Book Title: Jain Patrakaratva
Author(s): Gunvant Barvalia
Publisher: Veer Tattva Prakashak Mandal

View full book text
Previous | Next

Page 7
________________ જૈન પત્રકારત્વ અરધાન શ્રી રુપસંજી ભંસાલી કેટલાક પ્રસંગોનું નિમિત્ત વ્યવહાર હોય છે. કેટલાકનું આનંદ અભિવ્યક્તિનું તા કેટલાકનું પારંપારિક, પરંતુ આ બધાંથી પર કુદરત અને શુભ કર્મો પણ પોતાનું નિમિત્ત પાતે જ શોધીને એક ભવ્ય પ્રસંગનું સર્જન કરાવી દે છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલય આયોજિત ૨૦મા જૈન સાહિત્ય સમારેહનો પ્રસંગ એક ઋષિતુલ્ય વ્યક્તિ અને એમના પરિવારના શુભ કર્મોનું નિમિત્ત બની ગયો. ‘જૈન ગ્રંથ ગૌરવ’ શીર્ષકથી યોજાયેલ ત્રિદિવસીય આ સમારોહ રતલામ ખાતે જાન્યુઆરી ૨૯, ૩૦, ૩૧ના યોજાયો અને માર્ચ-૨૦૧૨માં ૨૧મો જૈન સાહિત્ય સમારોહ રાજસ્થાન-પાવાપુરીમાં યોજાયો અને માર્ચ-૨૦૧૪માં ૨૨મો સમારોહ મોહનખેડામાં યોજાઈ રહ્યો છે જેમાં જૈન ધર્મના ચારેક ફિરકાના અને અજૈન એવા પણ ૨૫૦ વિદ્વજનોએ એકછત્ર નીચે એકત્રિત થઈ જૈન સાહિત્યના ગૌરવભર્યા વિવિધ ગ્રંથો અને વિવિધ સાહિત્યની ચર્ચા-ચિંતન કર્યા અને કરશે. આ સમગ્ર જ્ઞાનોત્સવનું યજમાનપદ શોભાવ્યું ઋષિતુલ્ય પિતા શ્રી રુપચંદજી અને જ્યેષ્ટ બંધ સુશ્રાવક માણેકચંદજી ભંસાલીના પરિવારે. આજના શણગાર, વૈભવ અને ઉત્સવપ્રિય સમાજ વચ્ચે એક પરિવારે પોતાના પિતા અને જ્યેષ્ટ બંધુને જ્ઞાનાંજલિ દ્વારા શ્રદ્ધાંજલિ આપી એ એક અમૂલ્ય અને પ્રેરણાત્મક ઘટના છે. ઉત્તમ પિતૃ-ભાતૃ-તર્પણ છે. પૂ. રુપચંદજી આ સાહિત્ય સમારોહના પ્રણેતા અને આ સંસ્થા-શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પૂર્વપ્રમુખ અને ‘પ્રબુદ્ધજીવન’ના તંત્રી ડૉ. રમણલાલ ચી. શાહના જ્ઞાનમિત્ર હતા અને આ સંસ્થાના આવા જ એક મહામાનવ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ પૂ. રુપચંદજીના પ્રેરક પુરુષ હતા. ડૉ. રમણલાલ ચી. શાહના બે ગ્રંથો ‘જૈન ધર્મ દર્શન’ અને ‘જૈન ધર્મ આચાર દર્શન’નો હિંદી અનુવાદ પણ આ ભંસાલી પરિવારે પ્રકાશિત કર્યો છે. આ પ્રકાશન દરમિયાન પૂ. રુપચંદજીના જીવનને અને એમના પરિવારમાં સરસ્વતી અને લક્ષ્મી બંને આસનસ્થ છે, તેમજ હૃદયમાં અને જીવનચર્યામાં જૈન ધર્મ દઢસ્થ છે એવા એ કુટુંબીજનોને ઓળખવાનો અને સમજવાનો એક અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો. S

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 236