________________
જૈન સાધુસંમેલન અને પંચાંગી આધારે નેનો નિર્ણય!)*
पुरिसा सच्चमेव समभिजाणाहि, सच्चस्स आणाए उवट्ठिए से मेहावी मार तरइ।
– યારT . “ભાવિ જૈન સાધુસંમેલનમાં અત્યારના ચર્ચાસ્પદ પ્રશ્નોને નિર્ણય કેમ લાવવો ?” એ માટે જે અનેક વાતો ઉચ્ચારાઈ રહી છે, તેમાંની એક વાત ખાસ કરીને સૌનું ધ્યાન ખેંચી રહી છે. એ વાત બીજી કાંઈ જ નહિ કિન્તુ “પંચાંગી આધારે જ દરેક પ્રશ્નોનો નિર્ણય લાવો,” એ છે. એટલે આજે આપણે એ વિચારવું આવશ્યક છે કે, પંચાંગી એટલે શું ? “પંચાંગી” શબ્દ ક્યારથી રૂઢ થયે છે? પ્રાચીન કાળમાં પંચાંગી હતી કે નહિ ? હતી તે તે કઈ ? અત્યારે પંચાંગી કોને કહેવામાં આવે છે ? પંચાંગમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? પંચાંગીને અત્યારના સાધુજીવન સાથે શે અને કેટલે અન્વય અથવા સંબંધ છે ? એના આધારે નિર્ણય એટલે શું ? અને કયા પ્રશ્નોનો નિર્ણય?
ઉપરોક્ત પ્રશ્નોની ચર્ચા કરવા અગાઉ આપણે “આગમ એટલે શું અને શાસ્ત્ર એટલે શું ?' એ બાબત વિચારી લઈએ, કારણ કે આજે આ બન્નેના વાસ્તવિક સ્વરૂપને ન સમજવાને લીધે આમિક તેમ જ શાસ્ત્રીય બાબતોનો નિર્ણય લાવતાં પંચાંગીને નામે ઘણે જ ગૂંચવાડો ઊભો કરવામાં આવે છે. અને તેથી લોકે ઘણા જ ગૂંચવાડામાં પડે છે.
આગમ” અને “શાસ્ત્ર'ને ભેદ સમજાયા પછી “પંચાંગી દ્વારા કઈ જાતના પ્રશ્નો ઉકેલ કેમ લાવો ?” એ માર્ગ ઘણે જ સુગમ થઈ જાય છે. એટલે એ દૃષ્ટિએ આ બન્નેની વ્યાખ્યા ધ્યાનમાં લઈ લેવી ઇષ્ટ છે.
આગમ અને શાસ્ત્રની વ્યાખ્યા–મારી અલ્પ મતિ દ્વારા હું આગમ અને શાસ્ત્રની વ્યાખ્યા આ રીતે સમજું છું –આગમ ત્રિકાળ–અબાધિત હોય છે; શાસ્ત્રમાં તે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આદિના ફેરફાર સાથે મોટા ફેરફારો થઈ જાય છે. અર્થાત આગમિક ૫ સદાય એકસરખું હોઈ આગમે હંમેશાં એકરૂપમાં કાયમ રહે છે, તેમાં કયારેય પણ પરિવર્તનને અવકાશ નથી હોતો; જ્યારે શાસ્ત્રીય પદાર્થો, જે એક કાળે અતિ મહત્વના હોય છે, તે જ સમયના
* અમદાવાદમાં વિ. સં. ૧૯૯૦ના ફાગણ વદ ત્રીજને રોજ શરૂ થયેલ જૈન સાધુ સંમેલન અગાઉ લખાયેલ લેખ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org