Book Title: Jain Patrakaratva
Author(s): Gunvant Barvalia
Publisher: Veer Tattva Prakashak Mandal

View full book text
Previous | Next

Page 10
________________ પપ પપપ પપપ પ જૈન પત્રકારત્વ પામવા પૂજ્ય બાપુજી રોજ જિનેશ્વર ભગવાનની પૂજા કરતા. પૂજા ઘણી જ શાંતિથી કરતા, સારગર્ભિત એવા ચૈતન્યવંદન અને સ્તવન જ ગાતા. તેઓશ્રી રોજ સામાયિક કરતા. નવરાશના સમયમાં પણ સામાયિક કરતા. શ્રી ચીમનભાઈ ચકુભાઈ શાહનો દાખલો આપતા કે રોજ એક સામાયિક કરવાના નિયમને કારણે તેઓ આટલા મોટા વકીલ, સમાજસેવક અને સાહિત્યકાર બની શક્યા હતા. રોજ સવાર-સાંજ નવસ્મરણના પાઠ અને ગુરુદેવ વિધર્મસૂરિની પૂજા, જાપ, આરતી, ઇત્યાદિ કરતા. આ બધું અર્થપૂર્ણ રીતે અને પરમ ભક્તિભાવથી કરતા હતા. નિયમોનું શાંતિપૂર્ણ અનુશાસન કરતા, તેમના નિયમોમાં કદીય ચૂક નથી આવી. છેલ્લા મહિનાઓમાં અસ્વસ્થ હોવા છતાં યથાશક્તિ નિયમો પાળતા. તેઓ ભારપૂર્વક કહેતા કે, “એવા અને એટલા નિયમો ન રાખો જેથી તમને કે અન્યોને તે નિયમો ભારસ્વરૂપ લાગવા માંડે.” પર્યુષણમાં ઉપવાસ ઉપરાંત દરરોજ આઠ સામાયિક કરતા. આખો દિવસ મૌન રાખતા, સામાયિકમાં નવકારનો જાપ, પૂ. વૃદ્ધિચંદ્રજી મહારાજ સાહેબ, પૂ. આનંદધનજી મ.સા., પૂ. યશોવિજયજી મહારાજ રચિત સક્ઝાય, સ્તવનનું સ્વાધ્યાય કરતા. ધ્યાન કરતા. સંવત્સરીના દિવસે ઉપાશ્રયમાં કલ્પસૂત્ર સાંભળતા અને ઘરે પણ વાંચતા. ઘણાં વર્ષોથી સમગ્ર પરિવાર સાથે સવાર-સાંજ પ્રતિક્રમણ કરતા. પૂ. બાપુજીએ કરોડો નવકાર જાપ ક્ય. ૧૫-૨૦ વર્ષથી રોજ યશોવિજયજી રચિત જ્ઞાનસાગર, તત્વાર્થ સૂત્ર અને યોગસારનો સ્વાધ્યાય કરતા. ૧૭ વર્ષથી રોજ શ્રીમદ્ ભાગવદ્ ગીતા તથા આદ્ય શંકરાચાર્ય રચિત ભજગોવિંદમ્ વાંચતા. તેમની ભક્તિમાં પ્રેમ ઊભરાતો હતો – રૂઢિ જરા પણ નહીં. તેઓ કહેતા કે “શુદ્ધ હોય તો પણ લોકોથી વિરુદ્ધ હોય તે ન કરવું, ન આચરવું. આટલા માટે આપણી પોતાની સમજ સાચી હોય તો પણ આવશ્યકતા ન હોય તો લોકોથી વિરુદ્ધ કામ ન કરવું. ધર્મ સગવડિયો ન થઈ જાય તેનું તે હંમેશાં ધ્યાન રાખતા. આત્મશુદ્ધિ માટે તપની અનિવાર્યતા તેમને પૂર્ણ રૂપે પ્રાપ્ત હતી. તેમાં પણ સહજ અને અત્યંતર તપની. તપના તમામ પ્રકાર તેમણે અપનાવ્યા હતા. સત્ય, અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ બધું તેમના જીવનમાં હતું. રોજ ૪-૪.૩૦ વાગે ઊઠતા. ૧૨ વર્ષની ઉંમરથી જ આ નિયમ બનાવ્યો હતો. ૮૫ વર્ષની ઉમર સુધી પૂર્ણ રીતે સ્વાવલંબી જીવન હતું. જાતે જ કપડાં

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 236