________________
જન સાધુસંસ્થા અને શિક્ષણ
[ રાજ વિદ્યાના કેઈ પણ ક્ષેત્રમાં નવું સરખુંય સ્થાન અગર વ્યક્તિત્વ છે ખરું? જેનેતર વિદ્વાનોનું વિદ્યાના વિવિધ વિભાગોમાં જે ગૌરવભર્યું સ્થાન આપણે જોઈ રહ્યા છીએ, તેમાંનું એકશતાંશ જેટલુંય આજે આપણા જેન શ્રમણનું સ્થાન હોય એમ મારી દષ્ટિએ નથી લાગતું. જ્યાં સુધી આપણે વિદ્યાનાં વિવધિ ક્ષેત્રોમાં ગૌરવશાલી સ્થાન કે વ્યક્તિત્વ પ્રાપ્ત નહિ કરીએ, ત્યાં સુધી જેતેતર વિદ્વાનો દ્વારા જૈનધર્મ ઉપર થતા અનેકાનેક અગ્ય આક્ષેપને આપણે પ્રામાણિક રદિયે નહિ આપી શકીએ. કેઈ પણ જાતને વિચાર કર્યા સિવાય કે ધીરજ રાખ્યા સિવાય અગડબગડે ગમે તેમ આપેલ રદિયાઓથી જૈનધર્મનું ગૌરવ વધવાને બદલે વધારે ને વધારે ઘટતું જ જશે–જાય છે. આ જાતને અનુભવ આજ સુધીમાં આપણે અનેક વખત કરી ચૂક્યા છીએ અને કરી પણ રહ્યા છીએ. આજે આપણી જ્ઞાનવિષયક મંદતાને પરિણામે જે કાર્ય સહજમાં સાધ્ય હોય, તેને માટે કેટલીયે વાર મોટી સભાઓ કરી નકામો હાહા મચાવવો પડે છે, અને એનુંય ફળ પાછું શુન્યમાં આવે છે. આ પ્રકારની દરિદ્રતાઓ ફેડવા માટે આપણે-આપણું શ્રમણવગે–સર્વતોમુખી વિદ્યાભ્યાસ અને શાસ્ત્રાવલેકન કરવું આવશ્યક છે..
આજે આપણે શ્રમણવર્ગની સ્થિતિ જેટલી સાધનસંપન્ન છે, તેટલી જ આજે એમની જ્ઞાનવિષયક દશા સંકુચિત તેમ જ સુખ, મત્ત અને મૂછિત છે. આ સ્થિતિ દૂર કરવા માટે આપણે યોગ્ય પ્રયત્નો કરવા જોઈએ. . આજે આપણે શ્રમણસમુદાય અંદર અંદરના નજીવા પ્રશ્નોની ચર્ચામાં જે બુદ્ધિ અને કીમતી સમયનો દુર્વ્યય કરી રહેલ છે, તેને બદલે એ બુદ્ધિ અને સમયને ઉપયોગ કોઈ વિદ્યાના વિશિષ્ટ ક્ષેત્ર માટે કરે એ જ વધારે ઇષ્ટ છે. જ્યારે એક એક મુખ્ય અને અવાંતર વિષય ઉપર મોટાં શાસ્ત્રોનાં
નાં હોય તેવે વખતે આપણે ફક્ત જીવવિચારાદિ પ્રકરણની ગાથાઓ ગાખીને, અમુક શાસ્ત્રો વાંચીને ફેલાતા ફરીએ એ કોઈ પણ રીતે ચાલી શકે તેમ નથી. આ કહેવાનો આશય એ નથી કે જીવવિચાર આદિ પ્રકરણો કે અન્ય શાસ્ત્રોને અભ્યાસ નિરુપયોગી છે, પરંતુ જેમ આપણું પૂર્વપુએ પિતાના જમાના સુધીના સમગ્ર સાહિત્યનું અવલોકન કરીને નવીન શાસ્ત્રોની રચના દ્વારા પિતાના યુગને અનુકૂળ પદ્ધત્તિએ ધર્મત પ્રગટ કર્યા છે, તેમ અત્યારે આપણે પણ આપણુ સમક્ષ જે પ્રત્યેક વિષયનાં વિવિધ શાસ્ત્રો રચાયાં હોય, તેને સંકુચિત મનોવૃત્તિ કે સાંપ્રદાયિક ભાવનાને દૂર રાખીને તુલનાત્મક દૃષ્ટિએ અભ્યાસ આદિ કરવાં જોઈએ. પૂર્વકાળમાં થઈ જનાર આચાર્યાદિ કરતાં પાછળના સમયમાં થનાર આચાર્યાદિ જૈન શ્રમણ માટે, સાહિત્યના અભ્યાસની દષ્ટિએ, જવાબદારી અતિ પણ વધી જાય છે, કારણ કે પાછળ થનારને પોતાના યુગ સુધીમાં નિર્માણ થયેલ સમગ્ર સાહિત્યરાશિની સૂક્ષ્મ સમાલોચના અભ્યાસ આદિ કરવાનાં હોય છે.
આજે આપણે શ્રમણવર્ગની જ્ઞાનવિષયક બેદરકારીનું, અને જે ઉદાર પદ્ધતિએ શાસ્ત્રાભ્યાસ કરવો જોઈએ તે રીતે નહિ કરી શકવાનું ફળ એ આવ્યું છે કે ધર્મધુરંધર તરીકે આજના યુગને અનુકૂળ નવીન ધર્મ સાહિત્યના નિર્માણની પોતાની ફરજને તેઓ અદા કરી શક્યા નથી કે, જે ફરજને આપણું પૂર્વપુરુષ અવિચ્છિન્નપણે બજાવતા આવ્યા છે.
મને કહેતાં ખરે જ શરમ લાગે છે કે આજની સ્કૂલોમાં જૈનધર્મના અભ્યાસને લગતી પુસ્તિકાઓના નિર્માણનો યશ, ઢગલાબંધ આચાર્યો, ઉપાધ્યાય, પ્રવર્તકે, અનુગાચાર્યો અને વિદ્વત્તાનો ધ કરનાર બીજા અનેક શ્રમણોની વિદ્યમાનતા છતાં, એક ગૃહસ્થ ફેસર ભાઈશ્રી હીરાલાલ રસિકદાસ કાપડિયા ખાટી જાય છે. છે કેઈ અત્યારના જૈન સાધુમાં એવી ગ્યતા છે કે જે આ દષ્ટિએ કાંઈ કરી શકે? આજના સાધુસમૂહને એ કલ્પના સરખા નથી, (હશે તે બહુ ઓછાને જ હશે)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org