Book Title: Jain Katha Suchi Part 03 Author(s): Jinendrasuri Publisher: Harshpushpamrut Jain Granthmala View full book textPage 4
________________ પ્રાસ્તાવિકમ્ અનંતજ્ઞાની મહાપુરૂષોએ બાલજીવોને પણ તત્ત્વજ્ઞાન સરળતાથી સમજાય માટે કથાઓના માધ્યમ દ્વારા તત્ત્વજ્ઞાનનું નિરૂપણ કર્યું છે. આજે લોકોમાં જ્ઞાનની રૂચિ ઓછી થતી જાય છે. બાહ્યજ્ઞાનની રૂચિને કારણે લોકો યથાર્થજ્ઞાન ભૂલી અજ્ઞાન પાછળદોડેછે. સમ્યગ્ દર્શન અને સમ્યગ્ જ્ઞાન બન્ને એકબીજાના પૂરક છે. આત્મામાં દર્શન રૂપી દીવેલ પૂરાય, મજબૂત (સમ્યગ) જ્ઞાનની વાટ મૂકાય તો કેવળજ્ઞાન રૂપી દીવો પ્રગટે છે. શ્રી તીર્થંકરો દ્વારા પ્રતિપાદિત જ્ઞાન ગણધરદેવો, આચાર્ય ભગવંતો પાસે થતું થતું આપણી પાસે આવતા ઘણું જ અલ્પ થઈ ગયું છે. આસન ઉપકારી, ચરમતીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુના નિર્વાણ બાદ ૯૮૦ વર્ષે શ્રી વલ્લભીપુર નગરમાં શ્રી દેવર્ધિગણિક્ષમાશ્રમણાદિ ૫૦૦ આચાર્યદેવો દ્વારા આગમો પુસ્તકારૂઢ થયા. ત્યારબાદ અનેક આચાર્યાદિ સાધુભગવંતો, રાજાઓ, મંત્રીઓ, શ્રાવકોએ આગમો તથા અન્ય ગ્રંથો લખ્યા-લખાવ્યા. છેલ્લા વર્ષોમાં સમયાનુસાર નવી શોધાયેલ પદ્ધતિમુજબ કાગળ અને ધાતુ ઉપર છપાય છે. શ્રુતસમુદ્ધારક પૂ. ગુરુમહારાજે આગમ પંચાંગી છપાવવાનું ભગીરથ કાર્ય ઉપાડ્યું જેમાં મૂળ સૂત્ર, જરૂરી ટીકાઓ, ચૂર્ણિ, નિર્યુક્તિ, ભાષ્ય એ રીતે આગમના પાંચે અંગો એક સાથે છપાવ્યા. જે કાર્ય વિ.સં. ૨૦૨૭માં ચાલુ કરેલ અને ૩૬ વર્ષની અથાગ મહેનત બાદવિ.સં. ૨૦૬૩માં પૂર્ણ થયું. એ સિવાય સાધુ ભગવંતોને વિહારાદિમાં સ્વાધ્યાય કરવો સહેલો પડે તે માટે મૂળ આગમો પુસ્તક રૂપે પણ છપાવ્યા. તથા અન્ય પ્રાકૃત-સંસ્કૃત-ગુજરાતી-હિન્દી-અંગ્રેજીમાં તાત્ત્વિક ગ્રંથો, કથાઓ, કુલકો, કોષ, રાસ, સ્તવનાદિ અનેક પ્રાચીન તથા અર્વાચીન સાહિત્યનું સંપાદન કર્યું. છાપેલ ગ્રંથોનું આયુષ્ય લગભગ ૧૫૦-૨૦૦ વર્ષ ગણાય છે. વધુ ટકે તે માટે બેલ્જિયમ, જર્મનીના વૈજ્ઞાનીકો પાસે સંશોધન કરાવી એલ્યુમીનિયમ ઉપર ૪૫ આગમો (મૂળ)તૈયાર કરાવ્યા. પ્રાચીન પરંપરા જળવાઈ રહે અને ગ્રંથો લાંબા સમય સુધી ટકે એ માટે હસ્તલીખિત ગ્રંથો તૈયાર કરાવ્યા. પ.પૂ.આ.ભ.શ્રી વિજય માનતુંગ સૂ.મ. પાસે લેખન કરતા ૧૯ લહિયાઓને પ.પૂ.આ.ભ.ના કાળધર્મ બાદ સાચવ્યા અને આગમો તથા અન્ય ગ્રંથો લખાવી પ્રાચીન પરંપરાને જીવંત રાખી. એ સિવાય અનેક સ્તવનો રચ્યા, સજ્ઝાયો, પૂજાની રચના કરી. કળિકાળ સર્વજ્ઞ શ્રીમદ્હેમચન્દ્રાચાર્ય રચિત શ્રી અનેકાર્થ સંગ્રહ સંપાદિત કરી સૌ પ્રથમવાર પ્રકાશિત કર્યો. એ રીતે આગમાદિ બધા ગ્રંથો થઈ શ્રી હર્ષપુષ્પામૃત જૈન ગ્રંથમાળા દ્વારા કુલ ૪૫૦ જેટલા પ્રતો-પુસ્તકો બહાર પાડ્યા. એવી જ રીતે ૫૬ વર્ષ શ્રી મહાવીર શાસન (માસિક), ૨૦ વર્ષ સિદ્ધાન્તની રક્ષા માટે શ્રી જૈન શાસન (અઠવાડિક), અને ૧૦ વર્ષ બાળકોના સંસ્કાર માટે શ્રી જૈન બાલ શાસન (માસિક) ગુજરાતી-હિન્દી-અંગ્રેજી પત્રોનું સંપાદન કર્યું. એમ સંપૂર્ણ જીવન શ્રુતભક્તિ, શ્રુતરક્ષા, શ્રુતની આરાધના અને સાધનામય ગાળ્યું. પ્રાયઃ વિ.સં.-૨૦૫૫માં આ શ્રી જૈન કથા સૂચિનું કાર્ય ચાલુ કર્યું. સૂચિ તૈયાર થઈ ગઈ, પણ કોઈ અકળ કારણસર cPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 370