Book Title: Jain Patrakaratva
Author(s): Gunvant Barvalia
Publisher: Veer Tattva Prakashak Mandal

View full book text
Previous | Next

Page 9
________________ જૈન પત્રકારત્વ રોજ સવાર-સાંજ આ ‘બાપજી’ની એઓ આરાધના કરતા. આ આરાધના એમનામાં શ્રદ્ધા, સંસ્કાર અને બળ જન્માવતા. આ આરાધના જ એમની બધી સફળતાનો આત્મા હતી. હવે કેટલાક અમી છાંટણા શબ્દો એમના સુપુત્ર વલ્લભભાઈની ઉપર નિર્દેષેલ પુસ્તિકામાંથી અવતારીએ : (૨) મહામાનવ રુપચંદજીનું જીવન એટલી બધી ઘટનાઓ અને પ્રતિભાઓથી અલંકૃત છે કે તેને સંક્ષિપ્તમાં લખવાનું અસંભવ છે. રુપચંદજીને શિવપુરીથી નાની ઉંમરમાં જ વિભિન્ન વિષયોમાં રસ પડચો અને તેનાથી આરંભ થયો પુસ્તક સંગ્રહનો અને તેમાંના દરેક પુસ્તકના અધ્યયન અને ચિંતનનો. યોગ, સાહિત્ય, વિભિન્ન મતોનાં ધાર્મિક પુસ્તકો અને ગ્રંથો, ઇતિહાસ, કાવ્ય ઇત્યાદિ વાંચ્યાં અને યથાશક્તિ બાળકોને વંચાવ્યાં. જ્યોતિષશાસ્ત્ર તથા હસ્તરેખાશાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો. જ્યોતિષ છોડીને આયુર્વેદને અપનાવ્યું. આયુર્વેદના પુસ્તકોનો વિપુલ સંગ્રહ કર્યો. ઊંડું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને તેને સેવાનું માધ્યમ બનાવ્યું. અનેક ઔષધિઓ બનાવી. જીવનભર પોતાનું સ્વાસ્થ્ય સાચવ્યું. (સોનેરી વાળને કાળા બનાવ્યા અને અંત સુધી વાળ કાળા રહ્યા.) અન્યોની સેવા કરી, ત્યાં સુધી કે હોસ્પિટલોમાં ડૉક્ટરો તથા નર્સોના પણ ઉપચાર કર્યા. હિન્દી, ગુજરાતી અને સંસ્કૃત ભાષાઓ ઉપર સારી નિપુણતા. જૈન સૂત્રો, સ્તોત્રો અને અનેક શાસ્ત્રોનું, ગીતાના શબ્દ, અર્થ અને ભાવાર્થનું જ્ઞાન. ઘણું બધું કંઠસ્થ. વિષયના દરેક પાસા પર ચિંતન કરતા અને તેને આત્મસાત કરતા. તેમની ટિપ્પણો અદ્વિતીય, સરળ અને માર્મિક હતી. કોઈ પણ વિષય પરની વાત સંક્ષિપ્ત હોય. ચર્ચા નહીંવત્, કદાગ્રહ ક્યારેય નહીં. પૂ. બાપુજી કહેતા : આપણા અસ્તિત્વના ત્રણ પાસાં છે : તન, મન અને ધન. મન સૌથી વ્યાપક છે. પરંતુ દુર્ભાગ્યની વાત એ છે કે આપણે સૌથી વધારે સમય અને શક્તિ ધનના ક્ષેત્ર ઉપર ત્યાર પછી તન ઉપર અને ઓછામાં ઓછો સમય મન પાછળ આપીએ છીએ.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 236