Book Title: Jain Katha Suchi Part 02
Author(s): Jinendrasuri
Publisher: Harshpushpamrut Jain Granthmala

View full book text
Previous | Next

Page 6
________________ “જૈન કથા સૂચી" પ્રસંગે કાંઈક... અનંતોપકારી શ્રી તીર્થંકર પરમાત્માઓ કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરી ભવ્યજીવોના હિતને માટે મોક્ષમાર્ગ સ્વરૂપતારક તીર્થને પ્રવર્તાવે છે. આ અંગે વાચકપ્રવર પૂ. શ્રી ઉમાસ્વાતિજી મહારાજાએ “શ્રી તત્ત્વાર્થ સૂત્ર’ની કારિકાની (ગણ ૧૭૧૮માં) કહ્યું છે કે “સમ્યકત્વ-જ્ઞાન-ચારિત્ર, સંવર-તપ-સમાધિબલયુક્ત મોહાદીનિ નિહત્યા-ડશભાનિ ચત્તાર કર્માણિI૧૭ના કેવલમધિગમ્ય વિભઃ, સ્વયમેવ જ્ઞાનદર્શનમનન્તમાં લોકહિતાય કૃતાર્થોડપિ દેશયામાસ તીર્થમિમાI૧૮” ભાવાર્થ-“સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યફચારિત્ર, સંવર, તપ અને સમાધિરૂપી સૈન્યથી સ્વયં મોહાદિ ચાર અશુભ કર્મોનો ક્ષય કરી, અનંત કેવળ જ્ઞાન-કેવળ દર્શન ગુણ પ્રાપ્ત કરીને સર્વજ્ઞ બનવાથી કૃતકૃત્ય થવા છતાં લોકહિત માટે આ તીર્થનો ઉપદેશ આપ્યો-તીર્થને પ્રવર્તાવ્યું.” - શ્રુત કેવલી, ચૌદ પૂર્વધર, નૈમિત્તિક પ્રભાવકની પ્રસિદ્ધિને પામેલા નિર્યુક્તિકાર ભગવાન પૂ. શ્રી ભદ્રબાહુ સ્વામિજી મહારાજા ‘આવશ્યકનિયુક્તિ” ગ્રંથમાં ફરમાવે છે કે “કેવલ નાણેણઘે નાઉ, જે તત્થ પણવણજોગા તે ભાસઈતિત્થરો, વયોગસુયં હવઈ સેસ” | આવ.નિ. ગા. ૭૮ | કેવળજ્ઞાન વડે અર્થોને જાણીને, તેમાં જે પ્રજ્ઞાપનીય અર્થો છે તેને શ્રી તીર્થંકર દેવ કહે છે તે તેમનો વાગ્યોગ છે અને તેદ્રવ્યશ્રત છે.” આ જગતમાં પદાર્થો બે પ્રકારના છે. ૧-અનભિલાષ્ય અને ૨-અભિલાખ. અનભિલાપ્ય એટલે વાણીથી બોલી-કરી ન શકાય તેવા. અને અભિલાપ્ય એટલે વાણીથી બોલી - કહી શકાય તેવા. તેમાં પણ વાણીથી કહી શકાય તેવા પદાર્થોના પણ બે વિભાગ પડે છે. એક અપ્રજ્ઞાપનીય એટલે જણાવી ન શકાય તેવા અને બીજા પ્રજ્ઞાપનીચ એટલે જણાવી શકાય તેવા. તેમાં અનભિલાષ્યના અનંતમાં ભાગે અભિલાપ્યપદાર્થો છે. અને અભિલાષ્યના અનંતમાં ભાગે પ્રજ્ઞાપનીય છે અને પ્રજ્ઞાપનીયના અનંતમાં ભાગે સૂત્રોમાં ગૂંથાયેલ છે. આ પ્રજ્ઞાપનીય પદાર્થોને કહેવાને શ્રી તીર્થંકરનો વાગ્યોગ છે. તે જ શ્રોતાઓને ભાવકૃતનું કારણ બને છે તેથી તે દ્રવ્યશ્રુત પણ કહેવાય છે. તે શ્રતજ્ઞાનને શ્રી તીર્થંકર દેવો જે રીતે કરે છે તેનું વર્ણન કરતાં પણ તે જ મહાપુરષ સમજાવે છે કે - તપ, નિયમ અને જ્ઞાનરૂપી વૃક્ષ ઉપર આરૂઢ થયેલા, કેવલજ્ઞાની કેવલી ભગવંત ભવ્ય જીવોના ઉપકારને માટે-સમ્યજ્ઞાનનો બોધ થાય તે માટે વચન રૂપી પુષ્પોનો વરસાદ વરસાવે છે. અને તેને શ્રી ગણધરદેવો બુદ્ધિમય પટ વડેગ્રહણ કરીને સૂત્ર રૂપે ગૂંથે છે. શ્રી જિનેશ્વરદેવનાં વચનો સુખપૂર્વક ગ્રહણ અને ધારણ થઈ શકે અને સારી રીતે આપી અને લઈ શકાય તે કારણે આ જ પોતાનો કલ્પ-આચાર છે તેમ સમજીને શ્રીગણધરદેવો તેને સૂત્રરૂપે ગૂંથે છે.” કહ્યું છે કે - “અત્થ ભાસઈ અરહા, સુત્ત ગંભંતિ ગણહરા નિર્ણિા સાસણલ્થ હિચઠાએ, તઓ સુત્ત પવત્તઈi” II આવ. નિ. ગા. ૯૨ II

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 336