________________
જૈન ગૂર્જર કવિઓ ઃ ૮
ઉપયોગ થઈ શકે) પણ પ્રતિનિર્દેશોથી સામગ્રીને એક ચોક્કસ વ્યવસ્થામાં મૂકવાનો પ્રયાસ કર્યો છે. આમ છતાં કેટલાક સામાન્ય ઉચ્ચાર-જોડણીભેદની ઉપેક્ષા કરીને શ્રી દેશાઈએ સામગ્રી સાથે રાખી હતી તે એમ રહેવા દીધી છે. આ સામગ્રીનો ઉપયોગ કરનાર મધ્યકાલીન ઉચ્ચાર-જોડણીની પરિસ્થિતિનો વિચાર કરીને સંભવિત સ્થાનોએ જોઈતી દેશીને શોધે (‘ઇણ’-ઇણિ’-‘એણ’-‘એશિ’, ‘શાંતિ’-સાંતિ’, ‘વહાલા’-‘વાહલા’ ‘વ્હાલા’ એવા ઉચ્ચારભેદોથી સામગ્રી મળે જ છે) એ, છેવટે, જરૂરી બની જાય છે. દેશી એક વખત ‘શ્રી’ ‘સાહેબ’ ‘હો' વગેરે શબ્દ સાથે આવે ને બીજી વાર એના વિના આવે એવું બને છે એ પણ લક્ષમાં રાખવા જેવું છે.
નવી દેશીનાં ઉમેરણોને વર્ણાનુક્રમમાં મૂકી ૧.૧, ૧.૨ એમ બીજા આંકડાથી દર્શાવેલ છે. પ્રતિનિર્દેશ અર્થેની સામગ્રીને ક્રમાંક આપવાને બદલે ૦ ચિહ્ન મૂકેલ છે. આ આવૃત્તિમાં છેલ્લે, મૂળ તરીકે ઉલ્લેખાયેલાં કર્તાઓ અને કૃતિની સૂચિ ઉમેરી
છે.]
[૦.૧ અઇ પ્રીતમ શું એક વાર, સલુણી બોલો હો
(પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૯-૧૧, સં.૧૮૪૨)
૦.૨ અઇસા સાલુજી બે, ચરણશરણિ આઇ લગ્ગા બે (ગુવિનયકૃત ધન્ના શાલિભદ્ર રાસ, ૩૨, સં.૧૬૭૪) ૧ અખીયનમેં ગુલજારા - કાફી
(વીરવિજયકૃત ચોસઠપ્રકારી પૂજા, સં.૧૮૭૪)
૨ અખીયાં હરખન લાગી, હમારી અખીયાં – પ્રભાતિ (દેવચન્દ્રકૃત ચોવીશી, [સં.૧૭મી સદી ઉત્તરાર્ધ]) ૩ અગ્યાની મિથ્યામતી રે હાં
(રાજરત્નકૃત વિજય શેઠ., ૧૪, સં.૧૬૯૬)
[૩.૧ અચરીજ અત્તિ ભલું
(વીરવિજયકૃત ચંન્દ્રશેખરનો રાસ, ૧૦, સં.૧૯૦૨)]
૪ અજબ કિયો રે મુનિરાય ! લઘૂ વય જોગ લિયો રે (રંગવિજયકૃત પાર્શ્વનાથ., ૧૨, સં.૧૮૬૦)
૫ અજબ બની આહેરડી
(રામચન્દ્રકૃત તેજસાર રાસ, ૫૭, સં.૧૮૬૦)
૬ અજબ સુરંગી હો હંજામારૂ લોબડી
(કેસરકુશલકૃત વીશી, ૫મું સ્ત., સં.૧૭૦૬ આસપાસ, મોહનવિજયકૃત ચંદ રાસ, ૪–૧૩, સં.૧૭૮૩)
૭ અજિત જિણંદસ્યું પ્રીતડી : યશોવિજયકૃત અજિત સ્ત.ની, [સં.૧૮મી સદી પૂર્વાર્ધ]
(જ્ઞાનવિમલકૃત જંબૂ રાસ, ૨૧, સં.૧૭૩૮; કાંતિવિજયકૃત મહાબલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org