Book Title: Jain Ramayan Part 01 Author(s): Ramchandrasuri, Shreyansprabhsuri Publisher: Smrutimandir Prakashan View full book textPage 2
________________ જૈન રામાયણ અને અન્ય રામાયણો જો કે અન્ય રામાયણો અને આ જૈન રામાયણો વચ્ચે ઘણું ઘણું અંતર છે, અન્ય રામાયણોમાં ઘણે ઠેકાણે રાવણને રાક્ષસ, અધમ તથા હીન તરીકે ચિતરવામાં આવે છે. તદુપરાંત પરસ્ત્રીલંપટ, દુષ્ટ અને નરાધમ રૂપે પણ રાવણની પ્રસિદ્ધિ ઇતર કથાઓમાં સ્થળે સ્થળે કરવામાં આવી છે. પણ વાસ્તવિક સ્થિતિ તદ્દન જુદી છે. તે ગ્રંથકારો પણ પોતાના ગ્રંથોમાં એ વાતને તો કબૂલે છે કે “રાવણે મહાસતી સીતાજી પર ક્યારેય બળાત્કાર કર્યો જ નથી.” જૈન રામાયણમાં તો એવો સ્પષ્ટ રીતે ઉલ્લેખ છે કે, રાવણ-દશમુખ સદાચારી તથા પરસ્ત્રીવિમુખ શીલવાન મહાપુરુષ હતા. નલકુબરની પત્ની ઉપરંભા જ્યારે રાવણના રૂપગુણથી આકર્ષાઈ રાવણ તરફ કામરાગભરી પ્રીતિ અને આકર્ષણ ધરાવે છે ને તે માટે અજેય એવી નલકુબેરની નગરીના દ્વારા ઉઘાડી આપવા માટે વિદ્યાદાન કરવાનું પ્રલોભન આપે છે : ને તેનો જે વખતે બિભિષણ સ્વીકાર કરે છે. ત્યારે રાવણ વિભીષણ પર આક્રોશ વ્યક્ત કરે છે. આજ ઘટના રાવણની સદાચારીતાનો પરિચય કરાવે છે.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 374