Book Title: Jain Katha Suchi Part 02
Author(s): Jinendrasuri
Publisher: Harshpushpamrut Jain Granthmala

View full book text
Previous | Next

Page 4
________________ પ્રાસ્તાવિકમ્ | અનંતજ્ઞાની મહાપુરૂષોએ બાલજીવોને પણ તત્ત્વજ્ઞાન સરળતાથી સમજાય માટે કથાઓના માધ્યમ દ્વારા તત્ત્વજ્ઞાનનું નિરૂપણ કર્યું છે. આજે લોકોમાં જ્ઞાનની રૂચિ ઓછી થતી જાય છે. બાહ્યજ્ઞાનની રૂચિને કારણે લોકો યથાર્થજ્ઞાન ભૂલી અજ્ઞાના પાછળ દોડે છે. સમ્યમ્ દર્શન અને સમ્યગૂ જ્ઞાન બન્ને એકબીજાના પૂરક છે. આત્મામાં દર્શન રૂપી દીવેલ પૂરાય, મજબૂત (સમ્ય) જ્ઞાનની વાટમૂકાયતો કેવળજ્ઞાન રૂપી દીવો પ્રગટે છે. શ્રી તીર્થકરો દ્વારા પ્રતિપાદિત જ્ઞાન ગણધરદેવો, આચાર્ય ભગવંતો પાસે થતું થતું આપણી પાસે આવતા ઘણું જ અલ્પથઈગયું છે. - આસન ઉપકારી, ચરમતીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુના નિર્વાણ બાદ ૯૮૦ વર્ષે શ્રી વલ્લભીપુર નગરમાં શ્રી દેવર્ધિગણિક્ષમાશ્રમણાદિ ૫૦૦ આચાર્યદેવો દ્વારા આગમો પુસ્તકારૂઢ થયા. ત્યારબાદ અનેક આચાર્યાદિ સાધુભગવંતો, રાજાઓ, મંત્રીઓ, શ્રાવકોએ આગમો તથા અન્ય ગ્રંથો લખ્યા-લખાવ્યા. છેલ્લા વર્ષોમાં સમયાનુસાર નવી શોધાયેલ પદ્ધતિમુજબ કાગળ અને ધાતુ ઉપર છપાય છે. શ્રુતસમુદ્ધારક પૂ. ગુરુમહારાજે આગમ પંચાંગી છપાવવાનું ભગીરથ કાર્ય ઉપાડ્યું જેમાં મૂળ સૂત્ર, જરૂરી ટીકાઓ, ચૂર્ણિ, નિર્યુક્તિ, ભાષ્ય એ રીતે આગમના પાંચ અંગો એક સાથે છપાવ્યા. જે કાર્ય વિ.સં. ૨૦૧૭માં ચાલુ કરેલ અને ૩૬ વર્ષની અથાગ મહેનત બાદવિ.સં. ૨૦૬૩માં પૂર્ણ થયું. એ સિવાય સાધુ ભગવંતોને વિહારાદિમાં સ્વાધ્યાય કરવો સહેલો પડે તે માટે મૂળ આગમો પુસ્તક રૂપે પણ છપાવ્યા. - તથા અન્ય પ્રાકૃત-સંસ્કૃત-ગુજરાતી-હિન્દી-અંગ્રેજીમાં તાત્વિક ગ્રંથો, કથાઓ, કલકો, કોષ, રાસ, સ્તવનાદિ અનેક પ્રાચીન તથા અર્વાચીન સાહિત્યનું સંપાદન કર્યું. છાપેલ ગ્રંથોનું આયુષ્ય લગભગ ૧૫૦-૨૦૦ વર્ષગણાય છે. વધુટકે તે માટેબેલ્ઝિયમ, જર્મનીના વૈજ્ઞાનીકો પાસે સંશોધન કરાવી એલ્યુમીનિયમ ઉપર ૪૫ આગમો (મૂળ) તૈયાર કરાવ્યા. પ્રાચીન પરંપરા જળવાઈ રહે અને ગ્રંથો લાંબા સમય સુધી ટકે એ માટે હસ્તલીખિત ગ્રંથો તૈયાર કરાવ્યા. પ.પૂ.આ.ભ.શ્રી વિજય માનતુંગ સૂ.મ. પાસે લેખન કરતા ૧૯ લહિયાઓને પ.પૂ.આ.ભ.ના કાળધર્મ બાદ સાચવ્યા અને આગમો તથા અન્ય ગ્રંથો લખાવીપ્રાચીન પરંપરાને જીવંત રાખી. એ સિવાય અનેકસ્તવનો રચ્યા, સઝાયો, પૂજાની રચના કરી. કળિકાળ સર્વજ્ઞ શ્રીમહેમચન્દ્રાચાર્ય રચિત શ્રી. અનેકાર્થ સંગ્રહ સંપાદિત કરી સૌ પ્રથમવાર પ્રકાશિત કર્યો. એ રીતે આગમાદિ બધા ગ્રંથો થઈ શ્રી હર્ષપુષ્યામૃત જેના ગ્રંથમાળા દ્વારા કુલ ૪૫૦ જેટલા પ્રતો-પુસ્તકો બહાર પાડ્યા. એવી જ રીતે પ૬ વર્ષ શ્રી મહાવીર શાસન (માસિક), ૨૦ વર્ષ સિદ્ધાન્તની રક્ષા માટે શ્રી જૈન શાસન (અઠવાડિક), અને ૧૦ વર્ષ બાળકોના સંસ્કાર માટે શ્રી જેન બાલ શાસન (માસિક) ગુજરાતી-હિન્દી-અંગ્રેજી પત્રોનું સંપાદન કર્યું. એમસંપૂર્ણ જીવન વ્યુતભક્તિ, વ્યુતરક્ષા, શ્રુતની આરાધના અને સાધનામય ગાળ્યું. પ્રાયઃ વિ.સં.-૨૦૧પમાં આ શ્રી જેન કથા સૂચિનું કાર્ય ચાલુ કર્યું. સૂચિતૈયાર થઈ ગઈ, પણ કોઈ અકળ કારણસર |FiE SITE , THE

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 336