________________
૬૪]
જ્ઞાનાંજલિ મેળવવાની ઈચ્છાવાળા હોય છે અને છે કે—જેઓ પ્રતિક્રમણદિ ક્રિયામાં તેનાં સૂત્રોના અર્થનું ચિંતન વન કરી પોતાની ત્રુટિને અર્થાત ખામીને સમજી અંતરમાંથી દુઃખી થાય છે તેમ જ પોતાના પ્રમાદને, પિતાના અજ્ઞાનને, તેમ જ પોતાના મોહજન્ય ભાવોને જરૂર અંતરથી નિંદે છે. અને એ જ રીતે જે બાબતમાં પોતે શિથિલ હોય તે દરેક માટે તેઓને અંતરાત્મા દુભાય છે. આ જાતની પિતાની ખામીને જોઈ શકનાર ગુણવાન મહાપુરુષોને હું મારા અંતરથી અભિનંદન આપું છું અને તેવાઓને વંદનપણ કરું છું. પરંતુ હું તે અહીં એ વાત કરી રહ્યો છું કે, આચારાંગાદિ શાસ્ત્રાનુસાર સાધુજીવન વિતાડનાર અત્યારે કોણ છે? અને એના ઉત્તર રૂપે કહું છું કે, તેવો કઈ જ નથી.
યાકિની મહત્તાપુત્ર આચાર્ય હરિભદ્ર જેવા ગદષ્ટિસમુચ્ચયના આરંભમાં લખે છે કે – રત્વે છાયા જોfrTળે નિત્તનું વીર” અર્થાત “યોગીગમ્ય વીર જિનેશ્વરને ઈછાયોગથી નમસ્કાર કરીને.” જે લોકો ભેગની સાંકેતિક પરિભાષાને સમજતા હશે, તેઓ “ઈચ્છાયોગ” શબ્દથી સમજી શકશે કે, આચાર્ય હરિભદ્ર જેવા પિતાને વેગની કઈ અને કેવા પ્રકારની જઘન્ય કક્ષાએ મૂકે છે? ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય શ્રીમાન યશોવિજ્યપાધ્યાય ન્યાયાલક ગ્રંથના અંતમાં समे छे -“अस्मादृशां प्रमादग्रस्तानां चरणकरणहीनानां अब्धौ पोत इवेह प्रवचनरागः શુપાય: | અર્થાત “અમારા જેવા પ્રમાદી તથા ચારિત્ર અને ક્રિયાથી હીનને સમુદ્રમાં વહાણની પેઠે ધર્મ તરફ રાગ છે એ એક જ (તરવા માટે) શુભ સાધન છે.” ઉપરોક્ત બનેય મહાપુરુષોએ પોતપોતાના ગ્રંથમાં પ્રસંગ લાવીને ઠાલવેલા અંતરના ઊભરાથી આપણે સમજી શકીએ છીએ કે, આચારાંગાદિ શાસ્ત્રાનુસાર જીવન વિતાડવું કેટલું દુષ્કર છે. એ બાબતનો અનુભવ આ બને મહાપુરુષોને કેવો અને કેટલે થયો હશે, ત્યારે જ આ જાતની વાણી તેમના હૃદયમાંથી સરી પડી છે.
આચારાંગ સૂત્રાદિની સાથે આપણા જીવનને જે આપણે ખરેખરી રીતે સરખાવીએ તો આપણે કબૂલ કરવું પડશે કે આપણામાં સાધુતાને અંશ પણ નથી. તેમ છતાં આપણે સાધુ કહેવડાવતા હોઈએ અથવા આપણી માન્યતાનુસાર અત્યારે સાધુપણું હોય તો અત્યારની આપણું સાધુતાને લગતા આચારાદિને નિરૂપણ કરનાર શાસ્ત્ર જુદાં જ હોવાં જોઈએ; ભગવાન મહાવીરનું આચારાંગ અને આપણું આચારાંગ જુદું જ હોવું જોઈએ. આજની આપણું પિંડનિયંતિ પણ જુદી જ હોવી જોઈએ, અને આજને માટેના પ્રાયશ્ચિત્તગ્રંથ પણ જુદા જ હોવા જોઈએ.
આજે સેંકડો વર્ષોથી સાધુજીવનમાં ભીષણ પરિવર્તન અને વિકૃતિ થતાં આવ્યાં છે, તેમ છતાં તે જ પંચાંગી, તેનાં તે જ આચાર-વ્યવહાર અને નિયમો અને લગભગ તેની તે જ પ્રાયશ્ચિત્તવ્યવસ્થાની વાતો કરે રાખી છે, એનું પરિણામ એ આવ્યું છે કે, અત્યારના આપણા સાધુજીવનની મર્યાદા શી?—એની કશી જ વ્યવસ્થા નથી રહી. આજના નવદીક્ષિતથી લઈને મોટા આચાર્ય સુધીના દરેકેદરેક અવ્યવસ્થિત દશામાં આવી ગયા છે. આ સંબંધમાં ઘણીએ માર્મિક બાબતો કહી શકાય તેમ છે, પરંતુ આ લેખ લખવાને એ ઇરાદો નથી કે અત્યારના આપણા મૂળ ધ્યેયને આઘાત પહોંચાડવો. આ બધુંય લખવાનો આશય એ જ છે કે આપણે સૌએ પંચાંગી આધારે આજના પ્રશ્નોનો ઉકેલ લાવવાની વાતો કરતાં પહેલાં એ વિચારવું જોઈએ કે, જે પંચાંગીની આપણે વાત કરીએ છીએ, એને આપણા સાધુજીવન સાથે એક શતાંશ જેટલાય મેળ છે ખરો ? જે એ મેળ ન હોય તો તેને આધારે આજના આપણું પ્રશ્નોને ઉકેલ લાવવાની વાત કરીએ એ શી રીતે ચાલી શકે? પંચાંગી આધારે આપણે સાધુજીવનના પ્રશ્નોને વિચારવા તરફ બેદરકારી રાખી, તેના દ્વારા માત્ર આપણે માની લીધેલ કે પકડી રાખેલ બે-ચાર બાબતોનો નિર્ણય લાવવાની વાત કરીશું, તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org