________________
શબ્દ
અધ્યાત્મ એટલે આત્મામાં પ્રવેશ. અમૂર્ત આત્મામાં પ્રવેશ કરવો ખૂબ ખૂબ કઠિન થઈ પડે તેમ છે. આ ગહન વિષયમાં પૂર્વનાં તેજસ્વી સરળતાથી સમજાય એવું સુગમ સાહિત્યનું સર્જન કર્યું છે. એ એક સ્વતંત્ર કથાયોગ છે.
દૃષ્ટાંતો દ્વારા સિદ્ધાંતને સમજાવવાની આ મહાપુરુષોની પ્રણાલી અદ્ભુત, ચિરંજીવ, સનાતન છે. એ સાહિત્યનો અતિ સુંદર, શુભ પ્રચાર અને પ્રસાર કરતું શ્રુતજ્ઞાન ભવન ખૂબ ઉપકારક બની રહ્યું છે.
દિવંગત હાલાર કેશરી પ. પૂ. આ. ભ. શ્રી વિજય જિનેન્દ્ર સૂ.મ. ના આશીર્વાદ આજે પણ વર્ષી રહ્યા છે એની પ્રતીતિ કરાવતી આ “કથા સૂચી’” આબાલ ગોપાલ સૌને ખૂબ ઉપકારક બની રહેશે. વિશેષ પૂ. બાપુ મહારાજ, પૂ. શ્રી હેમેન્દ્રવિ.ગ., મુ. અવિચલેન્દ્રવિ.મ., મુ. નર્મેન્દ્રવિ.મ., મુ.દિવેન્દ્રવિ.મ. ધન્યતાને પાત્ર છે.
જામનગર
અમૂલ્ય પ્રકાશન
પંડિત વ્રજલાલ વાલજી ઉપાધ્યાય ચૈત્ર સુદ-૭
આપણા આ પ્રોજેક્ટની (જૈન કથા સૂચી પ્રકાશન)
ઘણા દેશના અને કેટલાક પરદેશી વિદ્વાનોએ સારી એવી પ્રશંસા કરી છે.
અને તેઓનું કહેવું એવું છે કે જૈન કથા સૂચી અંગે કાર્ય કરનાર સંશોધકોને, અભ્યાસીઓને અને વિદ્યાર્થીઓ
માટે આ ખૂબ જરૂરી અને ઉપયોગી સાધન બની રહેશે. અને સંદર્ભ ગ્રન્થ બની રહેશે. આ સંદર્ભે આ કાર્ય કરવું જ જોઈએ.
A
ડૉ. કનુભાઈ શેઠ ના પત્રમાંથી
તા. ૧૧-૧૦-૨૦૦૧