Page #1
--------------------------------------------------------------------------
________________
જૈન સાધુસંમેલન અને પંચાંગી આધારે નેનો નિર્ણય!)*
पुरिसा सच्चमेव समभिजाणाहि, सच्चस्स आणाए उवट्ठिए से मेहावी मार तरइ।
– યારT . “ભાવિ જૈન સાધુસંમેલનમાં અત્યારના ચર્ચાસ્પદ પ્રશ્નોને નિર્ણય કેમ લાવવો ?” એ માટે જે અનેક વાતો ઉચ્ચારાઈ રહી છે, તેમાંની એક વાત ખાસ કરીને સૌનું ધ્યાન ખેંચી રહી છે. એ વાત બીજી કાંઈ જ નહિ કિન્તુ “પંચાંગી આધારે જ દરેક પ્રશ્નોનો નિર્ણય લાવો,” એ છે. એટલે આજે આપણે એ વિચારવું આવશ્યક છે કે, પંચાંગી એટલે શું ? “પંચાંગી” શબ્દ ક્યારથી રૂઢ થયે છે? પ્રાચીન કાળમાં પંચાંગી હતી કે નહિ ? હતી તે તે કઈ ? અત્યારે પંચાંગી કોને કહેવામાં આવે છે ? પંચાંગમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? પંચાંગીને અત્યારના સાધુજીવન સાથે શે અને કેટલે અન્વય અથવા સંબંધ છે ? એના આધારે નિર્ણય એટલે શું ? અને કયા પ્રશ્નોનો નિર્ણય?
ઉપરોક્ત પ્રશ્નોની ચર્ચા કરવા અગાઉ આપણે “આગમ એટલે શું અને શાસ્ત્ર એટલે શું ?' એ બાબત વિચારી લઈએ, કારણ કે આજે આ બન્નેના વાસ્તવિક સ્વરૂપને ન સમજવાને લીધે આમિક તેમ જ શાસ્ત્રીય બાબતોનો નિર્ણય લાવતાં પંચાંગીને નામે ઘણે જ ગૂંચવાડો ઊભો કરવામાં આવે છે. અને તેથી લોકે ઘણા જ ગૂંચવાડામાં પડે છે.
આગમ” અને “શાસ્ત્ર'ને ભેદ સમજાયા પછી “પંચાંગી દ્વારા કઈ જાતના પ્રશ્નો ઉકેલ કેમ લાવો ?” એ માર્ગ ઘણે જ સુગમ થઈ જાય છે. એટલે એ દૃષ્ટિએ આ બન્નેની વ્યાખ્યા ધ્યાનમાં લઈ લેવી ઇષ્ટ છે.
આગમ અને શાસ્ત્રની વ્યાખ્યા–મારી અલ્પ મતિ દ્વારા હું આગમ અને શાસ્ત્રની વ્યાખ્યા આ રીતે સમજું છું –આગમ ત્રિકાળ–અબાધિત હોય છે; શાસ્ત્રમાં તે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આદિના ફેરફાર સાથે મોટા ફેરફારો થઈ જાય છે. અર્થાત આગમિક ૫ સદાય એકસરખું હોઈ આગમે હંમેશાં એકરૂપમાં કાયમ રહે છે, તેમાં કયારેય પણ પરિવર્તનને અવકાશ નથી હોતો; જ્યારે શાસ્ત્રીય પદાર્થો, જે એક કાળે અતિ મહત્વના હોય છે, તે જ સમયના
* અમદાવાદમાં વિ. સં. ૧૯૯૦ના ફાગણ વદ ત્રીજને રોજ શરૂ થયેલ જૈન સાધુ સંમેલન અગાઉ લખાયેલ લેખ.
Page #2
--------------------------------------------------------------------------
________________
૬૨
જ્ઞાનાંજલ
વહેવા સાથે નિરુપયેાગી નીવડે છે અને તેનું સ્થાન ખીજા પદાર્થાં લે છે. આગમિક પદાર્થા એટલે તત્ત્વજ્ઞાન અને શાસ્ત્રીય પદાર્થા એટલે આપણા જીવન સાથે સબંધ ધરાવતાં બાહ્ય આચારા, વ્યવહારા અને નિયમને. આ બન્ને જાતના પદાર્થાંના વર્ણનને લક્ષીને આપણે આગમ અને શાસ્ત્રને વિભાગ પાડવા જોઈ એ. અર્થાત્ આગમિક પદાર્થાનુ જેમાં વર્ણન હોય તે શાસ્ત્ર. અથવા એમ પણ કહી શકાય કે જેમાં તત્ત્વજ્ઞાનનું પ્રતિપાદન કરવામાં આવ્યું હોય તે આગમ અને જેમાં આપણા જીવનને લગતા આચાર-વ્યવહાર અને તેની સાથે સંબંધ ધરાવનાર નિયમનેાનું કથન કરવામાં આવ્યું હોય તે શાસ્ત્ર. આ દૃષ્ટિએ વિચારીએ તેા, અત્યારે આપણા સમક્ષ અંગ, ઉપાંગ, છેદત્રાદિ તેમ જ તેને અનુસરતા બીજા સહસ્રાવધિ ગ્રંથારૂપ જે મહાન ગ્રંથરાશિ વિદ્યમાન છે, એ બધાય આમિક અને શાસ્ત્રીય એમ બન્ને પ્રકારના વિષયેાથી મિશ્રિત છે. એટલે કોઈ પણ પ્રશ્નને ઉકેલ લાવવા માટે પંચાંગીનેા ઉપયાગ કરવા પહેલાં આગમ અને શાસ્ત્રનું સ્વરૂપ ધ્યાનમાં લેવું ખાસ આવશ્યક છે. જો આગમ અને શાસ્ત્રના સ્વરૂપને ખ્યાલમાં લીધા સિવાય પોંચાંગી આધારે દરેક પ્રશ્નના નિય કરવાની વાતા કરવામાં આવશે તે તે વાસ્તવિક નહિ જ ગણાય. અને તે રીતે લેવાયેલા નિર્ણયે પ્રામાણિક નહિ જ ઠરે; પર ંતુ તેથી ઊલટા વધારે ને વધારે ગોટાળા ઊભા થશે. અસ્તુ. હવે આપણે આપણા મુખ્ય વિષય તરફ આવીએ.
પંચાંગી——આપણે સૌએ કબૂલ કરવુ ોઈ એ કે, ‘ પંચાંગી ' શબ્દ અત્યારે જે અર્થમાં રૂઢ છે, એ અર્થમાં તે તે ટીકાત્રથા રચાયા પછી જ રૂઢ થયા છે. એટલે કે નિયુ`ક્તિ, સ ંગ્રહણી, ભાષ અને ચૂર્ણિપ્રથાની રચના થઈ ત્યાં સુધી તે આપણે જેને અત્યારે પંચાંગી તરીકે ઓળખીએ છીએ, તે અર્થમાં આ શબ્દ રૂઢ નહાતા, એ અનુમાન સહેજે નીકળી શકે છે. ત્યાર બાદ ભાષ્ય, ચૂર્ણિ, ટીકામ્રÛાની રચના થયા પૂર્વે પંચાંગી કે પંચાંગી શબ્દ ” હતા કે નહિ એ વિચારવું બાકી રહે છે. પ્રાચીન ચૂર્ણ આદિ ગ્રંથામાં કયાંય “ પંચાંગી ” શબ્દ જોવામાં આવ્યા નથી. પરંતુ પાક્ષિકસૂત્રમાં પાછળના ભાગમાં, જ્યાં સુત્રાનું કીર્તન અથવા વર્ણન છે ત્યાં આવે છે કે, सत्तेस સમથે સતિવ્રુત્તિ સત્ત ગણ્ અર્થાત્ સૂત્ર સહિત ૧, અર્થ સહિત ૨, ગ્રંથ સહિત ૩, નિર્યુક્તિ સહિત ૪, સંગ્રહણી સહિત પ.”
આ ઉપરથી આપણને એટલુ કહેવાનું બળ મળે છે કે, પાક્ષિકસૂત્રકારના જમાનામાં જેકે ભાષ્ય, ચૂર્ણિ, ટીકાત્રથાની રચના નહાતી જ થઈ, એમાં જરાય શંકા નથી, તેમ છતાં તે જમાનામાં ઉપર જણાવેલ સૂત્ર, અર્થ, ગ્રંથ, નિયુક્તિ અને સંગ્રહણીરૂપ પંચાંગી હતી. પર ંતુ આ પાંચને “ ૫'ચાંગી ' તરીકે ઓળખતા કે નહિ ?—એ નક્કી કરવા માટેનું ખાસ કાઈ પણ પ્રમાણ મળતુ નથી, તેમ તેના હાવાની સંભાવના પણ નથી. મુનિવર શ્રીયુત કલ્યાણુવિજયજીનું માનવુ છે કે પાક્ષિકસૂત્રમાં જણાવેલ ઉપરાક્ત પાંચ વસ્તુએ એ તે જમાનાની પ ́ચાંગીરૂપ છે. આજકાલ આપણે સૂત્ર ઉપર જે પાંચ પ્રકારની વ્યાખ્યા અર્થાત્ નિ†ક્તિ, સૉંગ્રહણી, ભાષ્ય, ચૂર્ણિ અને ટીકા છે એને પંચાંગી તરીકે સ્વીકારીએ છીએ. આ પાંચમાં નિયુક્તિ, સંગ્રહણી અને ભાષ્ય એ ગાથાછંદોબદ્ધ પ્રાકૃત ટીકા છે, ચૂર્ણિ ગદ્યબંધ પ્રાકૃત ટીકા છે, અને ટીકા એ સસ્કૃત ભાષાપ્રધાન ટીકા છે. એકંદર આ પાંચે મૂળ સૂત્ર ઉપરની વિવિધ પ્રકારની વ્યાખ્યા છે. વાતિક, અચૂર્ણિ, ટિપ્પનક આદિ જે વિવિધ પ્રકારની નાની-મોટી સૂત્રટીકાએ મળે છે, એ બધાંને સમાવેશ ટીકા શબ્દમાં જ કરી લેવાનેા છે.
""
આજે આપણા સમક્ષ જે અંગ, ઉપાંગ, છેદશાસ્ત્ર આદિ રૂપ ગ્રંથસમૂહ અને તેને લક્ષીને નિર્માણુ
#
Page #3
--------------------------------------------------------------------------
________________
જૈન સાધુસ`મેલન અને પ'ચાંગી આધારે પ્રશ્નોના નિર્ણય (!)
| વસ
થયેલી પાંચાંગી વિદ્યમાન છે, એ પ્રત્યેક નથી આગમ કે નથી શાસ્ત્ર, કિન્તુ તેમાં આમિક એટલે તત્ત્વજ્ઞાન અને શાસ્ત્રીય એટલે આપણા માનવજીવન સાથે સંબંધ ધરાવતા બાથ આચારાદિને લગતાં નિયમનેનું નિરૂપણ હાઈ એ દરેક ગ્રંથ મિશ્રરૂપ છે. એટલે આના દ્વારા આગામી જૈત સાધુસ ંમેલન સમક્ષ ઉપસ્થિત થનાર વિવિધ ધાર્મિક-સામાજિક પ્રશ્નોને ઉકેલ કરતાં પહેલાં ઉપર।ક્ત બન્નેય પ્રકારના અર્થાત્ આગમિક અને શાસ્ત્રીય પ્રશ્નોને વિભાગ કરી લેવા જ જોઈએ. આ એ વિભાગાને નિષ્ણુય નહિ થાય અને આપણે સૌ માત્ર એમ જ કથા કરીશુ કે, “ બધાય પ્રશ્નોને ઉકેલ પઅંગી આધારે લાવવા.” તા સૌએ યાદ રાખવું કે, આજના સળગતા ભીષણ પ્રશ્નોના ઉકેલ કયારેય પણ આવવાના નથી. અને એ જ કારણથી સાધુસમેલન માટે સત્પ્રવૃત્તિ કરનાર અને તે માટે અનુમેદન આપનાર દરેકેદરેક પ્રત્યે મારી નમ્ર વિનંતી છે કે, પંચાંગી આધારે દરેક પ્રશ્નોના ઉકેલ આણવાની માહક જાળમાં કેઈ ન મૂઝાય, તેમ જ વાસ્તવિક હિતને વિચાર કરી, આ માટે
આગ્રહ પણ
કાઈ ન રાખે.
,,
પંચાંગી આધારે દરેક પ્રશ્નોને ઉકેલ લાવવાની વાતેા કરતાં પહેલાં આપણે એ જ વિચારવુ જોઈ એ કે, જૈન આગમ અને તેને લક્ષીને નિર્માણ કરાયેલ પંચાંગી પૈકીના એક પણ અક્ષરને અત્યારના આપણા જીવન-પ્રસંગા સાથે કાય મેળ છે? આજે આચારાંગસૂત્ર, ઉત્તરાધ્યયનસૂત્ર, દશવૈકાલિકસ્ત્ર આદિ પ્રમાણે આપણામાંને કયો જૈન સાધુ જીવન વિતાવે છે? પિતૈષણા ધ્યયન, પિંડનિયુક્તિ આદિ શાસ્ત્રાનુસાર કયા જૈન મુનિ ગૌચરચર્ચા ચરે છે અર્થાત્ ભિક્ષા લે છે? બૃહત્કલ્પસૂત્ર, વ્યવહાર, નિશીથ, દશાકલ્પ આદિ છેદશાસ્ત્રા મુજબ કયા જૈન ભિક્ષુ પેાતાના અતિચારા અને પાપેાની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત લે છે ? અત્યારે વિદ્યમાન આચાર્યાં, ઉપાધ્યાય, પ્રવા, અનુયે ગાચાર્યાં, ગણિ અને દરેકેદરેક જૈન મુનિને હુ' વીનવું છું કે, ઉપરોક્ત શાસ્ત્રાનુસાર જીવન વિતાડવાના કોઈ તા પણ દાવા હોય તે તે જાહેર થાય, અને નહિ તે સૌએ એ કબૂલ કરવું જ રહ્યું કે, અત્યારે આપણા જીવનમાં ઉપરોક્ત શાસ્ત્રોમાંનું કશું જ નથી. આજે કેઈ એમ કહે કે “વદુરત્ના વસુંધરા ” અર્થાત્ જગતમાં કોઈ ને કોઈ એવા હોય” તે તે વાત માનવાને હું તૈયાર નથી. અત્યારે જે આપણે ૫ચાંગી આધારે દરેક પ્રશ્નોના નિર્ણય લાવવાની વાતા કરીએ છીએ, તેમાંને તે એક પશુ એવે નથી દેખાતા કે જે ઉપરોક્ત શાસ્ત્રાનુસાર પેાતાનું જીવન કયારેય પણ વિતાડતા હાય. વધારે તે। શું, પણ અત્યારના મેટામાં મેટા મનાતા કાઈ પણુ જૈન આચાય આદિને પૂછ્યુંામાં આવે કે તમારા ગોચરચર્યાંના દેષ કયા એનું વર્ણન કરી, તેા તેનું વર્ણન કરવું તે। દૂર રહે પણુ એ દેષાનાં નામ લેતા પણ તેઓ વિચારના વમળમાં ગેાથાં ખાતાં હશે, અને એ જ દશા ખીન્ન અનેકાનેક વિષયમાં પણ આપણે જોઈશુ. આ સ્થિતિમાં એ શાસ્ત્રાનુસાર જીવનચર્યાની આશા હાય જ કયાંથી ? હું તા એટલે સુધી કહું છું કે, વર્તમાન સમયમાં જેને શકય સાધુ–જીવનના આદર્શો ગણી શકાય, એવુ વિશુદ્ધ અને નિષ્કપટ જીવન વિતાડનાર વિરલ સંત પણ આપણામાંથી જડવા મુશ્કેલ છે. આજના આપણા સાધુથ્વીઓની જીવનચર્યાં, આચાર અને વ્યવહાર, આહાર, વિહાર અને નિહાર, વાણી અને વન, સમિતિ અને ગુપ્તિ, પ્રતિક્રમણ–પડિલેહણા, જવુ’–આવવુ ઇત્યાદિ પ્રત્યેક ક્રિયા તરફ નજર કરીશુ તા એક પણ ક્રિયા અણીશુદ્ધ નજરે નહિ જ આવે. આજની પ્રતિક્રમણક્રિયાને કોઈ ગમે તેટલી વ્યવસ્થિત રીતે કરવાના દાવા કરે, તેમ છતાં એ પ્રતિક્રમણ દ્વારા જે વાસ્તવિક દોષ અને અતિયારે તો ક્રમ ગાડવવા અને પ્રાયશ્ચિત્તાદિ દ્વારા તેનું સંશોધન કરવું એ તેા નથી જ હતું.
આ ઠેકાણે હું એટલું કબૂલ કરુ છું. કે—કેટલાક મુનિ મહાનુભાવા એવા સલહૃદયી, ગુણા
**
Page #4
--------------------------------------------------------------------------
________________
૬૪]
જ્ઞાનાંજલિ મેળવવાની ઈચ્છાવાળા હોય છે અને છે કે—જેઓ પ્રતિક્રમણદિ ક્રિયામાં તેનાં સૂત્રોના અર્થનું ચિંતન વન કરી પોતાની ત્રુટિને અર્થાત ખામીને સમજી અંતરમાંથી દુઃખી થાય છે તેમ જ પોતાના પ્રમાદને, પિતાના અજ્ઞાનને, તેમ જ પોતાના મોહજન્ય ભાવોને જરૂર અંતરથી નિંદે છે. અને એ જ રીતે જે બાબતમાં પોતે શિથિલ હોય તે દરેક માટે તેઓને અંતરાત્મા દુભાય છે. આ જાતની પિતાની ખામીને જોઈ શકનાર ગુણવાન મહાપુરુષોને હું મારા અંતરથી અભિનંદન આપું છું અને તેવાઓને વંદનપણ કરું છું. પરંતુ હું તે અહીં એ વાત કરી રહ્યો છું કે, આચારાંગાદિ શાસ્ત્રાનુસાર સાધુજીવન વિતાડનાર અત્યારે કોણ છે? અને એના ઉત્તર રૂપે કહું છું કે, તેવો કઈ જ નથી.
યાકિની મહત્તાપુત્ર આચાર્ય હરિભદ્ર જેવા ગદષ્ટિસમુચ્ચયના આરંભમાં લખે છે કે – રત્વે છાયા જોfrTળે નિત્તનું વીર” અર્થાત “યોગીગમ્ય વીર જિનેશ્વરને ઈછાયોગથી નમસ્કાર કરીને.” જે લોકો ભેગની સાંકેતિક પરિભાષાને સમજતા હશે, તેઓ “ઈચ્છાયોગ” શબ્દથી સમજી શકશે કે, આચાર્ય હરિભદ્ર જેવા પિતાને વેગની કઈ અને કેવા પ્રકારની જઘન્ય કક્ષાએ મૂકે છે? ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય શ્રીમાન યશોવિજ્યપાધ્યાય ન્યાયાલક ગ્રંથના અંતમાં समे छे -“अस्मादृशां प्रमादग्रस्तानां चरणकरणहीनानां अब्धौ पोत इवेह प्रवचनरागः શુપાય: | અર્થાત “અમારા જેવા પ્રમાદી તથા ચારિત્ર અને ક્રિયાથી હીનને સમુદ્રમાં વહાણની પેઠે ધર્મ તરફ રાગ છે એ એક જ (તરવા માટે) શુભ સાધન છે.” ઉપરોક્ત બનેય મહાપુરુષોએ પોતપોતાના ગ્રંથમાં પ્રસંગ લાવીને ઠાલવેલા અંતરના ઊભરાથી આપણે સમજી શકીએ છીએ કે, આચારાંગાદિ શાસ્ત્રાનુસાર જીવન વિતાડવું કેટલું દુષ્કર છે. એ બાબતનો અનુભવ આ બને મહાપુરુષોને કેવો અને કેટલે થયો હશે, ત્યારે જ આ જાતની વાણી તેમના હૃદયમાંથી સરી પડી છે.
આચારાંગ સૂત્રાદિની સાથે આપણા જીવનને જે આપણે ખરેખરી રીતે સરખાવીએ તો આપણે કબૂલ કરવું પડશે કે આપણામાં સાધુતાને અંશ પણ નથી. તેમ છતાં આપણે સાધુ કહેવડાવતા હોઈએ અથવા આપણી માન્યતાનુસાર અત્યારે સાધુપણું હોય તો અત્યારની આપણું સાધુતાને લગતા આચારાદિને નિરૂપણ કરનાર શાસ્ત્ર જુદાં જ હોવાં જોઈએ; ભગવાન મહાવીરનું આચારાંગ અને આપણું આચારાંગ જુદું જ હોવું જોઈએ. આજની આપણું પિંડનિયંતિ પણ જુદી જ હોવી જોઈએ, અને આજને માટેના પ્રાયશ્ચિત્તગ્રંથ પણ જુદા જ હોવા જોઈએ.
આજે સેંકડો વર્ષોથી સાધુજીવનમાં ભીષણ પરિવર્તન અને વિકૃતિ થતાં આવ્યાં છે, તેમ છતાં તે જ પંચાંગી, તેનાં તે જ આચાર-વ્યવહાર અને નિયમો અને લગભગ તેની તે જ પ્રાયશ્ચિત્તવ્યવસ્થાની વાતો કરે રાખી છે, એનું પરિણામ એ આવ્યું છે કે, અત્યારના આપણા સાધુજીવનની મર્યાદા શી?—એની કશી જ વ્યવસ્થા નથી રહી. આજના નવદીક્ષિતથી લઈને મોટા આચાર્ય સુધીના દરેકેદરેક અવ્યવસ્થિત દશામાં આવી ગયા છે. આ સંબંધમાં ઘણીએ માર્મિક બાબતો કહી શકાય તેમ છે, પરંતુ આ લેખ લખવાને એ ઇરાદો નથી કે અત્યારના આપણા મૂળ ધ્યેયને આઘાત પહોંચાડવો. આ બધુંય લખવાનો આશય એ જ છે કે આપણે સૌએ પંચાંગી આધારે આજના પ્રશ્નોનો ઉકેલ લાવવાની વાતો કરતાં પહેલાં એ વિચારવું જોઈએ કે, જે પંચાંગીની આપણે વાત કરીએ છીએ, એને આપણા સાધુજીવન સાથે એક શતાંશ જેટલાય મેળ છે ખરો ? જે એ મેળ ન હોય તો તેને આધારે આજના આપણું પ્રશ્નોને ઉકેલ લાવવાની વાત કરીએ એ શી રીતે ચાલી શકે? પંચાંગી આધારે આપણે સાધુજીવનના પ્રશ્નોને વિચારવા તરફ બેદરકારી રાખી, તેના દ્વારા માત્ર આપણે માની લીધેલ કે પકડી રાખેલ બે-ચાર બાબતોનો નિર્ણય લાવવાની વાત કરીશું, તે
Page #5
--------------------------------------------------------------------------
________________
જૈન સાધુસંમેલન અને પંચાંગી આધારે પ્રશ્નોનો નિર્ણય (!)
[ ૬૫ તેમાં લેકે આપણે દંભ કે ચાલબાજી સિવાય બીજું કાંઈ જ નહિ જુએ. અને આ રીતે આપણે આપણા પ્રશ્નોને વાસ્તવિક ઉકેલ ક્યારેય પણ લાવી શકવાના નથી.
આજે આપણી સમક્ષ ગ્રહણને લગતો એક સામાન્ય પ્રશ્ન ઉપસ્થિત થયો છે. એને માટે ભિન્ન ભિન્ન આચાર્યાદિઓ ભિન્ન ભિન્ન વાતો ઉચ્ચારે છે, એ જોઈ ખરે જ હાંસી આવે છે કે, પંચાંગી આધારે નિર્ણય લેવાની વાતો કરનાર આપણું સૌની સ્થિતિ કેવી હાસ્ય જનક છે ! કોઈ એકબીજાના વિચારોની આપલે કરતા નથી, તેમ વરતુસ્થિતિનેય કોઈ વિચાર કરતા નથી કે, “ગ્રહણ એ શું છે? એની સાથે આપણે કેટલે અંશે લેવાદેવા છે ? અને આપણી કલ્પસૂત્ર–વાચનની ક્રિયા કયા પ્રકારની છે?” અને સૌ પોતપોતાનાં મંતવ્ય જાહેર કરે જાય છે. જૈન સંપ્રદાયની માન્યતા મુજબ રાહુ નામનો એક ગ્રહ, જેનું વિમાન કાળું છે, એ સૂર્ય અને પૃથ્વીની આડે આવતાં આપણને સૂર્ય ઉપર પડતી એની છાયા દેખા દે છે. વૈદિક કાળમાં વૈદિકની પ્રબળતાને વશ થઈ આપણે તેમનું અનુસરણ કરતા હતા, તેમ છતાં આપણી આવશ્યક ક્રિયા પ્રસંગે આપણે એને મહાવભર્યું સ્થાન નથી આપ્યું. પર્યુષણ પર્વમાં કલ્પસૂત્રના વાચનને આપણે અવશ્ય કર્તવ્ય તરીકે માનીએ છીએ, એટલે આને અંગે ગ્રહણને આટલું બધું મહત્ત્વ આપવું એ મને તો કઈ રીતેય ગ્ય નથી લાગતું. તેમ જે વૈદિક જમાનાની પ્રબળતાને લીધે એ નિયમન ઘડાયું છે એ કારણ અત્યારે રહ્યું નથી. વૈદિક જમાનાની અસરને લીધે આવાં અનેકાનેક નિયમો ઘડાયાં હતાં, જેને અત્યારે આપણે વિસારીછોડી મૂક્યાં છે. તો પછી આવી બાબતને વળગી રહેવું એનો અર્થ જ શો છે? અસ્તુ.
ઉપરોક્ત ગ્રહણના પ્રશ્નને અંગે ગમે તે થાઓ, તે સાથે અત્યારે કશીય લેવાદેવા નથી. હું આથી એટલું જ કહેવા ઇચ્છું છું કે, જે આપણે પંચાંગીમાંની વહુના હાર્દને-આશયને સ્થિતપ્રજ્ઞ અને સ્થિરચિત્ત થઈ નહિ વિચારીએ તો ઉપરોક્ત ગ્રહણના પ્રશ્નની જેમ દરેકેદરેક પ્રશ્નમાં ખેંચતાણ જ રહેવાની છે.
આપણે પંચાંગીને તપાસીશું તો જણાશે કે એમાં તે તે સમયમાં ભિન્ન ભિન્ન સંપ્રદાય, ભિન્ન ભિન્ન ઉપાસના અને વિધમી સામ્રાજ્યાદિના કારણે જે જે જાતની પરિસ્થિતિ ઊભી થતી ગઈ તેને લક્ષીને તે તે જાતનાં આચાર, વ્યવહાર અને નિયમોને ઉમેરે કરાતો ગયો. તે તે જમાનાને અનુલક્ષીને કરાયેલા એ ઉમેરાને જે આપણે પંચાંગીમાંથી બાદ કરી લઈએ તો તેમાં મુખ્ય મુખ્ય નિયમો અને ઉપનિયમો સિવાય બીજું કશુંય શેષ ન રહે. એટલે જેમ પૂર્વશાસ્ત્રકારોએ પોતપોતાના જમાનાનો વિચાર કરી નિયમો અને ઉપનિયમો ઘડ્યા હતા, તેમ ન કરતાં માત્ર પંચાંગી આધારે પ્રશ્નોનો ઉકેલ લાવવાની વાતો કરીએ એ કોઈ પણ રીતે ડહાપણભર્યું મનાય ખરું ?
મને આશ્ચર્ય થાય છે કે ભગવાન વજરવામને ગોચરી લેવા જતાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને વિચારવાની આવશ્યકતા જણાઈ હતી, ત્યારે આપણે આપણું મહત્વના પ્રશ્નો માટે એ બધાંને તરછોડી કાઠીએ અને માત્ર ૮ પંચાંગી ” “ પંચાંગી ” એમ ગેખતા રહીએ તે તે એક જાતની જડતા અને ઘેલછી જ ગણાશે.
એ આગમો, એ છેદશાસ્ત્રો, એ પંચાંગી વગેરે અત્યારે સોમાંથી પાણીસે બાદ કરીએ એટલું કામ આવે તેમ નથી. એ બધુંય માત્ર એક પ્રકારના માર્ગદર્શક તરીકે જ આપણું જીવનમાં ઉપયુક્ત થાય તેમ છે. અર્થાત તેમાંના ભિન્ન ભિન્ન પરિસ્થિતિમાં આપેલા નિર્ણય અને ઘડેલા નિયમોને
યાનમાં લઈ અત્યારની પરિસ્થિતિમાં આપણે શું કરવું જોઈએ ?–એ દષ્ટિએ જ તે કામ આવે તેમ શ૦ ૯
Page #6
--------------------------------------------------------------------------
________________ 66] જ્ઞાનાંજલિ છે. એ સિવાય એ દરેક શાસ્ત્રો આપણું માટે દૂર ઊભા રહી બે હાથ જોડી દર્શન કરવા જેવાં છે. અત્યારના સમયમાં તેના આધારે ચાલવાનો દાવો કે વાત કરવી એ તો વેંતિય માણસ ભરત ચક્રવતીની સાથે બાથ ભીડવાની વાત કરે એના જેવું છે. તે સમયના નિયમને આજે કામ આવે તેમ નથી. આજની આપણી પરિરિથતિ ભિન્ન છે. એટલે આજનું આપણું નિર્માણ એ પણ ભિન્ન જ હોવું જોઈએ. અંતમાં, હું સાધુ સંમેલન અંગે સત્યવૃત્તિ કરનાર દરેક મહાનુભાવોને ફરી ફરીને નમ્ર વિનંતી કરું છું કે સાધુસંમેલન ભરતાં અગાઉ આ અને આના જેવી બીજી બાબતોને સ્પષ્ટ કરી નાંખો. પંચાંગી” શબ્દની મેહક જાળમાં ફસાઈ ન પડતા. “પંચાંગી”ના વાસ્તવિક રહયો ઉકેલ લાવજે. પાટણ તા. 1-8-1933 તરૂણ જૈન”, તા. 16-1-1934 : વિ. સં. 1990 ]