આપણે સક્ષમ રીતે Page #2 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ] જ્ઞાનાંજલિ અવલોકન કરીશું તે જણાશે કે એ જમાનાને આદર્શ કેટલો વિશાળ તેમ જ વસ્તુસ્પર્શી હતા ? અને આજનો આપણો શિક્ષણનો આદર્શ કે નિર્જીવ છે ? આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકર, આચાર્ય શ્રી હરિભદ્ર, તર્ક,પંચાનન આચાર્ય શ્રી અભયદેવ, આચાર્ય શ્રી હેમચંદ્ર, શ્રીમાન યશોવિજયોપાધ્યાય આદિ તેમ જ ભાષ્યકાર, ચૂર્ણિકારો, આચાર્ય શ્રી શીલાંક, શ્રી શાત્યાચાર્ય, માલધારી શ્રી હેમચંદ્ર, નવાંગી ટીકાકાર અભયદેવસૂરિ, આચાર્ય શ્રી મલયગિરિ, શ્રી ક્ષેમકીર્તિ સૂરિ આદિ સેંકડો આચાર્યોની કૃતિઓમાં દાર્શનિક, સાંપ્રદાયિક, વ્યાકરણ, છંદ, અલંકાર, તિષ, નિમિત્ત, લક્ષણ, આયુર્વેદાદિ વિષયક સંખ્યાબંધ ગ્રંચેનાં ઉદ્ધરેલ પ્રમાણે અર્થાત સાક્ષીઓ જોતાં આપણને એ વાતને સાક્ષાત્કાર થાય છે કે, એ પૂર્વપુરુષોમાં તત્ત્વજ્ઞાનપિપાસા કેટલી સતેજ હતી ! તેમનો અભ્યાસ અને અવલોકન કેવાં સર્વાદિગૂગામી હતાં ! સ્વપરદર્શનના વિવિધવિષયક થોકબંધ ગ્રંથના અધ્યયનાદિ માટે એ પુરુષોએ કેટલી સતત જાગૃતિ અને ત્વરા રાખી હતી ! જૈન ધર્મ ઉપર થતા અયોગ્ય આક્ષેપોનો કેવી ધીરજથી અને કેટલી ગ્યતાપૂર્વક જવાબ વાળતા ! અન્ય દર્શનમાં રહેલ વાસ્તવિક તત્તવોને કેવી રીતે અપનાવી લેતા ! બધા કરતાં આશ્ચર્યજનક તે એ છે કે, દાર્શનિક અથડામણના યુગમાં ભારતવર્ષના કેઈ પણ ખૂણામાં કઈ નવીન ગ્રંથની રચના થાય કે તરત જ તે ગ્રંથની નકલે તેના અભ્યાસી શ્રમણોના હાથમાં પહોંચાડવામાં આવતી. જે જમાનામાં આજની જેમ રેલગાડી, તાર કે ટપાલ જેવું એક પણ સાધન ન હોય તે સમયે આ વસ્તુ શી રીતે શક્ય થતી હશે ? એવી શંકા સૌનેય સહેજે થાય; પરંતુ વસ્તુસ્થિતિ એ હતી કે, દેશવિદેશમાં પાદવિહાર દ્વારા પરિભ્રમણ કરતો શ્રમણવર્ગ આ માટે સાવધ રહેતો. કોઈ નવીન ગ્રંથરચના થઈ સાંભળે કે તરત જ તે તેની નકલ તેના અભ્યાસી વિદ્વાનોને પહોંચાડી દે. આ ઉપરથી એ પણ કલ્પી શકાય છે કે તેઓ કેવા સ્વધર્મરક્ષણનિક હતા ! તેમ જ ઇતર સંપ્રદાય સાથે ભળીને તેમની કૃતિઓને કેવી સમજભરી રીતે મેળવી લેતા હતા ! પ્રાચીન ગ્રંથો તરફ નજર કરીએ ત્યારે ખુલ્લું જોઈ શકાય છે કે તે ગ્રંથના પ્રણેતા આચાર્યાદિકોએ પિતાના જમાનાની વિદ્યાના કોઈ પણ અંગના અભ્યાસને છોડ્યો નથી, જ્યારે અત્યારના આપણું શ્રમણવર્ગની દશા એવી છે કે પોતે જે સંપ્રદાયના ધુરંધર તરીકે હોવાનો દાવો કરે છે, તે સંપ્રદાયનાં મૌલિક શાસ્ત્રોનો તેમનો અભ્યાસ પણ અતિ છીછરો અથવા નહિ જેવો જ હોય છે. આ સ્થિતિમાં આપણે એમના પાસેથી દરેક વિષયને લગતા ઊંડા અભ્યાસની આશા શી રીતે રાખી શકીએ ? પરંતુ આજે આખા જગતની પરિસ્થિતિએ એટલે જબરદસ્ત પલટે ખાધે છે કે, કેવળ લૂખી સાંપ્રદાયિક્તા ધારણ કરી, સ્વધર્મનું–જેનધર્મનું ગૌરવ નહિ ટકાવી શકાય અથવા તેની રક્ષા કે અભિવૃદ્ધિ પણ નહિ સાધી શકાય. આજે પશ્ચિમનું વાતાવરણ આખા ભારતીય ધર્મોને જે રીતે હચમચાવી રહ્યું છે, એ સમજવા માટે વિજ્ઞ જૈન ધર્મગુરુઓએ જરૂર સાવધ થવું જોઈએ અને આચાર્ય હરિભકાદિની જેમ તુલનાત્મક દૃષ્ટિએ અત્યારના સમગ્ર સાહિત્યનો ઊંડો અભ્યાસ-અવલોકન આદિ કરી જુદા જુદા વિષયના વિશિષ્ટ સાહિત્યનું નિર્માણ કરવું જોઈએ. જો તેમ નહિ થાય તો પૂર્વકાળમાં જેમ જૈન શ્રમણો અને જૈનધર્મ ઇતર સંપ્રદાયો અને ઇતર ધર્મોને મુકાબલે ઊભા રહી શક્યા છે. તેમ અત્યારે ઊભા રહી શકશે કે નહિ, એટલું જ નહિ, પણ અત્યારે જૈન શ્રમણની વિદ્યાનાં ક્ષેત્રોમાં જે આળસુ સ્થિતિ નજર સામે આવી રહી છે, એ જોતાં જૈન શ્રમણોનું ગુરુવપદ ટકી શકશે કે કેમ એ એક વિચારણીય બાબત છે. એક સમય એવો હતો, જ્યારે જૈનાચાર્યો અને જૈનધર્મના અસ્તિત્વને સમર્થ વિધાનોથી ગાજતી રાજસભાઓમાં સ્થાન હતું. આજે એમનો જ વારસો અને ગૌરવ ધરાવવાનો દાવો કરનાર જૈન શ્રમણોનું Page #3 -------------------------------------------------------------------------- ________________ જન સાધુસંસ્થા અને શિક્ષણ [ રાજ વિદ્યાના કેઈ પણ ક્ષેત્રમાં નવું સરખુંય સ્થાન અગર વ્યક્તિત્વ છે ખરું? જેનેતર વિદ્વાનોનું વિદ્યાના વિવિધ વિભાગોમાં જે ગૌરવભર્યું સ્થાન આપણે જોઈ રહ્યા છીએ, તેમાંનું એકશતાંશ જેટલુંય આજે આપણા જેન શ્રમણનું સ્થાન હોય એમ મારી દષ્ટિએ નથી લાગતું. જ્યાં સુધી આપણે વિદ્યાનાં વિવધિ ક્ષેત્રોમાં ગૌરવશાલી સ્થાન કે વ્યક્તિત્વ પ્રાપ્ત નહિ કરીએ, ત્યાં સુધી જેતેતર વિદ્વાનો દ્વારા જૈનધર્મ ઉપર થતા અનેકાનેક અગ્ય આક્ષેપને આપણે પ્રામાણિક રદિયે નહિ આપી શકીએ. કેઈ પણ જાતને વિચાર કર્યા સિવાય કે ધીરજ રાખ્યા સિવાય અગડબગડે ગમે તેમ આપેલ રદિયાઓથી જૈનધર્મનું ગૌરવ વધવાને બદલે વધારે ને વધારે ઘટતું જ જશે–જાય છે. આ જાતને અનુભવ આજ સુધીમાં આપણે અનેક વખત કરી ચૂક્યા છીએ અને કરી પણ રહ્યા છીએ. આજે આપણી જ્ઞાનવિષયક મંદતાને પરિણામે જે કાર્ય સહજમાં સાધ્ય હોય, તેને માટે કેટલીયે વાર મોટી સભાઓ કરી નકામો હાહા મચાવવો પડે છે, અને એનુંય ફળ પાછું શુન્યમાં આવે છે. આ પ્રકારની દરિદ્રતાઓ ફેડવા માટે આપણે-આપણું શ્રમણવગે–સર્વતોમુખી વિદ્યાભ્યાસ અને શાસ્ત્રાવલેકન કરવું આવશ્યક છે.. આજે આપણે શ્રમણવર્ગની સ્થિતિ જેટલી સાધનસંપન્ન છે, તેટલી જ આજે એમની જ્ઞાનવિષયક દશા સંકુચિત તેમ જ સુખ, મત્ત અને મૂછિત છે. આ સ્થિતિ દૂર કરવા માટે આપણે યોગ્ય પ્રયત્નો કરવા જોઈએ. . આજે આપણે શ્રમણસમુદાય અંદર અંદરના નજીવા પ્રશ્નોની ચર્ચામાં જે બુદ્ધિ અને કીમતી સમયનો દુર્વ્યય કરી રહેલ છે, તેને બદલે એ બુદ્ધિ અને સમયને ઉપયોગ કોઈ વિદ્યાના વિશિષ્ટ ક્ષેત્ર માટે કરે એ જ વધારે ઇષ્ટ છે. જ્યારે એક એક મુખ્ય અને અવાંતર વિષય ઉપર મોટાં શાસ્ત્રોનાં નાં હોય તેવે વખતે આપણે ફક્ત જીવવિચારાદિ પ્રકરણની ગાથાઓ ગાખીને, અમુક શાસ્ત્રો વાંચીને ફેલાતા ફરીએ એ કોઈ પણ રીતે ચાલી શકે તેમ નથી. આ કહેવાનો આશય એ નથી કે જીવવિચાર આદિ પ્રકરણો કે અન્ય શાસ્ત્રોને અભ્યાસ નિરુપયોગી છે, પરંતુ જેમ આપણું પૂર્વપુએ પિતાના જમાના સુધીના સમગ્ર સાહિત્યનું અવલોકન કરીને નવીન શાસ્ત્રોની રચના દ્વારા પિતાના યુગને અનુકૂળ પદ્ધત્તિએ ધર્મત પ્રગટ કર્યા છે, તેમ અત્યારે આપણે પણ આપણુ સમક્ષ જે પ્રત્યેક વિષયનાં વિવિધ શાસ્ત્રો રચાયાં હોય, તેને સંકુચિત મનોવૃત્તિ કે સાંપ્રદાયિક ભાવનાને દૂર રાખીને તુલનાત્મક દૃષ્ટિએ અભ્યાસ આદિ કરવાં જોઈએ. પૂર્વકાળમાં થઈ જનાર આચાર્યાદિ કરતાં પાછળના સમયમાં થનાર આચાર્યાદિ જૈન શ્રમણ માટે, સાહિત્યના અભ્યાસની દષ્ટિએ, જવાબદારી અતિ પણ વધી જાય છે, કારણ કે પાછળ થનારને પોતાના યુગ સુધીમાં નિર્માણ થયેલ સમગ્ર સાહિત્યરાશિની સૂક્ષ્મ સમાલોચના અભ્યાસ આદિ કરવાનાં હોય છે. આજે આપણે શ્રમણવર્ગની જ્ઞાનવિષયક બેદરકારીનું, અને જે ઉદાર પદ્ધતિએ શાસ્ત્રાભ્યાસ કરવો જોઈએ તે રીતે નહિ કરી શકવાનું ફળ એ આવ્યું છે કે ધર્મધુરંધર તરીકે આજના યુગને અનુકૂળ નવીન ધર્મ સાહિત્યના નિર્માણની પોતાની ફરજને તેઓ અદા કરી શક્યા નથી કે, જે ફરજને આપણું પૂર્વપુરુષ અવિચ્છિન્નપણે બજાવતા આવ્યા છે. મને કહેતાં ખરે જ શરમ લાગે છે કે આજની સ્કૂલોમાં જૈનધર્મના અભ્યાસને લગતી પુસ્તિકાઓના નિર્માણનો યશ, ઢગલાબંધ આચાર્યો, ઉપાધ્યાય, પ્રવર્તકે, અનુગાચાર્યો અને વિદ્વત્તાનો ધ કરનાર બીજા અનેક શ્રમણોની વિદ્યમાનતા છતાં, એક ગૃહસ્થ ફેસર ભાઈશ્રી હીરાલાલ રસિકદાસ કાપડિયા ખાટી જાય છે. છે કેઈ અત્યારના જૈન સાધુમાં એવી ગ્યતા છે કે જે આ દષ્ટિએ કાંઈ કરી શકે? આજના સાધુસમૂહને એ કલ્પના સરખા નથી, (હશે તે બહુ ઓછાને જ હશે) Page #4 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ] જ્ઞાનાંજલિ કે આજે આપણી શી ફરજ છે? આજે આપણે કયાં ધસડાઈ રહ્યા છીએ ? જ્ઞાનાગાર અને ધર્માંગાર તરીકેનાં આપણાં ઉપાશ્રય, જૈનમંદિર આદિ જેવાં ધર્માલયેા કેવાં ક્લેશના સ્થાનરૂપ બની રહ્યાં છે? આપણી વિદ્યાવિષયક અને ચારિત્રવિષયક કેવી દરિદ્ર સ્થિતિ છે? આજે જૈન તરીકે એળખાતી પ્રજા જૈનધર્મથી કેવી અને કેટલી વિમુખ થતી જાય છે એનાં કારણેા અને ઉપાયે કયાં ? ઇત્યાદિ. આ જાતના વિચારો કરવા તેા દૂર રહ્યા, પણ ઊલટી આજના આપણા જૈન સાધુસમુદાયની દશા તા એવી થઈ છે કે કોઈ મનુષ્ય કાંઈ નવીન વિચાર કે વસ્તુ રજૂ કરે તેા તેને ધીરજથી સમજીને કે વિચારીને તેના સામે પ્રામાણિક, શાસ્ત્રીય કે બૌદ્ધિક દલીલા રજૂ કરવાને બદલે તેએ પાતાની સાધુતાતે ન છાજે તેવા માર્ગો લે છે. જો આપણા મુનિવર સવેળા ચેતીને પેાતાના કાર્યક્ષેત્રને કે દૃષ્ટિબિંદુને એકદમ નહિ બદલે, તે હવેની દુનિયામાં તેમનુ સ્થાન કયા પ્રકારનુ રહેશે, અથવા રહેશે કે નહિ, એ એક મહાન પ્રશ્ન જ છે. ઉપર જે કાંઈ કહેવામાં આવ્યું છે, તે આજની દુનિયાના સમગ્ર સાહિત્યને લક્ષીને કહેવામાં આવ્યું છે. હવે આપણે આપણા સામાન્ય અભ્યાસ તરફ આવીએ જૈન સાધુએ સંસ્કૃત, પ્રાકૃત, વ્યાકરણાદિને અભ્યાસ કરવા પહેલાં જીવવિચાર આદિ પૂર્વાચાકૃત પ્રકરણાને જેમ બને તેમ સારા પ્રમાણમાં મુખપાઠ કરી યાદ કરી લેવાં જોઈ એ. વ્યાકરણાદિ ભણી ગયા પછી પ્રકરણા મુખપાઠ કરવાં અશકય જ થઈ જાય છે. અને એનુ ફળ એ આવે છે કે શાસ્ત્રોનુ વાચન કરતી વખતે ઘણી જ મુશ્કેલી પડે છે. જેમને પ્રકરણ થાના અભ્યાસ હોય છે, તેમને જૈન આગમ આદિના અધ્યયન વાચનમાં કંટાળા ન આવતાં સુગમતા સાથે રસ આવે છે. જૈન આગમાના અભ્યાસને અંગે અનુભવ ઉપરથી એમ જણાયું છે કે આજકાલ સાધુએ માટે ભાગે કોઈ પણ સટીક પ્રકરણશાસ્ત્ર કે આગમને વાંચે ત્યારે મૂળ ગાથાના કે મૂત્રને, પાઠ તરીકે ઉચ્ચાર કરી તરત જ ટીકા વાંચીતે આગળ ચાલતા થાય છે. પરંતુ એ સૂત્રને અર્થશા? મૂળ સૂત્ર અને ટીકાને પરસ્પર બરાબર મેળ મળ્યા છે કે નહિ? એ સંબધી ખ્યાલ ઘણા જ ઓછા રખાય છે. આનુ ફળ એ આવે છે કે કોઈ ઠેકાણે એ સૂત્રને પ્રમાણુ તરીકે ઉલ્લેખ આવે, ત્યારે તેને શબ્દા કરવા માટે પણ ગૂચવાવુ પડે છે. આ કહેવાતા અર્થ એટલો જ છે કે પ્રત્યેક મૂળ ગ્રંથને ટીકાની મર્દાથી બરાબર સ્પષ્ટ કરી લેવા જોઈ એ. આ સિવાય એ ગ્રંથાના ભિન્ન ભિન્ન દષ્ટિએ અભ્યાસ કરવા જોઈ એ, જેથી એ શાસ્ત્રોનુ ગૌરવ અને તેના પ્રણેતા મહાપુરુષની સર્વદેશીયતાના ખ્યાલ આવી શકે. આજના આ ટૂંકા લેખમાં આપણી સાધુસંસ્થાના શિક્ષણને અંગે જે સામાન્ય વિચાર-સ્ફુરણા થઈ એ નોંધવામાં આવી છે. ખરેખરી રીતે તે આજની સાધુસંસ્થાના શિક્ષણુ અને તેના ક્રમને માટે હું કાંઈ પણ લખુ એ કરતાં શિક્ષણના વાસ્તવિક રહસ્યને સમજનાર વિદ્વાને લખે એ જ વધારે ઇષ્ટ છે. પ્રસ્તુત લેખમાં જે કાંઈ લખ્યુ છે, તેને ટૂંક સાર એ જ છે કે આપણા શિક્ષણના આદર્શ અતિ વિશાળ હાવા જોઈ એ. આપણે દરેક ભલે એ આદર્શ ન પહેાંચી શકીએ, તેમ છતાં આપણે આપણી અનભિજ્ઞતાને કારણે વિદ્યાના વિશિષ્ટ અભ્યાસથી વંચિત ન રહી જઈ એ. અંતમાં હું દરેકને વિનંતિ કરું છું કે મારા આ લેખમાં કેાઈનાય ઉપર આક્ષેપ થાય, તેવુ કશુંય લખ્યું નથી, તેમ છતાં સામાન્ય રીતે દોરેલી રૂપરેખામાં એવા ભાસ થતેા લાગે તે। તે બદલ અંત:કરણથી ક્ષમા માગું છું. આ લેખને સમાપ્ત કરતાં પહેલાં હું ભાઈશ્રી ધીરજલાલને અનેક વાર્ ધન્યવાદ આપું છું કે જેમણે પ્રસ્તુત “શિક્ષણાંક”ના પ્રકાશન માટે અતુલ શ્રમ સેવ્યે છે. [‘જૈન જ્યોતિ,' શિક્ષણાંક, આસા-કારતક, સ’, ૧૯૯૦]