Book Title: Jain Sadhu Sammelan ane Panchangi Adhare Prashnona Nirnay
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 5
________________ જૈન સાધુસંમેલન અને પંચાંગી આધારે પ્રશ્નોનો નિર્ણય (!) [ ૬૫ તેમાં લેકે આપણે દંભ કે ચાલબાજી સિવાય બીજું કાંઈ જ નહિ જુએ. અને આ રીતે આપણે આપણા પ્રશ્નોને વાસ્તવિક ઉકેલ ક્યારેય પણ લાવી શકવાના નથી. આજે આપણી સમક્ષ ગ્રહણને લગતો એક સામાન્ય પ્રશ્ન ઉપસ્થિત થયો છે. એને માટે ભિન્ન ભિન્ન આચાર્યાદિઓ ભિન્ન ભિન્ન વાતો ઉચ્ચારે છે, એ જોઈ ખરે જ હાંસી આવે છે કે, પંચાંગી આધારે નિર્ણય લેવાની વાતો કરનાર આપણું સૌની સ્થિતિ કેવી હાસ્ય જનક છે ! કોઈ એકબીજાના વિચારોની આપલે કરતા નથી, તેમ વરતુસ્થિતિનેય કોઈ વિચાર કરતા નથી કે, “ગ્રહણ એ શું છે? એની સાથે આપણે કેટલે અંશે લેવાદેવા છે ? અને આપણી કલ્પસૂત્ર–વાચનની ક્રિયા કયા પ્રકારની છે?” અને સૌ પોતપોતાનાં મંતવ્ય જાહેર કરે જાય છે. જૈન સંપ્રદાયની માન્યતા મુજબ રાહુ નામનો એક ગ્રહ, જેનું વિમાન કાળું છે, એ સૂર્ય અને પૃથ્વીની આડે આવતાં આપણને સૂર્ય ઉપર પડતી એની છાયા દેખા દે છે. વૈદિક કાળમાં વૈદિકની પ્રબળતાને વશ થઈ આપણે તેમનું અનુસરણ કરતા હતા, તેમ છતાં આપણી આવશ્યક ક્રિયા પ્રસંગે આપણે એને મહાવભર્યું સ્થાન નથી આપ્યું. પર્યુષણ પર્વમાં કલ્પસૂત્રના વાચનને આપણે અવશ્ય કર્તવ્ય તરીકે માનીએ છીએ, એટલે આને અંગે ગ્રહણને આટલું બધું મહત્ત્વ આપવું એ મને તો કઈ રીતેય ગ્ય નથી લાગતું. તેમ જે વૈદિક જમાનાની પ્રબળતાને લીધે એ નિયમન ઘડાયું છે એ કારણ અત્યારે રહ્યું નથી. વૈદિક જમાનાની અસરને લીધે આવાં અનેકાનેક નિયમો ઘડાયાં હતાં, જેને અત્યારે આપણે વિસારીછોડી મૂક્યાં છે. તો પછી આવી બાબતને વળગી રહેવું એનો અર્થ જ શો છે? અસ્તુ. ઉપરોક્ત ગ્રહણના પ્રશ્નને અંગે ગમે તે થાઓ, તે સાથે અત્યારે કશીય લેવાદેવા નથી. હું આથી એટલું જ કહેવા ઇચ્છું છું કે, જે આપણે પંચાંગીમાંની વહુના હાર્દને-આશયને સ્થિતપ્રજ્ઞ અને સ્થિરચિત્ત થઈ નહિ વિચારીએ તો ઉપરોક્ત ગ્રહણના પ્રશ્નની જેમ દરેકેદરેક પ્રશ્નમાં ખેંચતાણ જ રહેવાની છે. આપણે પંચાંગીને તપાસીશું તો જણાશે કે એમાં તે તે સમયમાં ભિન્ન ભિન્ન સંપ્રદાય, ભિન્ન ભિન્ન ઉપાસના અને વિધમી સામ્રાજ્યાદિના કારણે જે જે જાતની પરિસ્થિતિ ઊભી થતી ગઈ તેને લક્ષીને તે તે જાતનાં આચાર, વ્યવહાર અને નિયમોને ઉમેરે કરાતો ગયો. તે તે જમાનાને અનુલક્ષીને કરાયેલા એ ઉમેરાને જે આપણે પંચાંગીમાંથી બાદ કરી લઈએ તો તેમાં મુખ્ય મુખ્ય નિયમો અને ઉપનિયમો સિવાય બીજું કશુંય શેષ ન રહે. એટલે જેમ પૂર્વશાસ્ત્રકારોએ પોતપોતાના જમાનાનો વિચાર કરી નિયમો અને ઉપનિયમો ઘડ્યા હતા, તેમ ન કરતાં માત્ર પંચાંગી આધારે પ્રશ્નોનો ઉકેલ લાવવાની વાતો કરીએ એ કોઈ પણ રીતે ડહાપણભર્યું મનાય ખરું ? મને આશ્ચર્ય થાય છે કે ભગવાન વજરવામને ગોચરી લેવા જતાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને વિચારવાની આવશ્યકતા જણાઈ હતી, ત્યારે આપણે આપણું મહત્વના પ્રશ્નો માટે એ બધાંને તરછોડી કાઠીએ અને માત્ર ૮ પંચાંગી ” “ પંચાંગી ” એમ ગેખતા રહીએ તે તે એક જાતની જડતા અને ઘેલછી જ ગણાશે. એ આગમો, એ છેદશાસ્ત્રો, એ પંચાંગી વગેરે અત્યારે સોમાંથી પાણીસે બાદ કરીએ એટલું કામ આવે તેમ નથી. એ બધુંય માત્ર એક પ્રકારના માર્ગદર્શક તરીકે જ આપણું જીવનમાં ઉપયુક્ત થાય તેમ છે. અર્થાત તેમાંના ભિન્ન ભિન્ન પરિસ્થિતિમાં આપેલા નિર્ણય અને ઘડેલા નિયમોને યાનમાં લઈ અત્યારની પરિસ્થિતિમાં આપણે શું કરવું જોઈએ ?–એ દષ્ટિએ જ તે કામ આવે તેમ શ૦ ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6