Book Title: Jain Sadhu Sammelan ane Panchangi Adhare Prashnona Nirnay Author(s): Punyavijay Publisher: Punyavijayji View full book textPage 2
________________ ૬૨ જ્ઞાનાંજલ વહેવા સાથે નિરુપયેાગી નીવડે છે અને તેનું સ્થાન ખીજા પદાર્થાં લે છે. આગમિક પદાર્થા એટલે તત્ત્વજ્ઞાન અને શાસ્ત્રીય પદાર્થા એટલે આપણા જીવન સાથે સબંધ ધરાવતાં બાહ્ય આચારા, વ્યવહારા અને નિયમને. આ બન્ને જાતના પદાર્થાંના વર્ણનને લક્ષીને આપણે આગમ અને શાસ્ત્રને વિભાગ પાડવા જોઈ એ. અર્થાત્ આગમિક પદાર્થાનુ જેમાં વર્ણન હોય તે શાસ્ત્ર. અથવા એમ પણ કહી શકાય કે જેમાં તત્ત્વજ્ઞાનનું પ્રતિપાદન કરવામાં આવ્યું હોય તે આગમ અને જેમાં આપણા જીવનને લગતા આચાર-વ્યવહાર અને તેની સાથે સંબંધ ધરાવનાર નિયમનેાનું કથન કરવામાં આવ્યું હોય તે શાસ્ત્ર. આ દૃષ્ટિએ વિચારીએ તેા, અત્યારે આપણા સમક્ષ અંગ, ઉપાંગ, છેદત્રાદિ તેમ જ તેને અનુસરતા બીજા સહસ્રાવધિ ગ્રંથારૂપ જે મહાન ગ્રંથરાશિ વિદ્યમાન છે, એ બધાય આમિક અને શાસ્ત્રીય એમ બન્ને પ્રકારના વિષયેાથી મિશ્રિત છે. એટલે કોઈ પણ પ્રશ્નને ઉકેલ લાવવા માટે પંચાંગીનેા ઉપયાગ કરવા પહેલાં આગમ અને શાસ્ત્રનું સ્વરૂપ ધ્યાનમાં લેવું ખાસ આવશ્યક છે. જો આગમ અને શાસ્ત્રના સ્વરૂપને ખ્યાલમાં લીધા સિવાય પોંચાંગી આધારે દરેક પ્રશ્નના નિય કરવાની વાતા કરવામાં આવશે તે તે વાસ્તવિક નહિ જ ગણાય. અને તે રીતે લેવાયેલા નિર્ણયે પ્રામાણિક નહિ જ ઠરે; પર ંતુ તેથી ઊલટા વધારે ને વધારે ગોટાળા ઊભા થશે. અસ્તુ. હવે આપણે આપણા મુખ્ય વિષય તરફ આવીએ. પંચાંગી——આપણે સૌએ કબૂલ કરવુ ોઈ એ કે, ‘ પંચાંગી ' શબ્દ અત્યારે જે અર્થમાં રૂઢ છે, એ અર્થમાં તે તે ટીકાત્રથા રચાયા પછી જ રૂઢ થયા છે. એટલે કે નિયુ`ક્તિ, સ ંગ્રહણી, ભાષ અને ચૂર્ણિપ્રથાની રચના થઈ ત્યાં સુધી તે આપણે જેને અત્યારે પંચાંગી તરીકે ઓળખીએ છીએ, તે અર્થમાં આ શબ્દ રૂઢ નહાતા, એ અનુમાન સહેજે નીકળી શકે છે. ત્યાર બાદ ભાષ્ય, ચૂર્ણિ, ટીકામ્રÛાની રચના થયા પૂર્વે પંચાંગી કે પંચાંગી શબ્દ ” હતા કે નહિ એ વિચારવું બાકી રહે છે. પ્રાચીન ચૂર્ણ આદિ ગ્રંથામાં કયાંય “ પંચાંગી ” શબ્દ જોવામાં આવ્યા નથી. પરંતુ પાક્ષિકસૂત્રમાં પાછળના ભાગમાં, જ્યાં સુત્રાનું કીર્તન અથવા વર્ણન છે ત્યાં આવે છે કે, सत्तेस સમથે સતિવ્રુત્તિ સત્ત ગણ્ અર્થાત્ સૂત્ર સહિત ૧, અર્થ સહિત ૨, ગ્રંથ સહિત ૩, નિર્યુક્તિ સહિત ૪, સંગ્રહણી સહિત પ.” આ ઉપરથી આપણને એટલુ કહેવાનું બળ મળે છે કે, પાક્ષિકસૂત્રકારના જમાનામાં જેકે ભાષ્ય, ચૂર્ણિ, ટીકાત્રથાની રચના નહાતી જ થઈ, એમાં જરાય શંકા નથી, તેમ છતાં તે જમાનામાં ઉપર જણાવેલ સૂત્ર, અર્થ, ગ્રંથ, નિયુક્તિ અને સંગ્રહણીરૂપ પંચાંગી હતી. પર ંતુ આ પાંચને “ ૫'ચાંગી ' તરીકે ઓળખતા કે નહિ ?—એ નક્કી કરવા માટેનું ખાસ કાઈ પણ પ્રમાણ મળતુ નથી, તેમ તેના હાવાની સંભાવના પણ નથી. મુનિવર શ્રીયુત કલ્યાણુવિજયજીનું માનવુ છે કે પાક્ષિકસૂત્રમાં જણાવેલ ઉપરાક્ત પાંચ વસ્તુએ એ તે જમાનાની પ ́ચાંગીરૂપ છે. આજકાલ આપણે સૂત્ર ઉપર જે પાંચ પ્રકારની વ્યાખ્યા અર્થાત્ નિ†ક્તિ, સૉંગ્રહણી, ભાષ્ય, ચૂર્ણિ અને ટીકા છે એને પંચાંગી તરીકે સ્વીકારીએ છીએ. આ પાંચમાં નિયુક્તિ, સંગ્રહણી અને ભાષ્ય એ ગાથાછંદોબદ્ધ પ્રાકૃત ટીકા છે, ચૂર્ણિ ગદ્યબંધ પ્રાકૃત ટીકા છે, અને ટીકા એ સસ્કૃત ભાષાપ્રધાન ટીકા છે. એકંદર આ પાંચે મૂળ સૂત્ર ઉપરની વિવિધ પ્રકારની વ્યાખ્યા છે. વાતિક, અચૂર્ણિ, ટિપ્પનક આદિ જે વિવિધ પ્રકારની નાની-મોટી સૂત્રટીકાએ મળે છે, એ બધાંને સમાવેશ ટીકા શબ્દમાં જ કરી લેવાનેા છે. "" આજે આપણા સમક્ષ જે અંગ, ઉપાંગ, છેદશાસ્ત્ર આદિ રૂપ ગ્રંથસમૂહ અને તેને લક્ષીને નિર્માણુ Jain Education International # For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6